પેપ્સિકોએ ગુજરાતના 4 ખેડૂતો પર કર્યો કેસ, માગ્યું 1 કરોડનું વળતર
પેપ્સિકોએ ગુજરાતના 4 ખેડૂતો પર કર્યો કેસ, માગ્યું 1 કરોડનું વળતર
કોલ્ડ ડ્રિંક્સ, ચિપ્સ વગેરે બનાવતી આંતરરાષ્ટ્રીય કંપની પેપ્સિકોએ ગુજરાતના કેટલાક ખેડૂતો પર કેસ કર્યો છે. પેપ્સિકોનો આરોપ છે કે આ ખેડૂતો તેવા પ્રકારના બટાટાનું વાવેતર કરી રહ્યા હતા, જેનાથી લેઝ ચિપ્સ બનાવવામાં આવી છે અને આના પર કંપનીનો કૉપીરાઈટ છે. આ મામલામાં શુક્રવારે અમદાવાદ કોર્ટમાં સુનાવણી થઈ. પેપ્સિકોએ નુકસાન માટે 1.05 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવાની માંગ કરી છે. જે બાદ 190 એક્ટિવિસ્ટે કેન્દ્ર સરકાર પાસે માંગ કરી છે કે તેઓ પેપ્સિકોને આ ખોટો કેસ પરત લેવા કહે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ આ ખેડૂતો પર FC-5 પ્રકારના બટેટા ઉગાડવાનો અને વેચવાનો કેસ કરવામાં આવ્યો છે.

આંતરરાષ્ટ્રીય કંપની પેપ્સિકોએ દાવો કર્યો છે કે વર્ષ 2016માં જ તેને ભારતમાં આ બટટાના ઉત્પાદનનો ખાસ અધિકાર મળેલ છે. એક્ટિવિસ્ટનું કહેવું છે કે ખેડૂતોને કોઈપણ સંરક્ષિત જાતનો પાક વાવવા, ઉગાડવા અને વેચવાનો પૂરો અધિકાર છે. પ્રોટેક્શન ઑફ પ્લાન્ટ વેરાઈટીઝ એન્ડ ફાર્મર્સ રાઈટ્સ (PPVFR)માં ખેડૂતોને આ અધિકાર મળેલ છે. સ્વયંસેવી ગ્રુપ ASHA (અલાયન્સ ફૉર સસ્ટેનેબલ એન્ડ હોલિસ્ટિક એગ્રીકલ્ચર)ની એક્ટિવિસ્ટ કવિતા કરુનગતિએ કહ્યું કે ખેડૂતોને સંરક્ષિત જાતના કોઈપણ બીઝના ઉત્પાદન અને તેના વેચાણનો પૂરો અધિકાર છે અને પેપ્સિકો તે પોતાની બૌદ્ધિક સંપદા હોવાનો દાવો ન કરી શકે. એક્ટિવિસ્ટે સરકાર પાસે માંગ પણ કરી છે કે ખેડૂતોને કેસ લડવા માટે નેશનલ જીન ફંડથી નાણાકીય મદદ આપવામાં આવે. ખેડૂત સંગઠનોનું કહેવું છે કે આનાથી આંતરરાષ્ટ્રીય કંપનીઓનું મનોબળ વધશે અને તેઓ ભવિષ્યમાં પણ આવા કેસ દાખલ કરાવી શકે છે.
ધી હિંદુ મુજબ જે ખેડૂતો પર કેસ કરવામાં આવ્યો છે તેઓ 3-4 એકરની ખેતીવાળા નાના ખેડૂતો છે. ખેડૂતોનો આરોપ છે કે પેપ્સિકોએ એક ખાનગી જાસૂસી એજન્સીનો સહારો લીધો અને કેટલાક લોકોએ તેમની પાસે સંભવિત ખરીદદારના રૂપે આવ્યા અને ગોપનીય રીતે ખેતીનો વીડિયો બનાવી બટેટાના નમૂના લઈ ગયા. અહેવાલ મુજબ પેપ્સિકો ઈન્ડિયાની અરજી પર અમદાવાદ સિટી સિવિલ કોર્ટે આ મહિનાની શરૂઆતમાં સાબરકાંઠાના ચાર ખેડૂત બિપિન પટેલ, છબિલ પટેલ, વિનોદ પટેલ અને હરિભાઈ પટેલને 26 એપ્રિલ સુધી બટેટાના આ ખાસ પ્રકારના જાતના વાવેતર પર અને વેચાણ પર રોક લગાવી દીધો હતો. કોર્ટમાં મામલાની તપાસ કરી રિપોર્ટ તૈયાર કરવા માટે એક વીકલને પણ કોર્ટ કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે, જેથી તેઓ સેમ્પલ લઈ તેને વિશ્લેષણ માટે સરકારી લેબમાં મોકલે.
આ પણ વાંચો- ખેડૂતે PM સન્માન નિધિમાંથી મળેલ 2000 રૂપિયા પરત કર્યા, મુખ્યમંત્રી પાસે માંગ્યુ ઈચ્છામૃત્યુ












Click it and Unblock the Notifications
