ગુજરાતની ચૂંટણી આવે ત્યારે એક પાર્ટીને તાવ વધારે આવે છે : PM

Posted By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની હાજરમાં આજે ભાટ ખાતે ગુજરાત ગૌરવ મહાસંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં 7 લાખથી વધુ લોકો હાજર રહેશે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારશે. ત્યારે આ કાર્યક્રમમાં સૌ પ્રથમ ભૂતપૂર્વ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે અને ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે સભાને સંબોધન કરવાનું શરૂ કર્યું હતું. જે બાદ અમદાવાદ એરપોર્ટથી ભાટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા. અહીં રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે પીએમ મોદી કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા. ત્યારે તેમના આ કાર્યક્રમની તમામ વિગતો અને પળે પળની માહિતી વાંચો નીચે...

modi

પીએમ મોદીનું ભાષણ
પીએમ નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમમાં તેમના ભાષણમાં કહ્યું હતું કે એક તરફ વંશવાદ વાળી પાર્ટી છે અને બીજી તરફ આર્દશ વાળી સંકલ્પબદ્ધ ભારતીય જનતા પાર્ટી છે. લોકતંત્રમાં ચૂંટણી એક યજ્ઞ હોય છે. તેમાં મતદાતાથી લઇને કાર્યકર્તાઓ આ યજ્ઞના માધ્યમથી વધુ સારું કરવાનો સંકલ્પ કરે છે. સતયુગથી આપણે સાંભળીએ છીએ જ્યારે જ્યારે યજ્ઞ થાય છે ત્યારે તેને રોકવા માટે વિધ્ન માટે કોઇને કોઇ આવે છે. જે લોકોને આ યજ્ઞનું ફળ નથી મળવાનું તેમના માટે આ યજ્ઞને અપવિત્ર કરવા સિવાય કોઇ કામ નથી. પણ આપણે આ ચૂંટણી યજ્ઞને આગળ વધારીશું. દંભ, બાહુબળ અને વંશવાદથી ચાલતી પાર્ટીઓ આપણે જોઇ છે. અમિત શાહે ભારતના દરેક ભાગમાં કેસરિયો લહેરાવ્યો છે.

રાહુલને કોંગ્રેસ પર નિશાન

રાહુલ ગાંધી પર ટિપ્પણી કરતા તેમણે કહ્યું કે જે પાર્ટીના અનેક નેતા, વડાપ્રધાન આપ્યા છે તે પાર્ટીની ભાષા આટલી નીચે કેવી રીતે પડી શકે. તે પાર્ટીના ખોટી રીતે અને નકારાત્મક રીતે ચૂંટણી જીતવાની તેમના વિચારને કદી સફળ નહીં થવા દઇએ. જ્યારે ગુજરાતની ચૂંટણી આવે છે ત્યારે એક પાર્ટીને તાવ થોડો વધારો આવે છે. સરદાર પટેલ જોડે આ પાર્ટીએ શું કર્યું? મણીબેન પટેલ સાથે કોંગ્રેસ શું કર્યું તે વાતનો ઇતિહાસ બધા જાણે છે. મોરાજી દેસાઇ કામને કદી ઉગરવા નથી દીધી. મોરાજીભાઇને પાડવામાં તેમને કોઇ તક છોડી નથી. ગુજરાત પ્રતિ કોંગ્રેસને હંમેશા દ્રેષ રહ્યો છે. માધવ સિંહ સોલંકી જે તેમની જ પાર્ટીના હતા તેમને પણ ગાંધી પરિવારને બચાવવા માટે બલિ પર ચઢાવવામાં આવ્યા છે. તેમને કોઇ પણ પાર્ટીનો ગુજરાતી કેમ ના હોય કોંગ્રેસને કદી સહન નથી થયા. ગુજરાતીઓ પ્રતિ દ્રેષના કારણે નર્મદા યોજનાને તેમણે પરિપૂર્ણ નથી કરવા દીધી. સરદાર પટેલની યોજનાને પણ તેમણે પરિપૂર્ણ નહતી થવા દીધી.

