• search

કોસ્ટલ શોપિંગ-ટૂરિઝમનો નવો અધ્યાય જોડાશે: PM

By Shachi
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  રવિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે છે, આગામી વિધાનસભા ચૂંટણી પહેલાની પીએમ મોદીની આ મુલાકાત ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ માસમાં પીએમ મોદીની આ ત્રીજી ગુજરાત મુલાકાત છે. રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવનગર જિલ્લાના ઘોઘા અને ભરૂચ જિલ્લાના દહેજ વચ્ચે 615 કરોડ રૂપિયાની રોલ-ઑન રોલ-ઑફ(રો-રો) ફેરીની સેવાના પહેલા ચરણ સહિત પશુદાણ પ્લાન્ટનું પણ લોકાર્પણ કર્યું હતું.

  pm modi

  3.28: યોગ્ય કનેક્ટિવીટિ વિના દેશનું અર્થતંત્ર ધીરું પડી જાય છે. આ જ વાતને ધ્યાનમાં રાખતા અમે પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છીએ. ભારતને વધુ સંખ્યામાં અને વધુ સુવિધાવાળા બંદરની જરૂર છે: પીએમ મોદી

  3.20: બ્લૂ ઇકોનોમી, માઇનિંગ અને ટૂરિઝમ ક્ષેત્રમાં ન્યૂ ઇન્ડિયાનુ એક નવું માધ્યમ બનશે. સાગરમાલા પ્રોજેક્ટનું એક પાસું છે બ્લૂ ઇકોનોમી. આ પ્રોજેક્ટથી સમગ્ર દેશમાં 1 કરોડતી પણ વધુ નોકરીઓ આવવાની સંભાવના છે. દેશની આઝાદી બાદ પ્રથમ પોર્ટ પોલિસી 1995માં બની હતી. છેલ્લા ત્રણ વર્ષમાં પોર્ટ પોલિસીમાં ઘણું પરિવર્તન આવ્યું છે. અમારો મંત્ર છે P ફોર P, પોર્ટ ફોર પ્રોસ્પેરિટી: પીએમ મોદી

  3.05: હજારો વર્ષોથી ભારત જળ પરિવહન ટેક્નિકમાં અન્ય દેશોથી આગળ છે. કોસ્ટલ શોપિંગ અને કોસ્ટલ ટૂરિઝમનો નવો અધ્યાય આ રો-રો ફેરી સાથે જોડાનાર છે. જે યાત્રામાં 7-8 કલાક લાગતા હતા, એ યાત્રા આરામથી માત્ર 1 કલાકમાં પૂર્ણ થાય એનાથી મોટો ફાયદો શું હોઇ શકે? : પીએમ મોદી

  2.57: દહેજ લઘુ ભારત છે. નવા વર્ષમાં ફરી અહીં આવવાની તક મળી. આ ફેરી સર્વિસથી દરિયાઇ વિકાસનો નવો ઇતિહાસ સર્જાશે. રોજગાર તો વધશે જ, વેપારમાં પણ વૃદ્ધિ થશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચેનું અંતર ઘટશે. મને આશા છે કે, રો-રો ફેરી સર્વિસનો પ્રોજેક્ટ અનેય રાજ્યો માટે પણ પ્રોજેક્ટ મોડલનું કામ કરશે. સરદાર અને આંબેડકરના સ્વપ્નોનો પ્રથન તબક્કો પૂર્ણ થયો છે: દહેજમાં પીએમ મોદી

  pm modi

  2.50: સભામાં પીએમ મોદીના સંબોધન પહેલાં લાગ્યા, મોદી-મોદીના નારા

  2.35: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘોઘાથી રો-રો ફેરી સર્વિસમાં દહેજ પહોંચ્યા હતા, દહેજમાં સભાસ્થળે પીએમ મોદીનું સ્વાગત

  જનસભા સંબોધ્યા બાદ પીએમ મોદી ઘોઘાથી ફેરીમાં જ બેસીને દહેજ જવા નીકળ્યા હતા. તેમની સાથે 100 દિવ્યાંગ બાળકો પણ હતા. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, તેઓ 100 દિવ્યાંગ બાળકોને પોતાની સાથે ફેરીમાં દહેજ લઇ જશે અને ત્યાંથી ફેરીમાં જ તેમને ફરીથો ઘોઘા મુકવા આવશે.

  12.45: ગુજરાતનો વિકાસ ઝડપથી થઇ રહ્યો છે. જાપાન સરકાર સાથે કોસ્ટલ વિકાસ પર કરાર. આ પ્રોજેક્ટ અમદાવાદ અને ભાવનગર વચ્ચે ઔદ્યોગિક વિકાસને નવી મજબૂતી આપશે. ભવિષ્યમાં આ ફેરી સર્વિસ અન્ય રાજ્યોમાં પણ આવશે અને એ સમયે ગુજરાત સરકારને પડેલ તકલીફો એમને નહીં પડે. એક કહેવત હતી, લંકાની લાડી ને ઘોઘાનો વર. ભાવગનર અને ઘોઘાના એ દિવસો પાછા આવશે. દિલ્હીની સરકારે ગુજરાતના વિકાસ પર તાળું મરી દીધું હતું. ગુજરાતના વિકાસમાં અમને અનોક તકલીફો પડી છે: પીએમ મોદી

