90 પૈસાના પ્રિમિયમ વીમાએ કરી 1800 કરોડ ગરીબોને મદદ : PM મોદી

Posted By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવનગર પછી જૂનાગઢમાં જનસભાને સંબોધી હતી. અને તેમણે અનેક વિકાસના મુદ્દા જણાવ્યા હતા. સૌની યોજનાથી લઇને વીમા યોજના દ્વારા તેમની સરકારે લોકોને કેવી રીતે સહાય કરી હતી તે તેમને જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ બે દિવસથી ગુજરાતમાં વિવિધ સ્થળે જનસભા કરીને ગુજરાતમાં ભાજપનો પ્રચાર કરી રહ્યા છે. ત્યારે જૂનાગઢ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ભાષણમાં કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે કોંગ્રેસ જનતાને હેન્ડપંપ આપવાની વાત કરીને ચૂંટણી લડતી હતી પરંતું તેમણે અમારી જેમ સૌની યોજનાની તો ક્યારેય કલ્પના પણ નહોતી કરી. સાથે જ તેમણે કહ્યું કે 2017 ની આ ચૂંટણીમાં અભૂતપૂર્વ વાતાવરણ હું જોઉં છું એમાં ફક્ત ભાજપ જીતે એટલું જ નહીં પણ ગુજરાતને ખેદાન-મેદાન કરવા ઈચ્છતા તત્વોને સજા કરવાનો મિજાજ આ વખતે ગુજરાતમાં જોવા મળે છે

modi

આ પ્રસંગે તેમણે ઉત્તર પ્રદેશ ચૂંટણી યાદ કરી કહ્યું કે હમણાં બે દિવસ પહેલાં ઉત્તરપ્રદેશમાં થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ત્યાંના લોકોએ કોંગ્રેસના સૂપડાં સાફ કરી દીધા અને તે કોંગ્રેસનું મોંઢું પણ જોવા માગતા નથી. વધુમાં મુદ્રા યોજના અંગે બોલતા મોદીએ કહ્યું કે મુદ્રા યોજના થકી યુવાનો પગભર થાય અને રોજગારી ઉભી કરે એ માટે ભાજપ સરકારે 9 કરોડથી વધુ લોકોને વગર ગેરંટીએ 5 લાખ કરોડ રુપિયાની લોન આપવાનું અભૂતપૂર્વ કામ કર્યું છે. 90 પૈસાના પ્રિમિયમથી વીમો પૂરો પાડીને અમારી સરકારે અત્યાર સુધી 1800 કરોડ રુપિયા ગરીબ પરિવારોને આફતના સમયમાં ચૂકવ્યા છે.

સાથે જ તેમણે કહ્યું કે ભૂતકાળમાં આવો અવસર કદી આવ્યો નથી કે જેમાં પોતાપણાનો ભાવ હોય અને રાષ્ટ્રપતિનું ઘર પણ આ પંથકના લોકો માટે ખુલ્લું અને પ્રધાનમંત્રી તો આપણા નરેન્દ્રભાઈ હોય. તેમણે કહ્યું કે 2018 માં નવેમ્બર મહિનામાં જૂનાગઢ જે દિવસે સ્વતંત્રતાનો દિવસ મનાવે છે એજ દિવસે આ રોપ વે ચાલુ કરીને રહીશું, તારીખ - વાર સાથે કહીએ છીએ. જૂનાગઢનામાં ભાજપની જીત પર વિશ્વાસ વ્યક્ત કરતા મોદીએ કહ્યું કે જૂનાગઢની ધરતી પરનો આ વિશાળ જન સમુદાય એ વાતની સાક્ષી પુરાવે છે કે 18 તારીખનું પરિણામ શું આવશે. કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પ્રચાર દરમિયાન જનતા તરફથી ભાજપને મોટો ટેકો મળ્યો છે.

English summary
PM Narendra Modi addresses Public Meeting in Junagadh, Gujarat. Read here more.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.