For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કચ્છમાં સ્મૃતિ વન અને કચ્છ શાખા નહેરનું કર્યું લોકાર્પણ

પ્રઘાનમંત્રી આજે તારીખ 28 ઓગષ્ટના દિવસે ભૂજ ખાતે વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ કર્યુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો ભૂજના પ્રવાસ દરમિયાન મીરજાપર હાઇવેથી જી.કે.જનરલ હોસ્પિટલ સુધી આશરે ત્રણ કિ.મી લાંબો રોડશોનું આયો

|
Google Oneindia Gujarati News

પ્રઘાનમંત્રી આજે તારીખ 28 ઓગષ્ટના દિવસે ભૂજ ખાતે વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ કર્યુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો ભૂજના પ્રવાસ દરમિયાન મીરજાપર હાઇવેથી જી.કે.જનરલ હોસ્પિટલ સુધી આશરે ત્રણ કિ.મી લાંબો રોડશોનું આયોજન કરવામાં આવ્યું હતું. રોડ શો દરમિયાન કચ્છવાસીઓએ પારંપારિક નૃત્ય અને દેશનો તિરંગો લહેરાવી વડાપ્રઘાન નરેન્દ્ર મોદી સાહેબને રૂડો આવકાર આપ્યો હતો. વડાપ્રઘાન નરેન્દ્ર મોદી સાહેબના વરદ હસ્તે સ્મૃતિ વન તથા કચ્છ શાખા નહેર સહિત વિવિધ પ્રોજકેટના લોકાર્પણ અને ખાતમુહર્ત કરવામાં આવ્યું ત્યાર પછી વડાપ્રઘાન નરેન્દ્ર મોદી સાહેબે યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત રહી દેશવાસીઓને સંબોધન કર્યું. આ કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું સ્વાગત કર્યુ.

NARMADA MODI

આ કાર્યક્રમમાં દેશના કર્મનિષ્ઠ પ્રઘાનસેવક નરેન્દ્રભાઇ મોદી સાહેબે સંબોધનની શરૂઆત કચ્છી ભાષાથી કરતા જણાવ્યું કે, સ્મૃતિવન અને અંજારમાં વિર બાળક સ્મારક નું લોકાર્પણ કચ્છની,ગુજરાતની અને સમગ્ર દેશની સાચી વેદનાનું પ્રતિક છે. ભૂકંપમાં જે પરિવારોએ તેમના સ્વજનોને ગુમાવ્યા છે તેમને આ સ્મારક સમર્પિત કરુ છું. આજે કચ્છમા વિવિધ વિકાસલક્ષી કાર્યોનું શિલાન્યાસ અને લોકાર્પણ કરવામાં આવ્યું છે જેમાં વીજળી, રસ્તા,અને ડેરી સાથે સંકળાયેલા પ્રોજકેટ છે. આ કાર્યો જ કચ્છના વિકાસ માટે ડબલ એન્જિન સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. મા આશાપુરાના દર્શન સરળતાથી થઇ શકે તે માટે આજે નવી સુવિઘાઓનું શિલાન્યાસ પણ કરવામાં આવ્યું છે.

રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત કેવી રીતે આગળ વધી રહ્યુ છે તેનું આ પ્રમાણ છે. આજે સ્મૃતિ વન જતી વખતે આખા રસ્તામાં કચ્છના લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે,ખૂબ આશિર્વાદ આપ્યા છે. હું આ ધરતીને નમન કરુ છું અને અંહી ઉપસ્થિત લોકોને પણ નમન કરુ છું. બે દસક પહેલા કચ્છે જે પણ સહન કર્યુ તે પછી કચ્છે જે હોંસલો બતાવ્યો તેની દરેક ઝલક આ સ્મૃતિ વનમાં છે.

