
મોટેરા સ્ટેડિયમથી પીએમ મોદીનું સંબોધન, કહ્યુ- ભારત-યુએસ ફ્રેન્ડશિપ લોંગ લીવ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોટેરા સ્ટેડિયમ ખાતે પોતાના સંબોધનમાં કહ્યુ કે મોટેરા સ્ટેડિયમમાં આજે નવો ઈતિહાસ બની રહ્યો છે. આજે આપણે ઈતિહાસને પૂનરાવર્તિત થતો જોઈ રહ્યા છીએ. પાંચ મહિના પહેલા મેં મારા અમેરિકા યાત્રાની શરૂઆત હ્યુસ્ટનમાં થયેલ હાઉડી મોદી કાર્યક્રમથી કરી હતી. આજે મારા મિત્ર પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની ઐતિહાસિક યાત્રાનો પ્રારંભ અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પથી કરી રહ્યા છે. તમે કલ્પના કરી શકો છો. તેઓ અમેરિકાથી સીધા અહીં પહોંચ્યા છે. આટલી લાંબા પ્રવાસ બાદ ભારતમાં ઉતારતા જ ટ્રમ્પ અને તેમનો પરીવાર સીધો સાબરમતી આશ્રમ ગયો અને પછી આ કાર્યક્રમમાં આવ્યા છે. દુનિયાની સૌથી મોટી ડેમોક્રેસીમાં તમારું હ્રદયથી ખુબ ખુબ સ્વાગત છે. આ ધરતી ગુજરાતની છે. પરંતુ તમારા સ્વાગત માટે જોશ આખા હિન્દુસ્તાનનો છે. આ ઉત્સાહ આ આકાશ સુધી ગુંઝતો આવાજ, આ આખું વાતાવરણ, એરપોર્ટથી લઈ અહીં સ્ટેડિયમ સુધી દરેક તરફ ભારતની વિવિધતાઓથી રંગાયેલ જોવા મળી રહ્યું છે. અને આ બધાની વચ્ચે પ્રેસિડેન્ટ ટ્રમ્પ, મેલેનિયા ટ્રમ્પ, ઈવાંકા અને જેરેડની ઉપસ્થિતિ ભારત-અમેરિકા સંબંધોને એક પરિવાર જેવી મીઠાશ આપી રહ્યું છે.
આ કાર્યક્રમનું જે નામ છે, નમસ્તે તેનો મતલબ પણ બહુ ઉંડો છે. આ દુનિયાની પ્રાચિનતમ ભાષાઓમાંથી એક સંસ્કૃતનો શબ્દ છે જેનો મતલબ થાય માત્ર વ્યક્તિને જ નહિ તેની અંદર રહેલ વ્યાપને પણ અમે નમન કરીએ છીએ. આટલા ભવ્ય સમારોહ માટે હું ગુજરાતના લોકોનો, ગુજરાતમાં રહેતા અન્ય રાજ્યના લોકોનું અભિનંદન કરું છું. મિસ્ટર પ્રેસિડેન્ટ, ફ્રેન્ડ્સ આજે તમે એ ભૂમિ પર છો જ્યાં પાંચ હજાર વર્ષ જૂનો પ્લાન્ડ સિટી ધોલાવીરા રહ્યું છે અને એટલું જ જૂનું લોથલ સીપોર્ટ રહ્યું છે. આજે તમે એ સાબરમતી નદીના તટ પર છો જેનું ભારનતી આઝાદીમાં મહત્વનું સ્થાન રહ્યું છે. તમે આજે વિવિધતાથી ભરેલા એવા ભારતમાં છો જ્યાં કેટલીય ભાષા બોલાય છે, કેટલાય વસ્ત્રો પહેરાય છે અને કેટલાય સમુદાયો છે. મને ખુશી છે કે પ્રેસિડેન્ટ ટ્રમ્પની લીડરશીપમાં ભારત અને અમેરિકાની મિત્રતા વધુ ગાઢ બની છે અને એટલા માટે જ ભારત અને અમેરિકાના સંબંધોનો નવો અધ્યા છે.
મિત્રો પ્રેસિડેન્ટ ટ્રમ્પ બહુ મોટું વિચારે છે અને અમેરિકન ડ્રીમ સાકાર કરવા માટે તેમણે જે કંઈપણ કર્યું છે તેનાથી દુનિયા પરિચિત છે. સમાજમાં બાળકો માટે મેલાનિયા જે કંઈ કરી રહી છે તે પ્રશંસનીય છે. ઈવાંકા બે વર્ષ પહેલા તમે ભારત આવ્યાં હતાં. ત્યારે તમે કહ્યું હતું કે હું બીજીવાર ભારત આવવા માંગીશ. મને ખુશી છે કે આજે તમે ફરીથી અમારી વચ્ચે છો. તમારું સ્વાગત છે. જેરેડ તમારી વિશેષતા છે કે તમે લાઈમ લાઈટથી દૂર રહો છો. પરંતુ તમે જે કામ કરો છો તેનો પ્રભાવ ઘણો પડે છે. તેના દુર્ગામી પરિણામ નિકળે છે. જ્યારે પણ તમને મળવાનો મોકો મળ્યો તો તમે તમારા ભારતીય દોસ્તોની ભરપૂર ચર્ચા પણ કરતા રહો છો. તમને મળીને આજે તમને અહી જોઈને મને બહુ ખુશી થઈ રહી છે.
