નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતનો સંપૂર્ણ કાર્યક્રમ

Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 માર્ચ, મંગળવારથી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે છે. નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ આ તેમની 10મી ગુજરાતની મુલાકાત છે. ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ એક દિવસ પહેલા જ ગુજરાત પહોંચી ગયા છે. અમિત શાહ યુપીથી સીધા અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા અને અમદાવાદથી એરપોર્ટથી રાજકોટ પહોંચ્યા હતા. રાજકોટથી સોમનાથ બાય રોડ ગયા હતા. જ્યારે એલ. કે. અડવાણી તા. 7 માર્ચે બપોરે 3:30 કલાકે હવાઇ માર્ગે સોમનાથ પહોંચશે.

narendra modi

હાલ ગુજરાતમાં ભાજપની અંદર જૂથબંધી વધી છે, આથી ડેમેજ કંટ્રોલ માટે અમિત શાહ એક દિવસ વહેલા સોમનાથ પહોંચ્યા હોવાનું મનાઇ રહ્યું છે. પીએમનાં આગમન પહેલાં તેઓ જૂથબંધી ખાળવા માંગે છે. તા. 8 માર્ચે સવારે 10 વાગ્યે સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી, અમિત શાહ, એલ. કે. અડવાણી, કેશુભાઈ પટેલ વગેરે હાજર રહેશે.

અહીં વાંચો - આવે છે મોદી ગુજરાતમાં, PM બન્યા પછી આ છે 10મી વાર

નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત સોમનાથ દાદાનાં દર્શને આવી રહ્યા છે. 1 ફેબ્રુઆરી 2014માં નરેન્દ્ર મોદી સોમનાથ આવ્યા હતા બાદમાં તા. 8 માર્ચે સોમનાથ આવી રહ્યા છે. તા. 8 માર્ચે સવારે 9 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ હેલીપેડ ખાતે ઉતરશે. પછી મંદિરે જઈ દર્શન કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત મુલાકાતનો સંપૂર્ણ કાર્યક્રમ વાંચો અહીં..

7 માર્ચ, 2017

 • 7 માર્ચે ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવશે
 • બપોરે 2.30 વાગે સુરત એરપોર્ટ પર આગમન
 • સુરતથી હેલીકોપ્ટર દ્વારા દહેજ પહોંચશે પીએમ
 • દહેજ ખાતે ઓપેલ પ્લાન્ટની લેશે મુલાકાત 
 • ઓપેલ પ્લાન્ટ ખાતે 50 મિનિટ રોકાશે
 • સાંજે 5 વાગે પીએમ મોદી ભરૂચ પહોંચશે
 • બે કાર્યક્રમમાં આપશે ખાસ હાજરી
 • નવનિર્મિત પુલ અને ઓપેલ પ્લાન્ટની તક્તીઓનું અનાવરણ કરશે
 • કૃષિ યુનિવર્સિટી મેદાન ખાતે જાહેરસભાને કરશે સંબોધન
 • સાંજે 7 વાગે અમદાવાદ એરપોર્ટ પર આગમન 
 • 7.30 વાગે ગાંધીનગર રાજભવન પહોંચશે પીએમ
 • રાત્રે 8 વાગે સીએમ રૂપાણી આયોજિત રાત્રિભોજનમાં ભાગ લેશે
 • ગાંધીનગર રાજભવન ખાતે રાત્રીરોકાણ કરશે પીએમ
8 માર્ચ, 2017
 • 8 માર્ચે સવારે 8 વાગે અમદાવાદ એરપોર્ટથી દીવ જશે
 • 9.30 વાગે સોમનાથ મંદિરે પહોંચશે પીએમ મોદી
 • 11 વાગ્યા સુધી સોમનાથ મંદિરે દર્શન
 • 11 વાગે ગાંધીનગર આવવા રવાના થશે પીએમ
 • બપોરે 2.30 વાગે મહાત્મા મંદિર ખાતે આપશે હાજરી
 • મહિલા સરપંચોની કોન્ફરન્સનું ઉદઘાટન કરશે
 • મહિલા સરપંચોને સંબોધન કરશે પીએમ મોદી
 • સાંજે 6 વાગે અમદાવાદથી દિલ્હી જવા રવાના
English summary
PM Narendra Modi is on his 10th Gujarat visit, read the schedule.
Please Wait while comments are loading...