Gujarat News: નર્મદાના ડેડિયાપાડા ખાતે PM મોદીના હસ્તે ₹9700 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
PM નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં નર્મદામાં 'જનજાતીય ગૌરવ દિવસ'ની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી, PMએ દેવમોગરા ધામના દર્શન કર્યા, ₹7667 કરોડના કેન્દ્રીય પ્રોજેક્ટ્સ સહિત કુલ ₹9779 કરોડના વિકાસકાર્યોની ભેટ.

PM Narendra Modi Gujarat Visit: PM મોદીની ઉપસ્થિતિમાં આજે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે 'જનજાતીય ગૌરવ દિવસ'ની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આદિવાસી નાયકોના બલિદાન અને યોગદાનને સન્માન આપવાનો છે, ખાસ કરીને 15 નવેમ્બર 2025ના રોજ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે.
આ પ્રસંગે PM નરેન્દ્ર મોદીએ ગુજરાત અને કેન્દ્ર સરકારના કુલ ₹9700 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.
PM મોદીએ દેવમોગરા ધામના દર્શન કર્યા
કાર્યક્રમની શરૂઆતમાં PM નરેન્દ્ર મોદીએ આદિજાતિ સમાજની શ્રદ્ધાના કેન્દ્ર સમાન સાતપુડાની ગિરિમાળાઓમાં આવેલા પ્રસિદ્ધ દેવમોગરા ધામમાં માતાજીની પૂજા-અર્ચના કરીને આશીર્વાદ લીધા હતા. તેમની મુલાકાત દરમિયાન રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના આદિજાતિ કલાકારોએ પરંપરાગત વેશભૂષામાં તેમનું સ્વાગત કર્યું હતું.
₹9700 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ
નર્મદાના ડેડિયાપાડા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વડાપ્રધાને ગુજરાતને વિકાસકાર્યોની મોટી ભેટ આપી.
- કેન્દ્ર સરકાર: ₹7667 કરોડના મૂલ્યની વિવિધ પરિયોજનાઓ (જેમાં 190 આશ્રમ શાળાઓ, 50 એકલવ્ય મોડેલ સ્કૂલ, 748 કિ.મી. રોડ કનેક્ટિવિટી, 1 લાખ પાકા આવાસોનું લોકાર્પણ વગેરેનો સમાવેશ)નું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
- રાજ્ય સરકાર: ₹2112 કરોડના વિકાસકાર્યોની ભેટ આપવામાં આવી.
- લોકાર્પણ: પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત રાજ્યભરમાં 61,125 આવાસોનું લોકાર્પણ, ડાંગમાં વઘઇ-સાપુતારા રોડ અને છોટાઉદેપુરમાં પાણી પુરવઠા યોજનાઓનો સમાવેશ.
- ખાતમુહૂર્ત: માર્ગ અને મકાન વિભાગના મોવી-ડેડિયાપાડા રોડ, હાલોલમાં 100 બેડની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, વડોદરાના ખાનપુર ખાતે મલ્ટિએક્ટિવિટી સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ વગેરેનો સમાવેશ.
વડાપ્રધાને સભાને સંબોધન પણ કર્યું હતું અને ભગવાન બિરસા મુંડાના જીવન પર આધારિત એક વિશેષ નાટ્ય પ્રસ્તુતિનું આયોજન એકતાનગર ખાતે કરવામાં આવ્યું હતું.
ભગવાન બિરસા મુંડા એક પરંપરા છે: PM મોદી
PM નરેન્દ્ર મોદીએ ભગવાન બિરસા મુંડાને યાદ કરતાં કહ્યું,
"ધરતી આબા ભગવાન બિરસા મુંડાએ સમાજ માટે જીવન સમર્પિત કર્યું... આ કારણે તેઓ આજે પણ આપણી આસ્થાઓમાં, આપણી ભાવનાઓમાં ઉપસ્થિત છે. આપણાં બધા માટે ધરતી આબા ભગવાન બિરસા એક વ્યક્તિ નહીં પણ એક પરંપરા છે. જે સમયે મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકામાં રંગભેદ સામે અવાજ ઉઠાવી રહ્યા હતા, લગભગ તે જ સમયે બિરસા મુંડા ગુલામી વિરુદ્ધ એક અધ્યાય લખી ચૂક્યા હતા."
જનજાતીય ગૌરવ રથયાત્રાનું સમાપન
જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણીના ભાગરૂપે CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આયોજિત જનજાતીય ગૌરવ રથયાત્રાનું સમાપન 13 નવેમ્બરના રોજ એકતાનગર ખાતે કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં 7 લાખથી વધુ લોકો વિવિધ કાર્યક્રમોમાં જોડાયા હતા.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા






Click it and Unblock the Notifications
