For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓળખ છુપાવી સરકારી હોસ્પિટલમાં સારવાર કરાવી રહ્યા છે, PM મોદીના કાકા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાકા કાંતિલાલ મોદી સુરતની સરકારી હોસ્પિટલમાં સારવાર કરાવવા આવ્યા હતા, પરંતુ અહીં તેમણે વડા પ્રધાન સાથેના સંબંધોને છુપાવવાનો પ્રયત્ન કર્યો હતો

|
Google Oneindia Gujarati News

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાકા કાંતિલાલ મોદી સુરતની સરકારી હોસ્પિટલમાં સારવાર કરાવવા આવ્યા હતા, પરંતુ અહીં તેમણે વડા પ્રધાન સાથેના સંબંધોને છુપાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આ વાત સામે આવતા જ દરેક આશ્ચર્યચકીત થઇ ગયા. કાંતિલાલનું કહેવું છે કે તેઓ વડા પ્રધાનના નામથી કોઈ સ્પેશ્યલ સુવિધા લેવા માંગતા ન હતા, તેથી તેમણે તેમની ઓળખ છુપાવી હતી.

યુરિન ઇન્ફેક્શનની સારવાર કરાવવા માટે હોસ્પિટલ પહોંચ્યા

યુરિન ઇન્ફેક્શનની સારવાર કરાવવા માટે હોસ્પિટલ પહોંચ્યા

માહિતી અનુસાર, કાંતિલાલ મોદી યુરીન ઇન્ફેક્શનની સારવાર કરાવવા બુધવારે સુરત સરકારી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. તેઓએ તેમની ઓળખ છુપાવવા પ્રયત્ન કર્યો. વડાપ્રધાન પોતે તેમના ભત્રીજા છે, તે વાત સામે ન આવે તે માટેના તમામ પ્રયત્નો કર્યા.

હકીકત સામે આવ્યા પછી આશ્ચર્ય પામ્યા લોકો

હકીકત સામે આવ્યા પછી આશ્ચર્ય પામ્યા લોકો

જો કે, હોસ્પિટલમાં પૂછપરછ દરમિયાન, જ્યારે હોસ્પિટલના લોકો સામે આ હકીકત આવી ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઇ ગયા. તપાસ દરમિયાન તેમને સર્જરીની જરૂરિયાત હોવાના કારણે મેડિસિનથી સર્જરી ડિપાર્ટમેન્ટમાં ખસેડવામાં આવ્યા છે.

મોદીની માતાથી લઈને ભાઈ સુધી, સામાન્ય જીવન ગાળે છે

મોદીની માતાથી લઈને ભાઈ સુધી, સામાન્ય જીવન ગાળે છે

જણાવી દઈએ કે પ્રધાનમંત્રી મોદીની માતાથી લઈને ભાઈઓ સુધી, બધા જ સામાન્ય નાગરિકની જેમ જીવન વ્યતીત કરે. તેવી જ રીતે, વડા પ્રધાનના 81 વર્ષના કાકા કાંતિલાલ મોદી પણ શહેરના અડાણજ વિસ્તારમાં સ્થિત રુદ્ર રેસીડેન્સીમાં રહે છે અને સામાન્ય જીવન વિતાવે છે અને પોતાને વડા પ્રધાનના કાકા તરીકે પોતાની ઓળખાણ કરાવતા નથી. અહીં પણ તેમણે પોતાની ઓળખ છુપાવી લેવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ વાત સામે આવી જવાથી હોસ્પિટલના અધિકારીઓ સહિત શહેરના લોકોએ તેમની ભાવનાઓની ખુબ પ્રશંસા કરવા લાગ્યા છે.

English summary
pm modi uncle treated in government hospital by hiding identity
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X