For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM નરેન્દ્ર મોદી 16-17 તારીખે આવશે ગુજરાત, જાણો કાર્યક્રમ

પીએમ નરેન્દ્ર મોદી આવશે 16 અને 17મી એપ્રિલે ગુજરાત. જાણો શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતનો બે દિવસીય કાર્યક્રમ વિગતવાર.

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર ગુજરાતની મુલાકાતે છે. તારીખ 16 અને 17 એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત, તાપી, સેલવાસ અને બોટાદની મુલાકાત લેશે ત્યારે શું નરેન્દ્ર મોદીનો સમગ્ર કાર્યક્રમ? પીએમ મોદી ગુજરાતની આ બે દિવસની મુલાકાતમાં કંઇ કંઇ જગ્યાની મુલાકાત લેશે તે અંગે વિગતવાર જાણો અહીં.

modi

Read also : શું પીએમ મોદી સુરત રેલી પછી હાર્દિક પટેલને મળશે? Read also : શું પીએમ મોદી સુરત રેલી પછી હાર્દિક પટેલને મળશે?

સૌથી પહેલા સુરત

નોંધનીય છે કે પીએમ નરેન્દ્ર મોદી 16 એપ્રિલના રોજ સુરત એરપોર્ટ પર સાંજે પધારશે. જ્યાં સીએમ અને ગવર્નર દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. પીએમ મોદી એરપોર્ટથી જ એક 11 કિલોમીટર લાંબો ભવ્ય રોડ શો નીકાળશે. સાંજે 7 વાગ્યા પછી નીકળનારી આ રેલીમાં રોડ શોમાં 15 હજાર બાઇક સમતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ નીકળશે. નોંધનીય છે કે સુરત પાટીદારોનું ગઢ છે. ત્યારે પીએમ મોદીની આ મુલાકાત વખતે સુરક્ષાની ભારે વ્યવસ્થા કરવામાં આવી છે. જે બાદ પીએમ સર્કિટ હાઉસ જઇ ભાજપના નેતાઓ સાથે બેઠક કરશે.

17મી તારીખ

પીએમ નરેન્દ્ર મોદી 17મી તારીખના રોજ કતારગામ ખાતે કિરણ હોસ્પિટલનું ઉદ્ધાટન કરશે. અને એક જનસભાને પણ સંબોધશે. પછી તે તાપી જઇ સવારે 11 વાગે સુમુલનો નવો સાકર પ્લાન્ટનું ઉદ્ધાટન કરશે. અને સાથે જ 3 લાખ મહિલાઓની એક જનસભાને પણ સંબોધશે.

બપોરનો કાર્યક્રમ

તે પછી પીએમ મોદી બપોરે 2 વાગ્યાની આસપાસ સેલવાસ જઇ એક જનસભા સંબોધશે. તે પછી બોટદમાં સાંજે 5 વાગ્યાની આસપાસ કિશ્નસાગર તળાવનું મુલાકાત લશે અને જનસભાને સંબોધી સાંજે દિલ્હી જવા રવાના થઇ જશે.

પીએમની સુરક્ષા

નોંધનીય છે કે પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાત પર છે. વળી તે મુલાકાત દરમિયાન રોડ શો પણ કરવાના છે. જેને લઇને સુરક્ષા વ્યવસ્થાનો ચુસ્ત બંદોવસ્ત કરવામાં આવ્યો છે. ગૃહ પ્રધાન પ્રદિપસિંહ શુક્રવારે સુરતની મુલાકાત લઇને તમામ વસ્તુઓની જાત તપાસ કરી હતી.

English summary
PM Narendra Modi visiting Gujarat on 16 and 17 April. Read here his whole programme here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X