વડોદરા ખાતે પીએમ મોદી કરી 11 હજાર દિવ્યાંગોને સહાય

Posted By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વડોદરાની મુલાકાતે છે. ત્યારે વડોદરાના આંતરાષ્ટ્રિય ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યા બાદ મોદી દિવ્યાંગોના કાર્યક્રમમાં હાજરી આપવા નવલખી ગ્રાઉન્ડ પહોંચ્યા હતા. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 10 હજારથી વધુ દિવ્યાંગોને આશરે 9 કરોડની કિંમતની સહાયક કિટનું વિતરણ કરશે. સાથે જ નિર્ભયા હેલ્થ ઇન્સ્યોરન્સ સ્ક્રીમ ઓફ નેશનલ ટ્રસ્ટના ઇ કાર્ડનું પણ વિતરણ કરવાના છે.

PM નરેન્દ્ર મોદી પહોંચ્યા વડોદરા, કર્યા CM રૂપાણીના વખાણ

PM Modi felicitated specially abled people at Vadodara

નોંધનીય છે કે વડોદરાના આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત રાજ્યપાલ ઓ.પી. કોહલી, કેન્દ્રિય સામાજિક ન્યાય અને સ્ત્રી સશક્તિકરણ પ્રધાન થાવરચંદ ગેહતોલ, ઉપ. મુખ્યમંત્રી નીતિન પટેલ, વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરા સમેત કેન્દ્રિય મંત્રી રામદાસ આઠવલે અને કેન્દ્રીય રાજ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ હાજર રહેશે. આ કાર્યક્રમ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરત દિલ્હી જવા રવાના થશે.

English summary
PM Modi felicitated specially abled people at Vadodara Samajik Adhikarita Camp.
Please Wait while comments are loading...