ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર સામે અરજી, ગુજરાત હાઇકોર્ટે સુનાવણીનો કર્યો ઇન્કાર
ગુજરાત હાઇકોર્ટ દ્વારા બાગેશ્વર ધામના પ્રમુખ ધીરેન્દ્ર શાસ્ત્રીના આગામી કાર્યક્રમ અંતર્ગત પોલીસને નિર્દેશ આપવાની માંગ કરનારી જનહીતની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાની ના પાડી દેવામાં આવી છે.
અરજીકર્તાએ ગુજરાત હાઇકોર્ટ પાસે માંગ કરી હતી કે, ધીરેન્દ્ર શાસ્ત્રીના આગામી કાર્યક્રમો દરમિયાન સાંપ્રદાયિક તણાવને વધારો કરનારી કોઇ ગતિવિધિ ન થાય, આ અંગે પોલીસને નિર્દેશ જાહેર કર્યા છે. જોકે, હાઇકોર્ટે જનહીતની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાની ના પાડી દીધી હતી.

અરજદારે વિનંતી કરી હતી કે, ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર કાર્યક્રમ 26 મેથી શરૂ થવાનો છે. પિટિશનર એડવોકેટ કે. આર. કોષ્ટીએ કોર્ટને જણાવ્યું હતું કે, ગુજરાતના ચાર શહેરોમાં સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં 26 મેથી 7 જૂન સુધી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર યોજાનાર છે.
અરજદારે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે, ગુજરાત સરકારે તહસીન પૂનાવાલા કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્દેશોનો અમલ કર્યો નથી, જેમાં સર્વોચ્ચ અદાલતે દ્વેષપૂર્ણ ભાષણો કરનારાઓ સામે પગલાં લેવાની માર્ગદર્શિકા આપી હતી.
અરજદારે ગુજરાત હાઈકોર્ટને ભડકાઉ અને દ્વેષપૂર્ણ ભાષણો આપનારાઓ સામે પગલાં લેવા માટેના નિર્દેશની પણ માંગ કરી છે, જેઓ નફરતભર્યા ભાષણો દ્વારા રાજ્યમાં સમુદાયોમાં સાંપ્રદાયિક તણાવ પેદા કરવા માગે છે.
અરજદારે દલીલ કરી હતી કે, રાજસ્થાનના ઉદયપુરમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ કથિત દ્વેષપૂર્ણ ભાષણ માટે કેસ નોંધવામાં આવ્યો છે. તેમજ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને બિહારમાં તેમના કાર્યક્રમો બાદ તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
