પહેલી વાર દેશની કોઇ મસ્જિદમાં જશે PM મોદી, નમાજનો રાખશે ખ્યાલ!

Posted By:
Subscribe to Oneindia News

જાપાનના વડાપ્રધાન શિન્જો આબે આજે ભારતના પ્રવાસ પર છે. અહીં તે દેશની પહેલી વર્લ્ડ હેરિટેજ સીટી અમદાવાદની મુલાકાત લેશે. બે દિવસના તેમના આ પ્રવાસ વખતે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સીદી સૈયદની જાળીની પણ મુલાકાત લેશે. નોંધનીય છે કે સીદી સૈયદની જાળીની આ મુલાકાત દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી વાર દેશની કોઇ મસ્જિદમાં પગ મૂકશે. વળી તે સાથે પીએમ મોદી તેમની આ મુલાકાત તે રીતે ગોઠવી છે કે જેથી મુસ્લિમ બિરાદરોને નમાજ વખતે કોઇ અડચણ ના પડે. સાંજની નમાજ પછી જ પીએમ મોદી જાપાનના પીએમ સાથે અહીં મુલાકાત કરશે. 

અબુ ધાબી

અબુ ધાબી

નોંધનીય છે કે નરેન્દ્ર મોદી જ્યારે 2014માં દેશના વડાપ્રધાન બન્યા હતા તે પછી તે 2015માં યુએઇ ગયા હતા અને તે સમયે અબુ ધાબીમાં ત્યાં જ પ્રસિદ્ધ મસ્જિદ શેખ જાયદની મુલાકાત તેમણે લીધી હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાતના સીએમ હતા ત્યારે અને તે પછી દેશના વડાપ્રધાન બન્યા ત્યારે પણ તેવી ક્યારેય નથી બન્યું કે તેમણે કોઇ મસ્જિદની મુલાકાત લીધી હોય.

સીદી સૈયદની જાળી

સીદી સૈયદની જાળી

ઉલ્લેખનીય છે કે સીદી સૈયદની જાણી તેની નક્કાશી માટે પ્રસિદ્ધ છે. આ મસ્જિદને ગુજરાતના રાજાએ 1573માં બનાવી હતી. આ મસ્જિદની જાળીમાં જે વૃક્ષની બેનમૂન ડિઝાઇન નક્કાશીથી બનાવવામાં આવી છે. જેને જોવા માટે દૂર દૂરથી લોકો અહીં આવે છે. બ્રિટિશ કાળમાં તેનો ઉપયોગ અંગ્રેજો ઓફિસ તરીકે કરતા હતા.

મોદી બનશે ગાઇડ?

મોદી બનશે ગાઇડ?

માનવામાં આવી રહ્યું છે કે આ જાળી અને મસ્જિદની ખાસિયત અંગે જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ તમામ વાતો જણાવશે. નોંધનીય છે કે સાંજ અને સવારે જ્યારે આ જાળીમાંથી સૂર્યના કિરણો પસાર ત્યારે તેની શોભા વધી જાય છે.

સીદી સૈયદની જાળી

સીદી સૈયદની જાળી

નોંધનયી છે કે પીએમ નરેન્દ્ર મોદી અને જાપાનના પીએમ શિન્ઝે આબે આ મસ્જિદની મુલાકાત સાંજે 6:15 કરશે. વધુમાં આ માટે ખાલ લાઇટનિંગ પણ કરવામાં આવ્યું છે. ત્યારે આજે સાંજે તેવું પહેલી વાર બનશે જ્યારે પીએમ મોદી દેશ અને ગુજરાતની કોઇ મસ્જિદની અધિકૃત મુલાકાત લેશે.

English summary
PM Modi to visit mosque first time in India with Shinzo Abe in Ahemdabad. PM Modi to tell the specifics of the mosque to Abe.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.