  12.29: વર્ષો પહેલાની સરકારે આ પ્રોજેક્ટમાં આશ્ચર્યજનક ભૂલ કરી હતી. તેમણે સ્ટ્રક્ચરલ સર્વિસમાં એવી ભૂલો કરી હતી કે જેને કારણે આ ફેરી સર્વિસ કોઇ દિવસ બની જ શકે એમ નહોતી. ફેરી ચલાવનારને જ કહેવામાં આવ્યું હતું કે, તે ટર્મિનલ બનાવે. ટ્રક ચલાવનાર પાસે શું રોડ બનાવડવાય, વિમાન ચલાવનારને એરપોર્ટ બનાવવાનું કામ સોંપાય? એ કામ સરકારનું છે. મુખ્યમંત્રી બન્યા બાદ અમે નીતિમાં જરૂરી પરિવર્તન કર્યા અને આજે પરિણામ તમારી સામે છે: પીએમ મોદી

  12.27: Time is money કહેવત આજે જાણીતી છે. આજે ભારત અને ગુજરાત સરકારે 8 કલાકની સફરમાંથી લોકોના 7 કલાક બચાવ્યા છે. બે દેશો વચ્ચેનું અંતર જે 8 કલાકમાં કપાતું હતું તે 1 કલાકમાં કપાશે. ઇંધણ અને તેલની બચત થશે એ નફામાં. આ પ્રોજેક્ટ અન્જિનિયર અને ગુજરાત સરકાર માટે મોટા પડકાર સમાન હતો. બીજા ચરણની સર્વિસમાં 100 ટ્રકો એક સાથે ફેરીમાં લઇ જવાશે. ફેરી સર્વિસથી રોજગારની નવી તકો ખુલશે: પીએમ મોદી

  pm modi

  12.23: વર્ષો પહેલાં ગુજરાતમાં એવી સરકાર હતી, જેણે સૌરાષ્ટ્રમાં ડેરી જ ન આવે એવા પ્રયત્નો કર્યા હતા. દુનિયામાં આપણી પાસે સૌથી વધુ પશુઓ છે, છતાં સૌથી ઓછું દૂધના ઉત્પાદન કરતા દેશમાં આપણું નામ છે. આ માટે પાશુપાલન, પશુની જળવણી અને માવજત જરૂરી. સર્વોત્તમ ડેરીના પશુદાણ પ્લાન્ટનું આજે લોકાર્પણ થયું, તેને કારણે પશુપાલનમાં સુધારો થશે. દૂધનું ઉત્પાદન વધશે. ખેડૂતોને ફાયદો થશે: પીએમ મોદી

  12.13: હું જ્યારે શાળામાં ભણતો હતો, ત્યારે મેં શિક્ષકને મોઢે સાંભળ્યું હતું કે, ઘોઘાથી રો-રો ફેરી સર્વિસ શરૂ થવાની છે. આટલી બધી ચર્ચા-વિચારણાઓ આ યોજના પર થઇ છે. પંરતુ લાગે છે કે, બધા સારા કામ મારા જ નસીબમાં લખાયેલા છે: પીએમ મોદી

  12.10: પીએમ મોદીનું સંબોધન: દિવાળી પછી તુરંત ભાવનગર, ઘોઘા આવવાની તક મળી અને તમને લોકોને રૂબરૂ મળી નવા વર્ષની શુભકામનાઓ પાઠવવાની તક મળી એ માટે ખૂબ આભારી છું. નવા વર્ષે નવા સંકલ્પ લેવાને ગુજરાત ટેવાયેલો છે.

  pm modi

  12.04: રો-રો ઘોઘા ફેરી સર્વિસનું પીએમ મોદીના હસ્તે લોકાર્પણ, ભાવનગર ડેરીના પશુદાણ પ્લાન્ટનું પણ લોકાર્પણ

  11.51: મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સંબોધન, નવા વર્ષે ગુજરાતનું નવું પગલું. દેશની સૌથી લાંબી સર્વિસ. જ્યાં વ્યક્તિ ત્યાં વિકાસ અને જ્યાં વ્યક્તિ ત્યાં વિકાસના મંત્ર સાથે સરકાર આગળ વધી રહી છે. અમે આ બધા કામો કરીએ છીએ અને કોંગ્રેસના પેટમાં તેલ રેડાય છે. ચૂંટણી પહેલાં આ બધું રાતોરાત નથી થયું. છેલ્લા ત્રણ વર્ષથી રો-રો ફેરીનું કામ ચાલી રહ્યું હતું. અનેક વિટંબણાઓ હતી, જેનો ઉકેલ મેળવવામાં આવે છે. જેના ખાતમુહૂર્ત અમે કરીએ છીએ, એના લોકાર્પણ પણ અમે કરીએ છીએ.

  vijay rupnai

  11.28: ભાવનગરમાં સભા-સ્થળે પહોંચ્યા પીએમ મોદી

  11.14: ભાવનગર એરપોર્ટ પર આગમન, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કર્યું સ્વાગત

  pm modi

  રો-રો ફેરી યોજનાનું કામગીરીમાં સક્રિય મત્સ્ય બોર્ડના મુખ્ય અધિકારી અજય ભડુએ જણાવ્યું હતું કે, પીએમ મોદી રવિવારે પહેલા ચરણનું ઉદ્ઘાટન કરશે, જે યાત્રીઓ માટે હશે. બીજું ચરણ બે મહિનામાં પૂર્ણ થશે, જેમાં આ બંને શહેરો વચ્ચે કાર પણ લઇ જવાશે. નોંધનીય છે કે, નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષે 2012માં તેમણે આ યોજનાનો શિલાન્યાસ કર્યો હતો.

  English summary
  Prime Minister Narendra Modi will visit poll-bound Gujarat today, a third time this month, where he will inaugurate and lay foundation stones for a number of projects in Bhavnagar and Vadodara.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more