રવિવારથી PM મોદી 2 દિવસ માટે ગુજરાતમાં, કરશે આટલા લોકાર્પણ કાર્યો

Posted By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 અને 23 ઓક્ટોબરના રોજ ગુજરાતના કચ્છ અને દક્ષિણ ગુજરાતની મુલાકાત લઇને વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા પીએમ મોદી દ્વારા આ લોકાપર્ણના કામોને જનતા માટે ખુલ્લા મૂકવામાં આવશે. જેમાં ઘોઘા-દહેજ ફેરી સર્વિસનું લોકાર્પણ મહત્વનું છે. પીએમ મોદી પ્રથમ પેસેન્જર ફેરી બોટમાં બેસી ઘોઘાથી દહેજ મુસાફરી કરશે. આ રો-રો ફેરી સર્વિસ શરૂ થવાથી 150 જેટલા વાહનો અને 1000 જેટલા મુસાફરો આ સેવાનો લાભ લઇ શકશે. જેથી ભાવનગર અને દહેજની વચ્ચે સડક માર્ગ પર ટ્રાફિક પણ ઓછા થશે અને આ દરિયાઇ માર્ગ ખુલ્લો થતા ભાવનગર દહેજ વચ્ચેનું અંતર પણ ઓછું થશે. વધુમાં ઘોઘા ખાચે ટર્મિનલ શરૂ થયા પછી આવનારા સમયમાં ઘોઘા મુંબઇ અને સુરતને પણ ફેરી સર્વિસથી જોડવાની યોજના સરકાર વિચારી રહી છે.

modi

આ બે દિવસના ગુજરાત પ્રવાસમાં પીએમ મોદી ભરૂચ ખાતે નર્મદા વોટર પમ્પિંગ સ્ટેશન અને કંડલા ખાતે રાજ્યના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. સાથે જ ગાંધીનગર ખાતે આફ્રિકન વિકાસ બેંકના કાર્યક્રમમાં પણ હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકતો વધી ગઇ છે. અને ચૂંટણીની તારીખ લાગુ થાય અને આચાર સંહિતા લાગુ થાય તે પહેલા ભાજપ અને મોદી સરકાર તેમના મહત્વના પ્રોજેક્ટનું લોકાપર્ણ કરીને તેમની સરકારે વિકાસનો કેવા વાવટો ફરકાવ્યો છે તે બતાવી દેવા માંગે છે. જેથી ચૂંટણી વખતે આ તમામ વસ્તુઓ ગણાવી શકાય.

English summary
PM Modi To Visit Gujarat On October 22, To Launch Several Projects
Please Wait while comments are loading...