સમગ્ર દેશમાં વિકાસના મુદ્દાની ચર્ચા થાય તો ગુજરાતની વાત આવે : મોદી

Posted By:
Subscribe to Oneindia News

પાટીદારોનું ગઢ મનાતા સુરતમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચાર કર્યો હતો. સુરતમાં યોજવામાં આવેલી જાહેર સભામાં પીએમ મોદીએ કહ્યું કે સુરતના લોકોની લાગણી હતી એટલે હું આવ્યો છું. સુરત એટલે અમારા લહેરી લાલાઓનું ગામ. આમ કહેતા જ લોકોએ તેમને તાળીઓથી વધાવ્યા હતા. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે સમગ્ર દેશમાં વિકાસના મુદ્દા પર જ્યારે જ્યારે ચર્ચા નીકળે ત્યારે ગુજરાતે જે પ્રગતિ કરી છે એ પ્રગતિની ચર્ચા અવશ્ય થાય. તેમણે કહ્યું કે અમે પડકારોને પડકારનારા લોકો છીએ, અમે આફતોને અવસરમાં પલટવાવાળા લોકો છીએ અને અમે દેશને સંકટોમાંથી બહાર લાવીને વિકાસની નવી ઊંચાઈએ પહોંચાડનારા લોકો છીએ.

કોંગ્રેસ પર પ્રહાર

કોંગ્રેસ પર પ્રહાર

સુરતની જનસભામાં કોંગ્રેસ પર કટાક્ષ કરતા મોદીએ કહ્યું કે ભારત સરકારમાં બેઠા પછી મેં જોયું કે આ લોકોએ દેશનો કચ્ચરઘાણ કાઢી નાંખ્યો છે, એવી દુર્દશા કરી છે અને એમાંથી દેશને બહાર લાવવો હોય તો કેટલાં કપરાં ચઢાણ કરવાં પડે, કેટલા કપરા નિર્ણયો કરવા પડે એતો મારું મન જાણે છે પણ દેશે મારા પર ભરોસો મૂક્યો છે તો પાછીપાની કરે એ ગુજરાતી વિરલો નહીં

અટકાના, ભટકાના, લટકાના

અટકાના, ભટકાના, લટકાના

કોંગ્રેસ પાર્ટીનું કામ કરવાનું કલ્ચર કેવી છે કે પહેલા પોતાનું ભરવાનું. કોંગ્રેસ એટલે અટકાના, લટકાના અને ભટકાના. કોઇ કામને અટકાવવું કેમ, લટકાવું કેમ અને ભટકાઇ કેમ દેવું તે તેમને સારી રીતે આવડે છે. અમારો કચ્છ કાઠિયાવાડ નર્મદાના પાણી વગર તરસ્યું ફરતું હતું. અમારી સરકાર બની અને અમે નર્મદાના પાણી લાવ્યા. હું જ્યારે મનમોહન સિંહ મળતો હતો અને કહેતો હતો તો સાંભળી લેતા હતા. ખબર જ ના પડે કે હા બોલે છે કે ના બોલે છે. સ્કીલ, સ્કેલ અને સ્પીડ આ ત્રણ મુદ્દાને પકડી રહ્યા છે. આજે મેં 1992 થી બાંધકામ હેઠળના આંબેડકર ભવનને એક મહિના પહેલા બનાવી દીધું છે.

પંજો દેખાતો નથી!

પંજો દેખાતો નથી!

કોંગ્રેસ પાર્ટી હતાશ અને નિરાશ થઇ ગઇ છે. કોઇ કલ્પના કરે કે આસાર જેવા રાજ્યમાં કોંગ્રેસ હારે પણ ત્યાં પણ સાફ થઇ ગઇ, મહારાષ્ટ્રમાં પણ કોંગ્રેસ સાફ થઇ ગઇ, છત્તીસગઢમાં, રાજસ્થાનમાં, આખા નક્શા પર શોધો તો પણ પંજો નજરે નથી ચઢતો.આ ભાષણ દરમિયાન કોંગ્રેસના નેતા મણિશંકર ઐય્યરને પણ મોદીએ આડા હાથે લીધા હતા. મોદીએ કહ્યું હતું કે મણિશંકર કહ્યું હતું કે આ મોદી તો નીચ જાતિનો છે. મને નીચ કહેનારને, ગુજરાતના આ દિકરાની નીચ કહેનારને 9મી અને 14મી ડિસેમ્બરે કમળનું બટન દબાવીને જવાબ આપજો.

મણિશંકર અય્યર

મણિશંકર અય્યર

મણિશંકર અને કોંગ્રેસ પર બોલતા પીએમ મોદીએ કહ્યું કે "તમે અમને ગધેડા કીધા, તમે અમને ગંદી નાલીના કીડા કીધા, તમે અમને નીચ જાતિના કીધા, તમે અમને નીચ કીધા પણ અમે અમારા સંસ્કાર અનુસાર જ જીવવા ટેવાયેલા છીએ. 18 મી તારીખે મતપેટીઓ બતાવશે કે ગુજરાતના સંતાન માટે આ પ્રકારની ભાષા વાપરો એનો બદલો ગુજરાત કેવી રીતે લેતું હોય છે. 9 મી અને 14 મી તારીખે આપણે કમળનું બટન દબાવીને ઉચ્ચ કામ કરીને આપણે બતાવીએ, નીચનો જવાબ આજ હોઈ શકે. સાથે જ તેમણે ભાજપના વિકાસ કાર્યો પણ આ પ્રસંગે ગણાવ્યા અને કહ્યું કે અમારી સરકારે કાપડ અને હીરા ઉદ્યોગ માટે મૈત્રીપૂર્ણ નીતિઓ બનાવી છે જેમાં સુરત મોખરે છે.

English summary
PM Narendra Modi at a public meeting in Surat, Gujarat.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.