For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના ખેડૂતો સામે ઝૂકી PepsiCo, દાવો પાછો લીધો

અમેરિકી કંપની પેપ્સિકો આખરે ગુજરાતના ખેડૂતોના વિરોધ સામે ઝૂકી ગઈ છે. કંપનીની ઇન્ડિયન બ્રાન્ચ ઘ્વારા જણાવવામાં આવ્યું કે જે ત્રણ ખેડૂતો પર કેસ કરવામાં આવ્યો હતો

|
Google Oneindia Gujarati News

અમેરિકી કંપની પેપ્સિકો આખરે ગુજરાતના ખેડૂતોના વિરોધ સામે ઝૂકી ગઈ છે. કંપનીની ઇન્ડિયન બ્રાન્ચ ઘ્વારા જણાવવામાં આવ્યું કે જે ત્રણ ખેડૂતો પર કેસ કરવામાં આવ્યો હતો તેને પાછો લઇ લેવામાં આવ્યો છે. જયારે બીજી બાજુ ખેડૂતોનો પક્ષ લઇ રહેલા વકીલ આનંદ યાજ્ઞિક ઘ્વારા જણાવવામાં આવ્યું કે કંપનીએ કોર્ટ અને ખેડૂતોના વકીલને કોઈ જ જાણકારી નથી આપી. તેવી સ્થિતિમાં હજુ સુધી કઈ પણ સ્પષ્ટ નથી થઇ શક્યું.

આ પણ વાંચો: પેપ્સિકોએ ગુજરાતના 4 ખેડૂતો પર કર્યો કેસ, માગ્યું 1 કરોડનું વળતર

ગુજરાત સરકાર પણ ખેડૂતોના સમર્થનમાં

ગુજરાત સરકાર પણ ખેડૂતોના સમર્થનમાં

આપને જણાવી દઈએ કે પેપ્સિકો ઇન્ડિયાના અધિકારીઓ ઘ્વારા ગુજરાતમાં ત્રણ ખેડૂતો પર પોતાના બ્રાન્ડેડ બટાકા વેચવાનો આરોપ લગાવ્યો હતો. તેના માટે કંપનીએ તે ખેડૂતો પર 1 કરોડ રૂપિયાનો દાવો ઠોક્યો હતો. કોર્ટે ખેડૂતો પર કેટલાક દિવસો માટે પ્રતિબંધ લગાવી દીધો હતો. પરંતુ દેશના અલગ અલગ ભાગમાં વિરોધ થતો જોઈને પેપ્સિકો કંપની પોતાના દાવથી પાછળ હટવા લાગી છે. ખરેખર લોકોએ વિરોધ પ્રદર્શન સાથે પેપ્સિકો પ્રોડક્ટનો વિરોધ કરવાનું ચાલુ કરી દીધું. જયારે ગુજરાત સરકાર પણ ખેડૂતોના સમર્થનમાં આવી ગઈ. ગુજરાતના ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે રાજ્ય સરકાર બટાકાના ખેડૂતો વિરુદ્ધ પેપ્સિકો કંપનીનો મામલો અદાલતની બહાર ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે.

આ છે ખેડૂતો અને પેપ્સિકોનો કેસ

આ છે ખેડૂતો અને પેપ્સિકોનો કેસ

પેપ્સિકોએ ઉત્તર પ્રદેશના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના નવ ખેડૂતો સામે એફએલ -2027 અને એફસી -5 વેરાયટીના બટાકાની ખેતી કરવાને લઈને કેસ દાખલ કર્યો છે. કંપનીનું કહેવું છે કે પોટેટો વેરાયટીના બટાકાનું કંપની પાસે પ્લાન્ટ વેરાયટી પ્રોટેક્શન (પીવીપી) રાઈટ છે. કંપનીએ ચાર ખેડૂતો સામેના કેસમાં પ્રત્યેક પાસેથી એક કરોડ રૂપિયાના વળતરની માગણી કરી છે, જ્યારે પાંચ ખેડૂતો પાસેથી 20 લાખ રૂપિયાના વળતર માટેનો કેસ કર્યો છે.

અહમદ પટેલે વિરોધ વ્યક્ત કર્યો છે

અહમદ પટેલે વિરોધ વ્યક્ત કર્યો છે

અહમદ પટેલે કહ્યું હતું કે પેપ્સિકોની કાર્યવાહી સંપૂર્ણપણે ખોટી છે. આરએસએસ સાથે સંકળાયેલા ભારતીય ખેડૂત સંગઠન સહિત આશરે 192 ખેડૂતો સંગઠનોએ ભારપૂર્વક વિરોધ કર્યો કે કંપનીએ ખેડૂતો સામેનો તેમનો કેસ પાછો ખેંચવો જોઈએ.

English summary
PepsiCo to withdraw case against Gujarat potato farmers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X