• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નાણાકીય વર્ષ 2019-20માં PGVCLની ખોટ 19.21 ટકા અને MGVCLની ખોટ 10 ટકાથી વધુ

|
Google Oneindia Gujarati News

નાણાંકીય વર્ષ 2019-20માં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL)ની ખોટ 19.21 ટકા રહી છે, જ્યારે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL)ની ખોટ વર્ષ દરમિયાન 10 ટકાથી વધુની રહી છે.

રાજ્ય વીજ વિતરણ ઉપયોગિતાઓ માટે નવમી વાર્ષિક ઇન્ટિગ્રેટેડ રેટિંગમાં પ્રથમ ચાર ક્રમાંક પ્રાપ્ત કર્યા હોવા છતાં, ગુજરાતમાં ચાર પાવર ડિસ્કોમ્સ હજૂ પણ હાઇ એગ્રિગેટ ટેક્નિકલ એન્ડ કમર્શિયસ (AT&C) નુકસાન સાથે ઝઝૂમી રહ્યા છે. નાણાંકીય વર્ષ 2019-20માં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL)ની ખોટ 19.21 ટકા રહી છે, જ્યારે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL)ના AT&Cની વર્ષ દરમિયાન 10 ટકાથી વધુની ખોટ રહી છે.

જુલાઇ મહિનાની શરૂઆતમાં વીજ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી 'રેન્કિંગ્સ એન્ડ નાઇન્થ એન્યુઅલ ઇન્ટિગ્રેટેડ રેટિંગ : સ્ટેટ ડિસ્ટ્રીબ્યુશન યુટિલિટીસ' માં PGVCL માટે હાઇ AT&Cની ખોટ પ્રકાશિત "પાયાની ચિંતાઓ" પૈકીની એક હતી. AT&C નુકસાનમાં ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન નુકસાન, રાજ્ય સરકારો દ્વારા જાહેર કરાયેલી સબસિડીની ચૂકવણીમાં ઘટાડો અને રાજ્ય વિભાગો અને સ્થાનિક સંસ્થાઓ પાસેથી લેણાંની વસૂલાતનો સમાવેશ થાય છે. આ રેટિંગ્સમાં ગુજરાતમાં રાજ્યના ડિસકોમ્સને સૌથી વધુ A + રેટિંગ સાથે પ્રથમ ચાર ક્રમો પ્રાપ્ત કર્યા છે.

PGVCL ચોથા ક્રમે હોવા છતાં PGVCL કરતા નીચા ક્રમાંકિત A + રેટિંગવાળી અન્ય યુટિલિટીસ માટે AT&C નુકસાનની ટકાવારીમાં AT&C માટે વધુ સારા અંકો મળ્યા હતા. જેમાં પંજાબ સ્ટેટ પાવર કોર્પોરેશન લિમિટેડ (7મા ક્રમ) અને દક્ષિણ હરિયાણા બીજલી વીતરાણ નિગમ લિમિટેડ (5મા ક્રમ) માટે AT&C નુકસાનની ટકાવારી અનુક્રમે 14.35 ટકા અને 16.37 હતી. જે 22 જુલાઈના રોજ લોકસભામાં રજૂ કરાયેલા આંકડા મુજબ છે. AT&C નુકસાન સાથે કામ કરતા પેરામીટરમાં સૌથી આગળ હોવા છતાં વીજ મંત્રાલય દ્વારા રેન્કિંગમાં ખર્ચની કાર્યક્ષમતા, નાણાકીય કામગીરી, ટકાઉપણું, નિયમનકારી સુધારાઓ, સરકારી સહાય પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું હતું.

PGVCL

PGVCLના મેનેજિંગ ડિરેક્ટર ધીમંત વ્યાસે જણાવ્યું હતું કે, છેલ્લા નવ વર્ષથી સતત A + રેટિંગ કંપનીની કાર્યક્ષમતાનો પુરાવો છે. કેટલાક વર્ષો પહેલા AT&Cનું નુકસાન 28 ટકા થતું હતું અને PGVCL તેને ઘટાડીને 19 ટકા સુધી પહોંચાડવામાં સફળ રહ્યું છે, પરંતુ અમે તેનાથી સંતુષ્ટ નથી અને તેને વધુ નીચે લાવવા સતત કામ કરી રહ્યા છીએ.

PGVCL કચ્છ સહિત સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓને વીજ પુરવઠો પૂરો પાડે છે. ધીમંત વ્યાસ જણાવે છે કે, PGVCL પાસે વિશાળ ભૌગોલિક સેવા ક્ષેત્ર વિશાળ સાથે મુશ્કેલ ભૂપ્રદેશ છે, જે કારણે પરિણામે કેટલાક AT&Cને નુકસાન થાય છે.

