For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી નહી પરંતુ બ્રિટેન ગુજરાતની કદર કરે છે: નરેન્દ્ર મોદી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

manmohan-narendra-modi
અમદાવાદ, 12 ઑક્ટોબર: દેશમાં વિકાસ પુરૂષના નામથી પ્રખ્યાત ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિટેનના નિર્ણયને સમજદારી ભર્યો અને જરૂરી ગણાવતાં વખાણ કર્યાં હતા. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સાત સમુદ્ર પાર બેઠેલા લોકો ગુજરાતનું મહત્વ સમજે પરંતુ દિલ્હીમાં બેઠેલા લોકોને સમજણ પડતી નથી. પાવાગઢની એક રેલીને સંબોધતા નરેન્દ્ર મોદી કહ્યું હતું કે 2002ના ગુજરાતના સમખાણો બાદ 10 વર્ષ માટે તેમના રાજ્યનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો તે પૂર્ણ થતાં બ્રિટેનના નિર્ણયને જરૂરી અને ખાસ જણાવયાં કહ્યું હતું કે દેર આયે દુરસ્ત આયે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2002માં ગુજરાતના સમખાણો બાદ બ્રિટેને ગુજરાત સાથે વિદેશી રોકાણના મુદ્દે ભાગીદારી કરી ન હતી. પરંતુ હવે તે દિલ ખોલીને રોકાણ કરવા માંગે છે. જેની પહેલ પર મોદીએ ટિ્વટર પર લખ્યું હતું કે હું ગુજરાત સાથે સક્રિય ભાગીદારી અને સંબંધો વિશે બ્રિટીશ સરકારના નિર્ણયનું સ્વાગત કરું છું. ભગવાન મહાન છે. આજે બ્રિટીશ સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. દેર આયે પર દુરસ્ત આયે. ગુજરાતમાં સૌથી વધુ રોકાણ બ્રિટનનું છે.

કેન્દ્ર સરકાર તરફથી ક્યારેય ગુજરાતને શાબાશી આપવામાં આવી નથી. કેન્દ્ર સરકારે હંમેશા બેવડુ વર્તન દાખવ્યું છે. મોદીએ કહ્યું હતું કે દિલ્હીમાં સો દેશોના નેતા એક મંચ પર એકસાથે ક્યારેય જોવા મળ્યા નથી. પરંતુ 'વાઇબ્રન્ટ ગુજરાત સમિટ'માં 120 દેશોના નેતા એક સાથે આવ્યાં હતા. નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર અમારી સાથે હોત તો ભારતનું નામ ઘણું ઊંચું હોત અને ગુજરાતની પ્રજાને એ સમસ્યાઓનો સામનો કરવો ન પડતો જે આ આજે સહન કરી રહી છે.

English summary
PM Manmohan Singh has not understood importance of Gujarat But UK has said Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X