For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદી વડોદરામાં 1 લાખ 41 હજાર મકાનોનું ખાતમૃહુર્ત-લોકાર્પણ કરશે!

આગામી 18 જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાત આવી રહ્યા છે ત્યારે તેઓ વડોદરા ખાતે 21,000 કરોડથી વધુના વિવિધ વિભાગના પ્રકલ્પોનું અનાવરણ, ખાતમુહુર્ત અને ઈ-લોકાર્પણ કરશે.

By Desk
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 15 જૂન : આગામી 18 જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાત આવી રહ્યા છે ત્યારે તેઓ વડોદરા ખાતે 21,000 કરોડથી વધુના વિવિધ વિભાગના પ્રકલ્પોનું અનાવરણ, ખાતમુહુર્ત અને ઈ-લોકાર્પણ કરશે. આ કાર્યક્રમ દરમિયાન રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ઘરનું ઘર મળી રહે તે માટે શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શહેરી અને ગ્રામીણ વિસ્તારના લોકો માટે કુલ 1 લાખ 41 હજાર આવાસોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે.

PM Modi

સમગ્ર રાજ્યના 33 જિલ્લાઓના ગ્રામીણ ક્ષેત્રોમાં 1 લાખ આવાસોનું લોકાર્પણ તેમજ શહેરી ક્ષેત્રોમાં 41 હજાર આવાસોમાંથી 38,071નું લોકાર્પણ અને 2999 ઘરોનું ખાતમુહુર્ત કરવામાં આવશે.

આજ દિન સુધીમાં રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં 3 લાખ 72 હજાર 865 આવાસોનું નિર્માણ કરવામાં આવેલ છે, જે પૈકી 14 આદિવાસી જીલ્લાઓમાં જ સૌથી વધુ 2 લાખ 93 હજાર આવાસોનું નિર્માણ કરવામાં આવેલ છે. કોરોનાની મહામારી તેમજ ચોમાસાના કારણે વિલંબ થયા બાદ એક માસના ટુંકા ગાળામાં અન્ય એક લાખ જેટલા આવાસોને મંજૂરી આપવામાં આવી છે. સાથે સાથે આ કામગીરીનું સઘન મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે અને તેના પરિણામે છેલ્લા થોડાક જ માસમાં 90 હજારથી વધુ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. સાથે જ શહેરી વિસ્તારોમાં 6.24 લાખ આવાસો બનાવવામાં આવ્યા છે.

ગુજરાતના શહેરો અને ગામડાઓને ઝૂંપડપટ્ટીમાંથી મુક્ત કરવા અને શહેરી વિસ્તારમાં વસતા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને વ્યાજબી કિંમતે આવાસ પૂરા પાડી શકાય તેવા ઉમદા હેતુ સાથે 25 જૂન, 2015ના રોજ રાજ્ય સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અમલમાં મૂકવામાં આવી હતી. ત્યારબાદ રાજ્યના ગ્રામ્ય વિસ્તારના કુટુંબનો પોતાના સ્વપ્નનું ઘર મળે અને તેમનું જીવનધોરણ ઊંચું આવે તેવા ઉદ્દેશથી 20 નવેમ્બર, 2016ના રોજ ગુજરાત સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અમલી બનાવવામાં આવી હતી. આજે રાજ્યના લાખો પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજનાના કારણે પોતાનું ઘર મળ્યુ છે.

English summary
PM Modi will inaugurate 1 lakh 41 thousand houses in Vadodara!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X