For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમરેલીમાં PM: મધુક્રાંતિનો શુભારંભ થઇ રહ્યો છે

પીએમ નરેન્દ્ર મોદી રવિવારે અમરેલી ખાતે અમર ડેરી અને નવા માર્કેટ યાર્ડનું ઉદ્ઘાટન કરશે.

By Shachi
|
Google Oneindia Gujarati News

રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌ પ્રથમ કેવડિયા ખાતે સરદાર સરોવર ડેમનું લોકાર્પણ કર્યું હતું. ત્યાંથી પીએમ ડભોઇ પહોંચ્યા હતા અને અહીં તેમણે આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની સંગ્રહાલયનો શિલ્યાન્યાસ કર્યો હતો. ડભોઇમાં જનસભા સંબોધતા તેમણે લોકો તરફથી મળેલ જન્મદિવસની શુભકામનાઓનો આભાર માન્યો હતો તથા સરદાર સરોવર ડેમ પૂર્ણ કરવામાં આવેલ અવરોધો અંગે વાત કરી હતી. ડભોઇથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરલી જવા રવાના થયા હતા. અમરેલી ખાતે તેઓ એપીએમસીના નવા માર્કેટ યાર્ડ અને અમર ડેરીનું ઉદ્ઘાટન, ડેરી સાયન્સ કોલેજનું લોકાર્પણ તથા હની પ્રોડક્શન સેન્ટરનું ભૂમિપુજન કરવાના હતા અને સાથે જ સહકાર સંમેલનમાં પણ સબંધોન કર્યું હતું.

PM modi

4.29 નર્મદા યોજના પરિપૂર્ણ થવી ગૌરવની વાત છે, હવે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવી છે. ખેડૂતો માટે પાક વીમા યોજનાઓ ઘડવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર ખેડૂતોની જરૂરિયાતો પ્રત્યે હંમેશા સંવેદનશીલ છે: નરેન્દ્ર મોદી

4.23 લાકડાના ઉદ્યોગ સાથે જોડાઇ, એ તકો અંગે જાણે કૃષિ સમુદાય એવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિનંતી કરી હતી. ખેડૂતો ઇમારતી લાકડાં વાવી શકે છે. ખેતરના છેડે સામુહિક સોલાર પેનલ લગાવી ખેડૂતો વીજળી ઉત્પન્ન કરી શકે છે: નરેન્દ્ર મોદી

4.20 અમરેલી જિલ્લો આઝાદીની લડાઇમાં મોખરે. ટપકસિંચાઇ પદ્ધતિમાં ગુજરાતની હરણફાળ. દેશમાં ટપકસિંચાઇમાં ગુજરાતનું યોગદાન 25 ટકા છે: નરેન્દ્ર મોદી

4.13 મધુ ક્રાંતિ, સ્વીટ રિવોલ્યુશનનો શુભારંભ થઇ રહ્યો છે. શ્વેત ક્રાંતિ અને હરિત ક્રાંતિ બાદ હવે મધુ ક્રાંતિ થશે. બ્લૂ રિવોલ્યુશન અને સ્વીટ રિવોલ્યૂશન દ્વારા સૌરાષ્ટ્રના લોકોની જિંદગી બદલાઇ શકે છે. ગુજરાત પાસે વિશાળ દરિયાકિનારો છે. બ્લૂ રિવોલ્યુશનથી દરિયાકાંઠાનો વિકાસ. સામુદ્રિક શક્તિના વિકાસ માટે સરકાર કામ કરી રહી છે. મધમાખીના ઉછેરથી આવક ઊભી થાય છે. ખેડૂતો પણ મધની ખેતી તરફ વળે એવો આગ્રહ. મધનું બજાર ન મળે અને ઘરે ખાઓ તો પણ સારું છે: નરેન્દ્ર મોદી

4.10 અહીં એમરેલીમાં સહકારી ક્ષેત્રમાં ઘણા પરિવર્તનો આવ્યા છે. યુવાનોએ સહકારી ક્ષેત્રમાં રસ લીધો છે. એપીએમસી એ પણ નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરી નવો ચીલો ચાતર્યો છે. આધુનિક ટેક્નોલોજીના ઉપયોગમાં અમરેલી પ્રથમ જિલ્લો છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે મને સૌરાષ્ટ્રની ડેરીની મુલાકાત લેવાનો અવસર મળ્યો હતો. સરકારને પ્રયત્નોને કારણે આજે સૌરાષ્ટ્રમાં ડેરી ઉદ્યોગ વિકસ્યો છે. દુધ ઉત્પાદકોને યોગ્ય બજાર અને ભાવ મળ્યા. આજે શુભકામમાં ગુજરાત લોકોને આઇસક્રીમ ખવડાવે છે: નરેન્દ્ર મોદી

4.05 વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન, કેમ છો બધા પૂછી કરી શરૂઆત. મેદાનમાં જગ્યા નાની પડે છે. પીએમ એ પૂછ્યું, છેલ્લે કયા વડાપ્રધાન અહીં આવ્યા હતા. મારા નસીબમાં લખાયેલું છે અહીં આવવાનું: નરેન્દ્ર મોદી

4.02 પીએમ મોદીના હસ્તે કામધેનુ યુનિ.નું લોકર્પણ, સાથે જ ડેરી સાયન્સ કોલેજનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું

3.50 મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સંબોધન, નર્મદા ગુજરાતની જીવાદોરી છે. કોંગ્રેસના લોકોએ ખૂબ પ્રયત્નો કર્યો નર્મદા યોજાનાને અટકાવવાના, પરંતુ પીએમ મોદીના અડીખમ પ્રયત્નો આખરે રંગ લાવ્યા. ભૂતકાળના કોંગ્રેસના રાજમાં ડેરી ચાલવવી ડેરી ગુનો ગણાતો હતો. નરેન્દ્રભાઇ એ ઉદ્યોગને ફરી જીવંત કર્યો છે. આજનો દિવસ ગુજરાત માટે સોનાનો દિવસ છે.

3.43 સહકાર સંમલેનમાં પહોંચ્યા પીએમ નરેન્દ્ર મોદી.

PM modi

સહકાર સંમેલનમાં પહોંચતા પહેલાં આ જનસભાના કાર્યક્રમ સ્થળ પાસે જમા થેયલ ભીડે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. પીએમ મોદીએ પણ ગાડીની બહાર નીકળી લોકોની શુભકામનાઓ ઝીલી હતી.

આ પહેલાં પીએમ મોદીએ અમર ડેરીના નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન અને મધ કેન્દ્ર(હની પ્રોડક્શન સેન્ટર)નું ભૂમિપૂજન કર્યું હતું.

2.58 અમેરલી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એપીએમસીના નવા માર્કેટ યાર્ડનો ઉદ્ઘાટન કર્યું હતું

English summary
Pm Narendra Modi will inaugurate Amar Dairy and New Market Yard of APMC and will lay foundation stone of Honey Production Centre in Amreli on Sunday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X