આ પણ વાંચોઃ સુંદર છોકરીઓને જોઈને પરસેવો છૂટે છે? તો તમને છે આ ફોબિયા
ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું?
દિવસ-રાત એક કરીને દેશ માટે કામ કરે તેવા વ્યક્તિ નરેન્દ્ર મોદીને મારા સાચા મિત્ર કહીને હું ગર્વ અનુભવુ છું. ફર્સ્ટ લેડી અને હું હજારો કિમીથી એ મેસેજ આપવા માટે આવ્યા છીએ કે અમેરિકાએ હંમેશા ભારતમાં ભરોસો રાખ્યો છે. મોટેરા સ્ટેડિયમ ઘણું સુંદર છે. આજે આ સ્ટેડિયમમાં અમારું સ્વાગત કરવા આવેલા સવા લાખ લોકોનું સ્વાગત છે. મેલાનિયા અને મારો પરિવાર આ ભવ્ય સ્વાગતને અમે હંમેશા માટે યાદ રાખશું. આજના દિવસથી જ અમારા હ્રદયમાં ભારત સ્પેશિયલ જગ્યા બનાવી લીધું છે. નાનપણમાં ટી સ્ટોલમાં કામ કરતા, બધા તેમને પ્રેમ કરે છે પણ તે બહુ અઘરા છે. ભારતે બધી જ માણસાઈને આશા આપી છે. માત્ર 70 વર્ષમાં ભારત સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે અને ભારત દુનિયાભરનું લાજવાબ દેશ બની ગયો છે. મોદીના કાર્યકાળમાં બધા જ ગામડાઓમાં લાઈટ પહોંચી. દર મિનિટે દેશના 12 વ્યક્તિ ગરીબીમાંથી બહાર આવે છે. આ દેશ છે જેણે સચિન તેંડુલકરથી વિરાટ કોહલી જેવા ક્રિકેટર આપ્યા છે. ભારત એવો દેશ છે જ્યાંના લોકો દિવાળી, હોળી જેવા પવિત્ર તહેવારો ઉજવાય છે. તમારા દેશની આખા દુનિયામાં પ્રશંસા થાય છે, જ્યાં બધા જ સાંપ્રદાયના લોકો રહે છે, હિન્દુ, મુસ્લિમ, સિખ, ઈસાઈ, જૈન, બૌદ્ધ.
ફર્સ્ટ લેડી અને મેં મહાત્મા ગાંધીના આશ્રમની મુલાકાત લઈને આનંદ ઉઠાવ્યો, અને કાલે અમે રાજઘાટ જઈશું. પછી હું અને ફર્સ્ટ લેડી પ્રેમના પ્રતિક તાજમહેલની મુલાકાત લેશું. હું અને પીએમ મોદી બંને દેશની નીતિઓ વિશે ચર્ચા કરીશું. થોડા સમય પહેલા જ ભારત અને અમેરિકન આર્મીએ એર ટૂ લેન્ડ મિલિટ્રી એક્સરસાઈઝ કરી તે એક આશાનું કિરણ છે. ભારત પાસે શ્રેષ્ઠ આર્મી છે અને અમે શ્રેષ્ઠ મિસાઈલ અને હથિયારો બનાવીએ છીએ જેની અમે ભારત સાથે ડીલ કરી રહ્યા છીએ. આતંકવાદનો કહેર બહુ થયો, સીરિયામાં તાજેતરમાં જ અમે આતંકવાદનો નાશ કર્યો અને આઈએસઆઈએસના મુખ્યા બગદાદીનો ખાતમો કર્યો. બધા જ દેશને પોતાની બોર્ડર સિક્યોર કરવાનો હક છે. ભારત અને અમેરિકા આતંવાદને અટકાવવા સાથે કામ કરશે. અમે પાકિસ્તાનને કડક ચેતવણી આપી છે, આતંકવાદને ખતમ કરવો અમારો લક્ષ્ય છે. જોડે કામ કરીને હું અને પ્રાઈમ મિનિસ્ટર મોદી બંને દેશ માટે સારું હોય તેવી ડીલ કરી શકીશું. બંને દેશ વચ્ચેનું કોમર્સ 40 ટકા વધ્યું છે. અમેરિકા આજે ભારત માટે સૌથી મોટું એક્સપોર્ટ માર્કેટ છે. બે વર્ષ પહેલા મોદીએ મારી દીકરી ઈવાંકાનું હૈદરાબાદમાં ભાવભર્યું સ્વાગત કર્યું હતું, તે બદલ પણ આભાર. અમે મહાન કરાર થવામાં સફળ થશું.