નરેન્દ્ર મોદી આજથી ગુજરાત ખાતે, કરશે ભાજપનો પ્રચાર

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ તેના મોટા ભાગના ઉમેદવારોની જાહેરાત કરી લીધી છે. ચૂંટણીમાં હવે બસ થોડા જ સમય બાકી છે ત્યારે છેલ્લે છેલ્લે જેને મોદીનું ગુજરાત કહેવામાં આવતું હતું તેવા ગુજરાતમાં જ મોદીએ વારંવાર હાજરી આપી પ્રચાર કરવાનો વારો આવ્યો છે. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં ભૂજ, જસદણ, ધારીમાં વિવિધ સ્થળો પર જનસભા સંબોધીને ભાજપ માટે ચૂંટણી પ્રચાર કરશે. ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીની આ જનસભા રાજકારણની દ્રષ્ટ્રીએ ખાસ જોવા જેવી હશે. કારણ કે આ વખતે રાહુલ ગાંધી તેમની પર અનેક આક્ષેપ કર્યા છે જેનો જવાબ પીએમ મોદી તેમની આ જનસભામાં આપે તેવી સંભાવના રહેલી છે.

modi

તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં વિવિધ સ્થળે આવી રહેલા હોવાના કારણે તેમની સુરક્ષાને જોતા ભારે પોલીસ બંદોવસ્ત કરવામાં આવ્યો છે. પીએમ નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે ભુજથી ચૂંટણી સભા સંબોધશે અને તે પછી તે બપોરે જસદણ અને ધારીમાં પણ ચૂંટણી સભાઓને ગજવશે. નરેન્દ્ર મોદીના આગમન પહેલા સભા સ્થળ સુધી પહોંચવા માટે ત્રણ હેલીપેડની વ્યવસ્થા કરવામાં આવી છે. વળી જસદણમાં પીએમ નરેન્દ્ર મોદી, પીએમ બન્યા પછી પહેલીવાર આવી રહ્યા છે. ત્યારે સાફ સફાઇ સમેત ચુસ્ત પોલીસ બંદોવસ્તની તૈયારી કરવામાં આવી છે.

English summary
Gujarat Election 2017 : PM Narendra Modi To Hold Election Rallies In Gujarat Today.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.