વડાપ્રઘાન નરેન્દ્ર મોદી સાહેબે વધુમાં જણાવ્યું કે,અમરિકામાં 9/11 જે બહુ મોટો આંતકી હુમલો થયો હતો તે પછી ત્યા એક સ્મારક તૈયાર કરવામાં આવ્યું મે તેને પણ જોયુ છે, જાપાનમાં હિરોસિમામાં થયેલ ત્રાસદી પછી તેની સ્મૃતિને સાચવતું એક મ્યુઝિયમ પણ જોયુ છે, અને આજે સ્મૃતિવન જોઇને હું દેશવાસીઓને ખૂબ નમ્રતાથી કહેવા માંગુ છું કે આપણુ સ્મૃતિવન દુનિયાના સારામા સારા સ્મારકોની તુલાનામાં એક ડગલુ પણ પાછળ નથી. કચ્છમાં કોઇ મહેમાન આવે તો સ્મૃતિવન જોયા વગર જવા દેશો નહી તેવી કચ્છવાસીઓને વિનંતી કરી. શાળાના બાળકોને સ્મૃતિવન બતાવવા હાંકલ કરી. કચ્છમાં 26 જાન્યુઆરી 2001ના દિવસે જ્યારે ભુંકપ આવ્યો ત્યારે હું દિલ્હી હતો, સમચાર મળતા દિલ્હીથી અમદાવાદ આવી બીજા દિવસે કચ્છ પહોંચ્યો. તે સમયે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હતો મને ખબર ન હતી કે હું કેવી રીતે કચ્છના લોકોની મદદ કરીશ પરંતુ મે નક્કી કર્યુ હતું કે દુખના સમયે આપ સૌને વચ્ચે રહીશ અને સંભવ દરેક મદદ કરવાનો સંકલ્પ કર્યો હતો.

આજે કચ્છની તસ્વીર બદલાઇ છે. મુખ્યમંત્રી તરીકે પહેલી દિવાળી અને કચ્છના લોકોની ભૂંકપ સમયની પહેલી દિવાળી મે અને મારા તે સમયના સાથી મંત્રીઓએ દિવાળી નોહતી ઉજવી તે સમયે હું કચ્છવાસીઓની વચ્ચે આવ્યો હતો. આમ તો દિવાળી બોર્ડર પર જઇ દેશના જવાનો સાથે ઉજવતો હોવ છું પરંતુ તે વર્ષે મે તે પરંપરા છોડી ભૂકંપ પીડિત પરિવારજનો વચ્ચે રહી દિવાળી ઉજવી હતી. કેટલાક લોકોને જે રણ દેખાતુ હતું તે રણમાં મને ભારતનું તોરણ દેખાઇ રહ્યુ છે. 15 ઓગષ્ટે દેશવાસીઓને જણાવ્યું હતું કે, 2047માં ભારત વિકસીત દેશ બનશે. ભૂંકપ પછી કચ્છમાં જે કામ થયુ તે અકલ્પનીય છે.નવી કોલેજોની સ્થાપના થઇ,નવી શાળાઓ બનાવવામાં આવી,આધુનિક હોસ્પિટલો બનાવવામાં આવી છે. કહેવત છે કે મહેનતનુ ફળ મીઠું હોય કચ્છે આ કહેવતને સાચી સાબીત કરી બતાવી છે.

ફળ ઉત્પાદનના મામલે કચ્છ આજે ગુજરાતનું નંબર વન જિલ્લો બન્યું છે. 20 વર્ષમાં કચ્છમાં દૂધનું ઉત્પાદન ત્રણ ગુણાથી વઘી ગયુ છું. કચ્છે અને ગુજરાતે તેમની વિરાસતને સંપુર્ણ ગૌરવ સાથે જાળવી રાખવાનું ઉદાહરણ દેશ સામે રાખ્યું છે. આજે ન માત્ર ગુજરાત પરુંત દેશ અને દુનિયામાં ચર્ચાઓ થઇ રહી છે કે જેણે કચ્છ નથી જોયુ તેને કશું નથી જોયું.

