For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદી આજથી ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસે, WHO પ્રમુખ પણ રહેશે સાથે, જાણો સમગ્ર કાર્યક્રમ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસે આવી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. અહીં તે ઘણી યોજનાઓનો શિલાન્યાસ અને ઉદઘાટન કરશે. જેમાં તેમનો ગાંધીનગર, બનાસકાંઠા, જામનગર અને દાહોદનો કાર્યક્રમ પણ શામેલ છે. રવિવારે પીએમે ટ્વિટ કરીને કહ્યુ કે આ કાર્યક્રમ વિવિધ ક્ષેત્રોને કવર કરશે અને લોકો માટે ઈઝ ઑફ લિવિંગને પ્રોત્સાહન આપશે. ખાસ વાત એ છે કે આરોગ્ય સંગઠન(ડબ્લ્યુએચઓ)ના મહાનિર્દેશક ડૉ. ટેડ્રોસ ઘેબ્રેયસસ પણ અમુક કાર્યક્રમોમાં તેમની સાથે હાજર રહેશે.

PM modi

માહિતી મુજબ ડબ્લ્યુએચઓ ગ્લોબલ સેન્ટર ફૉર ટ્રેડિશનલ મેડિસિન(જીસીટીએમ)ની આધારશિલા રાખવા માટે જામનગરમાં મંગળવારે કાર્યક્રમ છે. આના માટે ડબ્લ્યુએચઓ ચીફ સોમવારે રાજકોટ પહોંચી જશે અને તે ત્યાં રાત વીતાવશે. આ ઉપરાંત મૉરીશસના પ્રધાનમંત્રી પ્રવિંદ કુમાર જગન્નાથ પણ સોમવારે રાજકોટ પહોંચશે જ્યાં તેમનુ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે સ્વાગત કરવામાં આવશે.

આ છે પ્રધાનમંત્રીનો સમગ્ર કાર્યક્રમ

  • સોમવારે ગુજરાત પહોંચીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લેશે. પીએમ મોદીએ કહ્યુ કે આધુનિક કેન્દ્ર શીખવાના પરિણામોમાં સુધાર માટે ડેટા અને પ્રોદ્યોગિકીનો લાભ ઉઠાવે છે. હું એ લોકો સાથે પણ વાતચીત કરીશ જે શિક્ષણ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે.
  • ત્યારબાદ બનાસકાંઠામાં મંગળવારે બનાસ ડેરી પરિસરમાં કાર્યક્રમ થશે. આમાં નવા ડેરી પરિસર અને બટાકા પ્રોસેસિંગ પ્લાન્ટનો ઉદઘાટન કાર્યક્રમ શામેલ છે. પીએમ મુજબ આ બંને પરિયોજનાઓ સ્થાનિક ખેડૂતોને સશક્ત બનાવશે અને કૃષિ ડેરી ક્ષેત્રમાં મૂલ્યવર્ધનમાં યોગદાન આપશે.
  • મંગળવારે ડબ્લ્યુએચઓ ગ્લોબલ સેન્ટર ફૉર ટ્રેડિશનલ મેડિસિનની આધારશિલા રાખવામાં આવશે. તેમણે કહ્યુ કે આ કેન્દ્ર વેશ્વિક આરોગ્યને આગળ વધારવા માટે પારંપરિક દવાઓના ઉપયોગના પ્રયાસોને મજબૂતી આપશે.
  • ધવારે પ્રધાનમંત્રી ગાંધીનગરના મહાત્મા મંદિરમાં વૈશ્વિર આયુષ રોકાણ અને નવાચાર શિખર સંમેલમાં ભાગ લેશે. ત્યારબાદ તે દાહોદના આદિવાસી મહાસંમેલનમાં જશે.

18 એપ્રિલ, 2022

  • PM મોદી સોમવારે સાંજે 5.30 pm વાગે અમદાવાદ પહોંચશે.
  • પ્રધાનમંત્રી મોદી 6 pm વાગે ગાંધીનગર કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે.
  • પ્રધાનમંત્રી રાજભવનમાં રાત વીતાવશે.

19 એપ્રિલ, 2022

  • પીએમ મોદી બનાસ ડેરીના વિવિધ પ્રોજેક્ટ્સ પૂરા કરશે.
  • પ્રધાનમંત્રી દિયોદરમાં સાર્વજનિક મીટિંગમાં હાજરી આપશે.
  • દિયોદર પછી જામનગરના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી હાજરી આપશે.
  • પીએમ મોદી 1.20 pm વાગે જામનગર પહોંચશે.
  • વિશ્વ આયુર્વેદિક યુનિવર્સિટીમાં કાર્યક્રમમાં હાજરી આપશે.
  • પ્રધાનમંત્રી જામનગરથી અમદાવાદ 5.00 pm વાગે પહોંચશે.

20 એપ્રિલ, 2022

  • પીએમ મોદી મહાત્મા મંદિરના કાર્યક્રમમાં હાજરી આપશે.
  • તેઓ દાહોદ અને પંચમહાલના વિવિધ પ્રોજેક્ટસમાં હાજરી આપશે.
  • પીએમ મોદી 2 pm વાગે દાહોદથી નીકળશે.
  • પીએમ મોદી અમદાવાદ એરપોર્ટથી 6.16 pm વાગે દિલ્લી જવા રવાના થશે.
English summary
PM Modi 3-day Gujarat visit with WHO chief, Know the whole program
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X