હું કાલે માં ગંગા પાસે હતો, આજે નર્મદા પાસે: મોદી

Posted By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની તેમની બે દિવસીય મુલાકાત અંતર્ગત સુરત એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણી આ પ્રસંગે તેમને લેવા એરપોર્ટ પર પહોંચ્યા હતા. અહીંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દહેજ ખાતે રવાના થયા હતા. તે પહેલા તેમણે હાજર લોકોને સંબોધન કરતા ગુજરાતીમાં ભાષણ આપ્યું હતું. ત્યારે પીએમ મોદીના આજના કાર્યક્રમની વિગતો જાણો અહીં...

6 PM વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભરૂચ ખાતે કર્યું કેબલ બ્રીજનું ઉદ્ધાટન. નીચે વાંચો તેમના ભાષણના મુખ્યઅંશો

 • હું કાલે માં ગંગા પાસે હતો આજે માં નર્મદા પાસે
 • ભરૂચને બ્રીજ ન હોવાનો કષ્ટ જોયો છે માટે તેને આ બ્રીજનું મહત્વ ખબર છે.
 • આ બ્રીજથી ભરૂચ અંકલેશ્વર જ નહીં પશ્ચિમ ભારતની મુશ્કેલીઓ પણ ઓછી થશે.
 • મુખ્યમંત્રી તરીકે હંમેશા હું બ્રીજ બનાવવા માંગતો હતો. અને જ્યારે મને બ્રીજ બનાવવાનો મોકો મળ્યો છે. તો અમારી સરકારે સમય અવધિમાં આ બ્રીજ બનાવીને આપ્યો છે.
 • વડોદરા અને અમદાવાદ જેવું બસ સ્ટેસન ભરૂચમાં પણ બનશે
 • આંતરાષ્ટ્રીય માપદંડો સાથે આ બ્રીજ બનાવવામાં આવ્યો છે.
 • 10 -15 વર્ષમાં આખુ ભરૂચ બદલાઇ જશે
 • સરદાર પટેલની સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોવા માટે જ્યારે દુનિયા ભરના લોકો આવશે ત્યારે નિતિન ભાઇના આ રોડનો ઉપયોગ થશે.
 • ઉ.પ્રમાં લોકો 15 -15 વર્ષથી શિલાન્યાસ થયેલા પ્રોજેક્ટ હજી શરૂ નથી થયા.
 • નિતીન ગડકરીના ભરપૂર વખાણ કરતા મોદી કહ્યું કે નિતીન ગડકરીએ ગુજરાતના 8 હાઇ વેને નેશનલ હાઇવે બનાવ્યા છે.

5 PM કેબલ બ્રીજના લોકાર્પણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભરૂચ પહોંચ્યા.

દહેજ ખાતે પીએમ મોદીના ભાષણના મુખ્ય અંશો વાંચો અહીં.

 • દહેજ લધુ ભારત બન્યું છે. મેં આ જગ્યાને બ્રિક બાય બ્રિક બનતું જોયું છે. આ ક્ષેત્ર ગુજરાત સમેત ભારતના અનેક યુવકોને રોજગાર આપી રહ્યું છે.

3:50 PM વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું દહેજના ઓપેલ ખાતે ભાષણ શરૂ.

modi

3:30 PM વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દહેજ ખાતે ઓપેલ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. પ્લાન્ટના અધિકારીએ પીએમને પ્લાન્ટ વિષે અહીં વિગતવાર જાણકારી આપી. નોંધનીય છે કે આ પ્લાન્ટથી 14 હજાર લોકોને રોજગારી મળશે. આ બાદ પીએમ મોદી ભરૂચ ખાતે જવા રવાના થશે. જ્યાં તે ભારતના સૌથી મોટા કેબલ બ્રીજનું ઉદ્ધાટન કરશે.

modi virodh

3:00 PM કોંગ્રેસ કર્યો વિરોધ

ઓએનજીસી ચાર રસ્તા પાસે પોલીસનું સઘન ચેકીંગ કર્યું હતું. અને કાળા કપડાં પહેરીને આવેલા બે વ્યક્તિઓની અટકાયત કરી હતી. તો બીજી તરફ સુરત શહેરના કોંગ્રેસ પ્રમુખ દ્વારા ઓએનજીસી ચાર રસ્તા નલિયા કાંડ મામલે વિરોધ રજૂ કરવામાં આવ્યો હતો. ઇન્ટરનેશનલ એરપોર્ટના રસ્તા પર શહેર કોંગ્રેસની મહિલાઓ પોસ્ટકાર્ડ લખી. વિરોધ વ્યક્ત કર્યો હતો.

modi

2:50 PM પીએમ નરેન્દ્ર મોદીએ સુરતથી હેલિકોપ્ટર દ્વારા દહેજ જવા રવાના. અહીં તે ઓપેલ પ્લાન્ટના કાર્યક્રમમાં હાજર રહેશે.

2:40  PM

પીએમનું એરપોર્ટ ખાતેનું ભાષણ

પીએમ મોદીએ એરપોર્ટ ખાતે કાર્યકરોનું અભિવાદન ઝીલ્યું હતું. તેમણે કહ્યું કે આટલી ગરમીમાં સુરતી લાલાઓને કામે લગાડી દીધા છે. જે પર હાજર લોકો હસી પડ્યા. જો કે તેમણે કાર્યકર્તાઓને આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે ગામડાઓમાં ક્રાંતિ લાવનારી બહેનોને હું મળીશ. સુરતના વખાણ કરતા તેમણે કહ્યું કે આર્થિક પ્રગતિનું કેન્દ્ર કેવી રીતે બનાવાય છે તે સુરતે બતાવ્યું છે. તેમણે અહીં કહ્યું કે દેશના 500 શહેરોમાં આવશ્યક તબીબીઓની અછત ઓછી કરવામાં આવશે. એક જ વર્ષમાં 400 પીજીની બેઠકો અમારી સરકારે ઊભી કરી છે જેથી કરીને ગામડામાં આરોગ્ય લગતી સમસ્યા દૂર થાય. 

English summary
PM Narendra Modi reached to Surat for his two days Gujarat visit. Read here his visit all update.
Please Wait while comments are loading...