સી પ્લેનમાં મુસાફરી કરશે PM મોદી, સાબરમતી ટૂ અંબાજી
સી પ્લેનમાં યાત્રા કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનશે દેશના તેવા પહેલા વડાપ્રધાન જેમણે આ રીતે સાબરમતી રિવરફ્રન્ટ થી ધરોઇ ડેમનું અંતર પસાર કર્યું હોય. જે બાદ તે રોડ માર્ગે અંબાજી પણ જશે. વધુ વાંચો આ અં
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશના તેવા પ્રથમ વડાપ્રધાન બનશે જે Sea પ્લેન મારફતે સાબરમતી રિવરફ્રન્ટથી ધરોઇ ડેમ ખાતે હવાઇ સફર કરીને જશે. અને તે પછી રોડમાર્ગે તે માં અંબાના દર્શન કરવા માટે અંબાજી જશે. નોંધનીય છે કે સાબરમતી રિવરફ્રન્ટથી તેમનું આ સી પ્લેન ઉડીને ધરોઇ ડેમના સરોવરમાં ઉતરશે. અને ત્યાં જ આ રીતે જે બપોરે 2:30 સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પરત ફરશે. ત્યારે સ્પાઇસ જેટની કંપનીએ જાપાનની સેટોચી હોલ્ડિંગ્સ કંપનીની મદદથી આ સી પ્લેનના ટ્રાયલ્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેનાથી ભવિષ્યમાં ટૂરીઝમને પણ લાભ થશે તેમ જાણવા મળ્યું છે.

નોંધનીય છે કે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે PM મોદીએ તેમની સભામાં આ અંગે જાહેરાત કરી હતી. આમ કરીને મોદી દેશના પહેલા તેવા વડાપ્રધાન બનશે જે સી પ્લેનમાં બેસીને યાત્રા કરશે. તેમણે આ પ્રસંગે કહ્યું કે કોંગ્રેસ વિકાસની કલ્પના નહોતી કે ટુરિઝમ વધારવા માટે બધે એરોપોર્ટ ના બનાવી શકાય. અમે વોટર વે બનાવાની કામગીરી શરૂ કરી છે. અને તે માટે સ્પાઇજેટે પહેલી વખત 100 જેટલા પ્લેન કોરિયન કંપની પાસેથી કોન્ટ્રાક્ટ કરીને મંગાવ્યા છે. ત્યારે પીએમ મોદી કેવા સીપ્લેનમાં આ મુસાફરી કરશે તે અંગે જુઓ આ વીડિયો...
#WATCH: #Visuals of sea plane Prime Minister Narendra Modi will be travelling in, from Sabarmati River in Ahmedabad to Dharoi Dam shortly #Gujarat pic.twitter.com/C8mqgzm1LA
— ANI (@ANI) December 12, 2017
-
અમરેલી: ખાંભાના ઈંગોરાળામાં 220 લીટર નકલી દૂધ ઝડપાયુ -
Gold Price Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજના ભાવ -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી, ભરઉનાળે માવઠાની આગાહી -
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તાઓ વસાવાશે, સરકારે 14.70 કરોડ રૂપિયા ખર્ચ કર્યો -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી












Click it and Unblock the Notifications