આ કાર્યક્રમમાં પ્રજાવત્સલ લોકલાડિલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, કચ્છ માટે આજે સ્મૃતિ અને સમૃદ્ધીનો દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબે એક વર્ષમાં ગુજરાતને આશરે 47 હજાર કરોડ રૂપિયાથી વધુ વિકાસલક્ષી કાર્યોની ભેટ આપી છે. આજે આ રકમના દસ ટકા એટલેકે 47 કરોડ રૂપિયા ના વિકાસના કામોની ભેટ એકલા કચ્છને આપી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબના વરદ હસ્તે થયેલા વિવિધ વિકાસલક્ષી કામોથી કચ્છનો વિકાસ વેગવંતો બનશે. કચ્છવાસીઓને નર્મદાનું જળ આપવાનું વચન પણ પુર્ણ કર્યુ છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે કરોડા રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ કચ્છ-ભૂજ-માંડવી 143 કિ.મી લાંબી બ્રાન્ચ કેનાલની ભેટ આજે ગુજરાતને મળી છે. વિરોધપક્ષ પર પ્રહાર કરતા જણાવ્યું કે આપણે એ પણ યાદ કરવું જોઇએ કે એવા કોણ લોકો હતા કે જેમણે પાંચ-પાંચ દાયકા સુઘી કચ્છને નર્મદાના પાણીથી વંચીત રાખ્યા,તરસ્યુ રાખ્યું,સુકુ ભટ્ટ રાખ્યુ હતું. આપણે બઘા જાણીએ છીએ કે વિરોઘ કરવા વાળા અર્બન નકસલવાદીઓ કોણ હતા. આ લોકોએ ગુજરાતને અને કચ્છને વિકાસથી વંચીત રાખવાના પ્રયત્ન કર્યા જેમાં એક નામ છે મેધા પાટકર. સૌ જાણે છે કે મેઘા પાટકર જેવા વ્યક્તિ કઇ પાર્ટી સાથે જોડાયેલા છે, કોણે તેમણે સાંસદની ચૂંટણી લડવાની ટીકિટ આપી હતી. ગુજરાતના ભોળી જનતાને ભ્રમીત કરવાના પ્રયાસ કર્યા પરંતુ ગુજરાતની શાણી અને ખમીરવંતી પ્રજાએ આવા લોકોના મનસુબા ફાવા દિધા નથી.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે વધુમાં જણાવ્યું કે, આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે મા નર્મદાનું પાણી કચ્છની સુકી ધરાને પહોંચાડવા માટે નર્મદા યોજનાના વિરોઘીઓ અને ગુજરાત વિરોધીઓ સામે ખૂબ સંઘર્ષ કર્યો તે અંગે ગુજરાતની જનતા જાણે છે. કેન્દ્રમાં વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી સાહેબે સત્તા સંભાળી ત્યારે માત્ર 17 દિવસમાં નર્મદાના દરવાજાને મુકવાની પરવાનગી આપી વડાપ્રઘાન નરેન્દ્ર મોદી સાહેબે ગુજરાતના વિકાસના દરવાજા ખોલી દીધા હતા. હવે ડબલ એન્જિનની સરકારથી રાજયમાં વિકાસના કામોએ ગતી પકડી છે. કચ્છવાસીઓને પણ ડબલ એન્જિનની સરકારનો ડબલ લાભ મળતો થયો છે. ભારતના સૌથી મોટા 30 હજાર મેગા વોટ હાઇબ્રીડ રીન્યુએબલ એનર્જી પાર્ક કચ્છમાં બની રહ્યો છે. રિન્યુએબલ એનર્જીની બાબતમાં કચ્છમાત્ર ગુજરાત જ નહી ભારતનું સૌથી મોટુ ઉત્પાદન કેન્દ્ર બનશે. 26મી જાન્યુઆરી 2001ના કચ્છમાં આવેલ ભૂકંપને આજે પણ આપણે ભૂલ્યા નથી. આ કુદરતી હોનારતમાં આપણે આપણા સ્વજનો ગુમાવ્યા છે.

આ કાર્યક્રમમાં ગુજરાત વિઘાનસભાના અઘ્યક્ષ ડો.મતી નિમાબેન આચાર્ય,રાજયના મંત્રીઓ કિર્તિસિંહ વાઘેલા, જીતુભાઇ ચૌધરી, સાંસદ વિનોદભાઇ ચાવડા, કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ પારૂલબેન, ધારાસભ્યઓ વાસણભાઇ આહિર, પ્રદ્યુમનસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, મતી માલતીબેન મહેશ્વરી, તેમજ પાર્ટીના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

English summary
Bhupendra Patel attacked you without naming him
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X