For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત પહોંચ્યા પીએમ નરેન્દ્ર મોદી, મા સાથે કરી મુલાકાત, લીધા આશીર્વાદ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની 144મી જયંતિ પર ગુજરાતના કેવડિયામાં સ્થિત સ્ટેચ્યુ ઑફ યુનિટીને શ્રદ્ધાંજલિ આપશે.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની 144મી જયંતિ પર ગુજરાતના કેવડિયામાં સ્થિત સ્ટેચ્યુ ઑફ યુનિટીને શ્રદ્ધાંજલિ આપશે. આ સાથે જ તમામ કાર્યક્રમમાં ભાગ લેશે. પીએમ મોદી ગુજરાત પહોંચી ગયા છે અને અહીં પહોંચતા જ પીએમે પોતાની મા સાથે મુલાકાત કરી છે. ગુજરાત પહોંચીને પીએમ મોદી ગાંધીનગર ગયા અને અહીં પોતાની મા હીરાબેન સાથે મુલાકાત કરી અને તેમના આશીર્વાદ લીધા. તમને જણાવી દઈએ કે સરદાર પટેલની 144મી જયંતિના પર્સંગે સ્ટેચ્યુ ઑફ લિબર્ટી આસપાસના વિસ્તારોને ભવ્ય રીતે સજાવવામાં આવ્યા છે.

narendra modi

પ્રધાનમંત્રી મોદી ગાંધીનગર પહોંચ્યા છે ત્યાં તે રાજભવનમાં નિવાસ કરશે. ત્યારબાદ ગુરુવારે તે સવારે લગભગ સવા આઠ વાગે સરદાર પટેલની પ્રતિમા પર પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ આપશે. ત્યારબાદ પીએમ મોદી અર્ધસૈનિક દળની પરેડમાં શામેલ થશે. તમને જણાવી દઈએ કે સ્ટેચ્યુ ઑફ યુનિટી પર રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમ એકતા પરેડ થશે જેમાં દેશભરના પોલિસ જવાન ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે 31 ઓક્ટોબર 2014થી દર વર્ષે આ દિવસે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે મનાવવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે પીએમ મોદી મંગળવારે જ સઉદી અરબના પ્રવાસેથી પાછા ફર્યા છે. આ દરમિયાન પીએમે ફ્યુચર ઈન્વેસ્ટમેન્ટ ઈનિશિએટીવના એક સત્રને પણ સંબોધિત કર્યુ. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યુ કે મારી પૃષ્ઠભૂમિ કોઈ મોટા રાજકીય પરિવારની નથી. મે ગરીબી પુસ્તકોમાંથી નથી શીખી પરંતુ હું તેમાં રહ્યો છુ. હું અહીં સુધી રેલવે પ્લેટફોર્મ પર ચા વેચીને પહોંચ્યો છુ. અમુક વર્ષોમાં ભારત ગરીબીને સમાપ્ત કરવામાં સફળ થઈ જશે. ગરીબી સામે મારી લડાઈ ગરીબોને સશક્ત બનાવવાથી છે. ગરીબોને સમ્માન જોઈએ. જ્યારે એક ગરીબ કહે છે કે તે જાતે જ ગરીબીને ખતમ કરી દેશે તો આનાથી મોટી સંતુષ્ટિ બીજી કોઈ નથી. બસ આપણે તે સમ્માન આપવા અને તેને સશક્ત બનાવવાની જરૂર છે.

આ પણ વાંચોઃ આજે અડધી રાત્રે જમ્મુ-કાશ્મીરમાં થશે બે કેન્દ્ર શાસિત પ્રદેશનો ઉદય, બધું બદલાઈ જશેઆ પણ વાંચોઃ આજે અડધી રાત્રે જમ્મુ-કાશ્મીરમાં થશે બે કેન્દ્ર શાસિત પ્રદેશનો ઉદય, બધું બદલાઈ જશે

English summary
PM Modi reaches to Guajarat meet his mother Heeraben in Gandhinagar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X