For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક દિવસના વિરામ બાદ ફરી પીએમ મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે

ગુજરાત વિધાનસભાની ચૂટણી આડા ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પ્રધાનમંત્રી ફરી ગુજરાતમાં બે દિવસના પ્રવાસે આવશે. 27 અને 28 નવેમ્બરના રોજ ચૂંટણી પ્રચાર કરશે. સૌરાષ્ટ્ર કચ્છમાં ઝંઝાવતી ચૂંટણી પર્ચાર કર્યા બાદ મોદી આજે દક

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાની ચૂટણી આડા ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પ્રધાનમંત્રી ફરી ગુજરાતમાં બે દિવસના પ્રવાસે આવશે. 27 અને 28 નવેમ્બરના રોજ ચૂંટણી પ્રચાર કરશે. સૌરાષ્ટ્ર કચ્છમાં ઝંઝાવતી ચૂંટણી પર્ચાર કર્યા બાદ મોદી આજે દક્ષિણ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે. સુરતમાં આમ આદમી પાર્ટીનું જોર વધારે છે ત્યારે મોદી સુરતમાં 27 કિમીનો સૌથી લાંબો રોડ શો કરશે. જેમા સૂરતના 12 બેઠકોને આવરી લેવામાં આવશે.

NARENDRA MODI

સુરતમાં આમ આદમી પાર્ટીનું જોર વધારે જોવા મળે છે. તેમજ પાટીદારોનો ગઢ પણ છે. આપ દ્વારા પાસના મોટા ભાગના નેતાઓને ચૂટણી મેદાને ઉતાર્યા છે. એટલે પાટીદારો આપ તરફ વળ્યા છે. જેને લઇને સુરતમાં આ વખતે ત્રિપાંખીયો જંગ જોવા મળશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવશે જેમા તે 1 વાગ્યે ભરૂચના નેત્રાંગમાં વિજય વિશ્વાસ સંમેલનમાં સંબોધન કરશે. ત્યાર બાદ બપોરે 3:30 વાગ્યે ખેડામાં અને સાંજે 6:30 વાગ્યે સુરતમાં જંગા જાહેર સભાને સંબોધન કર્યા બાદ વરાછામાં જનસભા પહેલા પીએમ મોદી સુરતમાં એરપોર્ટથી જનસભા સ્થળ સુધી મેગા રોડ શો કરશે. જેમા સુરતની 12 વિધાનસભા બેઠકોને આવરી લેવામાં આવશે.

સુરતની વિધાનસભાની બેઠકોની વાત કરવામા આવે તો કતારગામ, વરાાછા, કામરેજ, ઓલપાડ, કરંજ અને સુરત પૂર્વ સહિતની બેઠખના ઉમેદવારો અે ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે.

English summary
PM Modi will campaign in Gujarat for two days
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X