For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભૂપેન્દ્ર પટેલ આવતી કાલે ગાંધીનગર હેલિપેડ વિધાનસભા ખાતે શપથ લેશે

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની ધારાસભ્યદળની બેઠકમાં સર્વાનુમતે પસંદગી કરવામાં આવી છે. ત્યાર બાદ રાજ્યપાલને ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે પસંદ કરવામા આવ્યા હોવાનો પત્ર સુપરત કરવામાં આવ્યો હતો. આ પત્રમાં કરવ

|
Google Oneindia Gujarati News

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની ધારાસભ્યદળની બેઠકમાં સર્વાનુમતે પસંદગી કરવામાં આવી છે. ત્યાર બાદ રાજ્યપાલને ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે પસંદ કરવામા આવ્યા હોવાનો પત્ર સુપરત કરવામાં આવ્યો હતો. આ પત્રમાં કરવામાં આવેલી માગને ધ્યાનમાં રાખીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સરકારની રચના કરવામાં આમંત્રણ આપ્યુ હતુ. સોમવાર બપોરના 2 વાગ્યે શફથ ગ્રહણ સમારોહ સચિવાલયના હેલિપેડ ગ્રાઉન્ડ ગાંધીનગર ખાતે યોજાશે.

Bhupendra patel

આ પ્રતિનિધિ મંડળમાં ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, પૂર્ણેશ મોદી, ઋષિકેશ પટેલ, કનુ દેસાઇ, શંકર ચૌધરી, ગણપત વસાવા રમણલાલ વોરા, પંકજ દેસાઇ, જીતુ વાઘાણી સહિતના નેતાઓનો ઉપસ્થિત રહ્યા હતા.

નવી રચાયેલી ગુજરાત સરકારના શપથ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રીઓ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ ગુજરાતના સંસદસબ્યો ઉરાંત આમંત્રીત મહાનુભાવો હાજરી આપશે. શપથવિધિમાં મુખ્યમંત્રી ઉપરાંત કેબિનેટના મંત્રીઓ પણ શફથ લેશે.

English summary
PM Modi will be present at the swearing-in ceremony of Bhupendra Patel
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X