PGVCLનું વિતરણ નેટવર્ક નર્મદા ડેમ પ્રોજેક્ટના કેનાલ નેટવર્ક કરતા પણ લાંબું છે. આ ઉપરાંત PGVCLના કાર્યક્ષેત્રમાં લાંબા દરિયાકિનારાનો પણ સમાવેશ થાય છે, જ્યાં કાટ લાગવાની સમસ્યા મુખ્ય છે. આ ઉપરાંત અમારા ગ્રાહકમાં મોટી સંખ્યામાં ખેડૂતો છે, જેમને ઉંચી સબસિડીવાળા દરે વીજળી મેળવે છે.સ્થાનિક સંસ્થાઓ દ્વારા વીજળીના બીલની ચૂકવણી સમયસર કરવામાં આવતી નથી, ઘણીવાર બે વર્ષ સુધી વીજળી બીલ ભરવાનું બાકી રહે છે, જે માટે કડક ઉધરાણી કરવાની ફરજ પડે છે, એમ વ્યાસે જણાવ્યું હતું.

PGVCL સેવાઓ કુલ 56.11 લાખ વીજ જોડાણોમાંથી 37.64 લાખ (67 ટકા) રહેણાંક, 10.70 લાખ (19 ટકા) કૃષિ, 7.52 લાખ (12.79 ટકા) વ્યાપારી અને ઔદ્યોગિક, 18,152 (0.32 ટકા) વોટર વર્કસ અને 39,981 સામાન્ય લાઇટ જોડાણ હેતુ માટે અને અન્ય છે. PGVCLને રાજ્ય સરકાર પાસેથી નિયમિતપણે વીજ સબસિડીના લેણાં મેળવી રહ્યા છીએ, PGVCLને પૂરતી વીજળી ખરીદવામાં મદદ કરે છે.

આ રેન્કિંગમાં MGVCLને નાણાંકીય વર્ષ 2019-20 દરમિયાન 11.31 ટકા AT&C નુકસાન થયું હતું. વાર્ષિક રેટિંગ્સના મહત્વના તારણોમાં જેમને AT&C લોસ પેરામીટરમાં 10 ટકાથી વધુનું નુકસાન દર્શાવ્યું હોય તેમાં MGVCLનો 11 ડિસકોમ્સમાંનો સમાવેશ થતો હતો. બરાબર સમાન ટકાવારી ધરાવતા અન્ય કંપનીમાં

કેરળ રાજ્ય વીજળી મંડળ, પંજાબ સ્ટેટ પાવર કોર્પોરેશન લિમિટેડ, ઝારખંડ બીજલી વિતરણ નિગમ લિમિટેડ, દક્ષિણ બિહાર પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ અને અન્ય કંપનીઓનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, MGVCLના મેનેજિંગ ડિરેક્ટર ટી. વાય. ભટ્ટ છે.

પાવર ક્ષેત્ર અને નિયમનકારના નિષ્ણાંત કે. કે. બજાજે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ડિસ્કોમ PGVCL કરતા વધુ સારી AT&C રેકોર્ડ ધરાવનારી કેટલીક વીજ કંપનીઓ છે. જો કે, PGVCLએ તેની કામગીરીમાં સુધારો કર્યો છે, પણ કંપનીએ ટોપ 5માં સ્થાન મેળવ્યું છે, જે એક આશ્ચર્યજનક વાત છે.

MGVCL આણંદ, વડોદરા, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર સહિત સાત જિલ્લામાં વીજળીનું વિતરણ કરે છે, જ્યારે PGVCL સૌરાષ્ટ્ર વિસ્તાર અને ભુજને આવરી લેતા 12 જિલ્લાઓમાં વિતરણ કરે છે. MGVCL અને UGVCL બંનેને "બિલ કલેક્શન અને કાર્યક્ષમતામાં સુધારો" લાવવા અને "આગળ વધતા બજેટની જોગવાઈ દ્વારા ગુજરાત સરકાર તરફથી સબસિડીના દાવાઓ"ને સ્પષ્ટ કરવા માટે કહેવામાં આવ્યું છે.

AT&C નુકસાનમાં 10 ટકાથી વધુનો ઘટાડો પ્રાપ્ત કરનારી 15 વીજ કંપનીમાં રાજ્યમાંથી ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL)નો સમાવેશ થાય છે. UGVCLને 6.88 ટકાની AT&C ખોટ હતી, જ્યારે દક્ષિણ વીજ કંપની લિમિટેડને માત્ર 6.22 ટકાની ખોટ હતી.

English summary
In the financial year 2019-20, the loss of West Gujarat Power Company Limited (PGVCL) has been 19.21 per cent, while the loss of Central Gujarat Power Company Limited (MGVCL) has been more than 10 per cent during the year. Despite achieving the top four rankings in the Ninth Annual Integrated Rating for State Power Distribution Utilities, four power discoms in Gujarat are still grappling with High Aggregate Technical and Commercial (AT&C) losses. In the financial year 2019-20, the loss of West Gujarat Power Company Limited (PGVCL) has been 19.21 per cent, while the loss of Central Gujarat Power Company Limited (MGVCL) AT&C has been more than 10 per cent during the year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X