GST પર કોંગ્રેસને તંજ

પીએમ મોદીએ આ પ્રસંગે કહ્યું કે કોંગ્રેસ શું વિકાસના મુદ્દા પર ચૂંટણી લડવાની હિંમત ધરાવે છે? કોંગ્રેસ હંમેશા કોમી તોફાનો, જાતિવાદી જહેર, લોકોને ભ્રમિત કરીને ચૂંટણી લડી છે. વિકાસના મુદ્દે કદી કોંગ્રેસ કદી લડી નથી. જે ગુજરાત તેમને પસંદ નહતી, સરદાર પટેલ જેમને પસંદ નહતા. ભારતીય જનતા પાર્ટીથી કાંપવું કોંગ્રેસ માટે સ્વાભાવિક છે. કોંગ્રેસ દર વખતે અમને નવી ગાળ આપવાનું કામ કર્યું છે. જ્યારે કંઇ ના ચાલ્યું ત્યારે વિકાસને ગાળ આપવાનું શરૂ કરી દીધું કોંગ્રેસે. વધુમાં જીએસટી મામલે બોલતા તેમણે કહ્યું કે જીએસટીનો નિર્ણય તમામ પાર્ટીને પુછાઇને લેવાયો હતો. કોંગ્રેસ જીએસટી નામે જુઠ્ઠાણા ચલાવવાનું બંધ કરે છે. જીએસટીના નિર્ણયમાં તમે પણ ભાગીદાર છો.

અમિત શાહનું ભાષણ

કોંગ્રેસ પાર્ટી વિકાસ વિરોધી છે. તે ગુજરાતના વિકાસના પાયાને હરાવાનું વિચારે પણ તેમને ખબર નથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી અંગત લોકમત છે. અને આપણે 150થી વધુ સીટો મેળવીશું તે વાત નક્કી છે. કોંગ્રેસના રાજ્યમાં 16 ટકા વ્યાજ ખેડૂતો ચૂકવતા હતા. જેની મોદી સરકારે આવીને 1 ટકો કર્યો અને તેને એકથી શૂન્ય કરવાનું કામ વિજય રૂપાણી સરકારે કર્યું તેવું અમિત શાહે આ પ્રસંગે જણાવ્યું.

amit shah

ખેડૂતોની લોન પર અમિત શાહ

આ કોંગ્રેસિયા આપણાથી હિસાબ માંગે છે. હું પૂછવા માંગું છું કે કોંગ્રેસની સત્તામાં કોઇ તેવું રાજ્ય છે જ્યાં ખેડૂતોને 0% વ્યાજ પર લોન મળતી હોય. પંજાબમાં ભાજપ-અકાળી દળની સરકાર કરીને ગઇ છે. કોંગ્રેસ જોડે એક પણ તેવું રાજ્ય નથી અને તે આપણી જોડે હિસાબ માંગે છે.

narendra modi

સૌ પ્રથમ આનંદીબેન પટેલે તેમના સંબોધનમાં હાજર કાર્યકર્તાઓને આહ્વાહન કર્યું કે અમિત શાહ અને પીએમ મોદી જ્યારે આવે ત્યારે તેમને વચન આપે કે તે ગુજરાતમાં 150થી પણ વધુ સીટો લાવીને તેમની બતાવશે. સાથે જ તેમણે કહ્યું કે ચૂંટણી લક્ષી કોઇ પણ કામમાં તેમની કોઇ પણ પ્રકારની મદદની જરૂર હોય તો તે હાજર છે. વધુમાં તેમણે ગાંધીજીને યાદ કરતા કહ્યું કે જે રીતે ગાંધીજીએ આઝાદી વખતે કહ્યું હતું કે "કૂતરાની મોતે મરીશ પણ આઝાદી લઇને જ પરત ફરીશ" તેમ આ વખતે પણ આપણે નિર્ધાર કરીએ તો ઇચ્છાશક્તિની આપણે 150 સીટોનો આ આપણો લક્ષ મેળવી શકીએ છે. આ પછી પ્રદેશ અધ્યક્ષ જીતી વાધાણીએ કાર્યકર્તાઓને સંબોધ્યા હતા. 

English summary
PM Narendra Modi address Paanna Pramukh Sammelan & concluding function of Gujarat Gaurav Mahasammelan today.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.