For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતનું ગામ જ્યાં મત નહીં આપનારે ભરવો પડે છે દંડ

By Super
|
Google Oneindia Gujarati News

evm
રાજકોટ, 12 ડિસેમ્બરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં 13મી ડિસેમ્બર અને 17મી ડિસેમ્બરે યોજાઇ રહી છે. જેમાં મતદારોને રિઝવવા માટે બન્ને મોટા પક્ષો કોંગ્રેસ અને ભાજપ દ્વારા જોર-શોરથી પ્રચાર કરવામાં આવ્યો, જે આજે શાંત થયો છે અને કેવી રીતે મતદારોને મત આપવા માટે મનાવવા તે અંગેની અંદરખાનાની કામગીરી બન્ને પક્ષો દ્વારા શરૂ કરી દેવામાં આવી હશે, આ બધાની વચ્ચે રાજકોટ જિલ્લાનું એક ગામ છે જ્યાં મતદારોને મત આપવા માટે રિઝવવા પડતા નથી, અહીંનો દરેક નાગરીક પોતાની ફરજ યોગ્યતાથી નિભાવી રહ્યો છે. તેની પાછળનું કારણ એ ગામની વર્ષો જૂની પરંપરા છે.

રાજ સમઢીયાળા ગામમાં એક અનોખી પરંપરા છે. જેના કારણે દરેક નાગરીકે કોઇપણ સંજોગોમાં મત આપવા આવવું પડે છે. રાજકોટના ભાવનગર રાજમાર્ગ પર સ્થિત આ ગામના લોકો દરેક સ્થિતિમા મતદાન કરે છે અને જો કોઇ નાગરીક મત નથી આપતો તો તેને દંડ ફટકારવામાં આવે છે. આ નાના અમતા ગામમાં આજકાલ એ જ ગરમા ગરમી છે કે 13 ડિસેમ્બરની વિધાનસભાની ચૂંટણીના પહેલા ચરણમાં મતદાતાઓ કોઇપણ પરિસ્થિતિમાં મત આપે.

ગ્રામ વિકાસ સમિતિ સાથે જોડાયેલા એક નાગરીકે જણાવ્યું કે ગામના દરેક નાગરીક માટે એકવાત મહત્વની છે કે તે મતદાન કરે, જે ગામવાસી મતદાન નથી કરતો તેને ગ્રામ સમિતિ દ્વારા 51 રૂપિયા દંડ ફટકારવામાં આવે છે. જો કોઇ ગામવાસી જરૂરી કામથી ગામની બહાર હોય અથવા અન્ય કોઇ કારણસર મતદાન નથી કરી શકતો તો તેને દંડ ફટકારવામાં આવતો નથી.

આ ગામમાં અંદાજે 1000 જેટલા મતદાતાઓ હશે ગઇ ચૂંટણીમાં અહીં 80 ટકા મતદાન થયું હતું. આ ગામમાં સરપંચની ચૂંટણી થતી નથી પરંતુ તેની પસંદગી કરવામાં આવે છે. ઉપરાંત આ ગામમાં ઝાડ કાપવું, દારૂ પીવો, ગુટખાનો ઉપયોગ કરવા કે પછી જુગાર રમવો જેવી ગતિવિધિઓ પર પણ પ્રતિબંધ છે. આ ગામને 2009માં નિર્મલ ગરામ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું હતું.

English summary
Election officials working hard to increase voter turnout don't need to campaign in this village. In fact, villagers of Rajsamdhiyala can give their urban counterparts a lesson on the importance of voting in a democracy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X