નરેન્દ્ર મોદીનો આજના સમગ્ર કાર્યક્રમ વિષે જાણો અહીં

Posted By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે 22મી ઓક્ટોબરે ગુજરાતના વડોદરા શહેરની મુલાકાતે છે. આજે પીએમ મોદી અને સીએમ વિજય રૂપાણી બન્ને વડોદરા ખાતે હાજર રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વડોદરા ખાતે નવા ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ધાટન કરશે. અને તે બાદ દિવ્યાંગોના સાધન સહાય કાર્યક્રમમાં હાજરી આપશે. અને અંદાજે 9 કરોડના સહાયક ઉપકરણો અને સુવિધાઓ જરૂરિયાતમંદ લોકોને આપશે.

PM નરેન્દ્ર મોદી પહોંચ્યા વડોદરા, કર્યા CM રૂપાણીના વખાણ

આ પ્રસંગે વડાપ્રધાન સમતે મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્યપાલ ઓ.પી. કોહલી, કેન્દ્રિય સામાજિક ન્યાય અને સ્ત્રી સશક્તિકરણ પ્રધાન થાવરચંદ ગેહતોલ, ઉપ. મુખ્યમંત્રી નીતિન પટેલ, વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરા સમેત કેન્દ્રિય મંત્રી રામદાસ આઠવલે અને કેન્દ્રીય રાજ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ વડોદરા ખાતેના કાર્યક્રમોમાં હાજર રહેશે.

ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમગ્ર કાર્યક્રમ અંગે વધુ વાંચો અહીં.....

પીએમની સુરક્ષા વ્યવસ્થા

પીએમની સુરક્ષા વ્યવસ્થા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સાંસ્કૃતિક નગરી વડોદરાની મુલાકાતે છે ત્યારે તેમની સુરક્ષા વ્યવસ્થા માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. કાર્યક્રમને જોતા સુરક્ષાની કોઇ પણ ચૂક ના થાય તે માટે 3 આઇજીપી, 14 એસપી, 31 ડીવાયએસપી, 46 પીઆઇ, 106 પીઆઇનો કાફલો તેમની સુરક્ષામાં તૈયાર રહેશે.

મોદીની સુરક્ષા માટે વોચ ટાવર

મોદીની સુરક્ષા માટે વોચ ટાવર

મોદીની સુરક્ષા ખાસ એસપીજી કમાન્ડો દ્વારા કરવામાં આવશે. વધુમાં 997 કોન્સટેબલ, 155 મહિલા પોલિસ, 675 એલઆરડી સુરક્ષાકર્મી આ કાર્યક્રમો દરમિયાન તૈનાત રહશે. સાથે જ કુલ 6 વોચ ટાવર પણ ઊભા કરવામાં આવશે. જેમાંથી 2 વોચ ટાવર વડોદરા એરપોર્ટ પર, 2 વોચ ટાવર નવલખી ગ્રાઉન્ડ પર અને 2 વોચ ટાવર એસપીજી કમાન્ડોના સૂચન મુજબ ઊભા કરવામાં આવશે.

પીએમ મોદીનો કાર્યક્રમ

પીએમ મોદીનો કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે 12:55 દિલ્હીથી વડોદરા જવા રવાના થશે. અને બપોરે 2:55 વડોદરા પહોંચશે. જ્યાં તે પહેલા વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ધાટન કરશે.

દિવ્યાંગોનો કાર્યક્રમ

દિવ્યાંગોનો કાર્યક્રમ

વડોદરા એરપોર્ટથી પીએમ દિવ્યાંગોના કાર્યક્રમ માટે નવલખી ગ્રાઉન્ડ જશે. જ્યાં મોદી 10 હજાર દિવ્યાંગોને સાધન સામગ્ર આપશે. સાથે જ નિર્ભયા હેલ્થ ઇન્સ્યોરન્સ સ્કીમ ઓફ નેશનલ ટ્રસ્ટના ઇ કાર્ડનું પણ વિતરણ કરશે. અને તે બાદ રાતના વડોદરાથી દિલ્હી જવા રવાના થશે.

English summary
Read here, PM Modi's Vadodara visit and program details.
Please Wait while comments are loading...