મોરબી પુલ દૂર્ઘટનાને લઈને પીએમ મોદીએ કરી હાઈલેવલની મીટિંગ, પ્રભાવિત લોકોને દરેક સંભવ મદદ પર આપ્યુ જોર
પીએમ મોદીએ રાજભવન, ગાંધીનગર ખાતે મોરબીમાં સ્થિતિની સમીક્ષા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી.
મોરબી પુલ દૂર્ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો છે. 1979 બાદ 2022 પણ મોરબી માટે કાળ બનીને આવ્યુ અને 141થી વધુ જીવન મચ્છુ નદીમાં ડૂબી ગયા. મોરબી સહિત સમગ્ર ગુજરાતમાં શોકનો માહોલ છે. સરકાર પણ આ દૂર્ઘટના બાબતે ઘણી ગંભીર જોવા મળી રહી છે. પીએમ મોદીએ રાજભવન, ગાંધીનગર ખાતે મોરબીમાં સ્થિતિની સમીક્ષા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી. તેમને ઘટના સ્થળે ચાલી રહેલ બચાવ કાર્યો વિશે માહિતી આપવામાં આવી. પીએમે એક વાર ફરીથી એ સુનિશ્ચિત કરવા પર જોર આપ્યુ કે પ્રભાવિત લોકોને દરેક સંભવ મદદ મળે.

આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, ગુજરાતના મુખ્ય સચિવ અને ડીજીપી, રાજ્યના ગૃહ વિભાગ અને ગુજરાતના રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્રાધિકરણ સહિત અન્ય મોટા અધિકારીઓ હાજર રહ્યા. ગુજરાતમાં મોરબી દુર્ઘટના અંગે વડાપ્રધાને પહેલા જ કહ્યુ હતુ કે બચાવ અને રાહત કામગીરીમાં કોઈ ઢીલ નહિ રાખવામાં આવે. ગુજરાત સરકારે પુલ તૂટી પડવાની ઘટનાની તપાસ માટે પાંચ સભ્યોની સમિતિની રચના કરી છે.
બેઠક બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ હતુ કે મોરબી અકસ્માતના ભોગ બનેલા લોકો માટે 2 નવેમ્બરે સમગ્ર ગુજરાતમાં શોક પાળવાનુ નક્કી કરવામાં આવ્યુ છે. આ દિવસે રાજ્યમાં સરકારી ઈમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ઝૂકાવવામાં આવશે અને કોઈ પણ પ્રકારની ઉજવણી કરવામાં આવશે નહિ.
મોરબીમાં મચ્છુ નદી પરનો કેબલ સસ્પેન્શન બ્રિજ ધરાશાયી થતાં 141 લોકોના મોત થયા છે. જ્યારે 100થી વધુ ઘાયલોને હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. બેઠક બાદ PM મોદી 1 નવેમ્બરે એટલે કે આજે મોરબીની મુલાકાતે જવાના છે. આ પહેલા તેમની ઉચ્ચ સ્તરીય બેઠકના ઘણા અર્થ છે. પુલનુ સમારકામ કરનાર કંપનીને સજા થવાનુ નક્કી છે. બેઠક બાદ ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે સંકેત આપ્યા છે. તેમણે સ્પષ્ટપણે કહ્યુ કે પુલના પુનઃનિર્માણના કામમાં ગુજરાત સરકારની કોઈ ભૂમિકા નથી.
Gujarat | The high level meeting was attended by CM Bhupendra Patel, MoS Home Harsh Sanghavi, the Chief Secretary and DGP of Gujarat, along with other top officials including those from the Home Department of the State & Gujarat State Disaster Management Authority.
— ANI (@ANI) October 31, 2022












Click it and Unblock the Notifications
