For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજયના બે લાખથી વધુ ફેરિયાઓને સ્વનિધિ યોજના અંતર્ગત રૂ.૨૯ લાખથી વધુની સહાય મળી

કોરોના મહામરી દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન લગાવી દેવામાં આવતા હજારો લોકોને ધંધા રોજગાર પર અસર થઇ હતી. સૌધી વધારે ખરાબ હાલત નાન વેપારી કે જે લારી ગલ્લા, તેમજ ફેરિયાઓની થઇ હતી. આ લોકોનું જીવન ધોરણ સુધરે કોરોનાને લી

|
Google Oneindia Gujarati News

કોરોના મહામરી દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન લગાવી દેવામાં આવતા હજારો લોકોને ધંધા રોજગાર પર અસર થઇ હતી. સૌધી વધારે ખરાબ હાલત નાન વેપારી કે જે લારી ગલ્લા, તેમજ ફેરિયાઓની થઇ હતી. આ લોકોનું જીવન ધોરણ સુધરે કોરોનાને લીધે નાના વેપારીઓન થયેલા નુક્સાન ભરપાઇ થઇ શકે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા સ્વનિધિ યોજના અમલમાં મૂકી હતી. જમા નાના વેપારીઓને 10 હજાર સુધીને લોન આપીને મદદ રૂપ થવા સરકારે પ્રયાસ કર્યો હતો. જેનો લાભ 2 લાખ લોકોએ લીધો હતો.

NARENDRA Modi

કોવિડ-19 લોકડાઉનને કારણે પ્રતિકૂળ અસર પામેલા ફેરિયાઓને તેમની આજીવિકા ફરી શરૂ કરવા માટે સસ્તી વર્કિંગ કેપિટલ લોન આપવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા પીએમ સ્વનિધિ યોજના તા. 01 જૂન, 2020 ના રોજ શરૂ કરવામાં આવી છે, જે યોજના નાના ફેરિયાઓ માટે આશીર્વાદ રૂપ પુરવાર થઈ રહી છે. આ યોજના અતર્ગત રાજયના બે લાખથી વધુ ફેરિયાઓને પી.એમ.સ્વનિધિ યોજના અંતર્ગત રૂ.૨૯ થી વધુની સહાય મળી ચૂકી છે.

પીએમ સ્વનિધિ યોજના હેઠળ રૂ. 10 હજાર સુધીની લોન આપવામા આવે છે. આ યોજના અંતર્ગત રાજ્યમાં એપ્રિલ 2022 સુધીમાં નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારના 2,39,204 ફેરિયાઓની અરજી મંજૂર કરવામા આવી છે જેમાંથી 2,12,135 ફેરિયાઓને ચૂકવણું કરવામા આવ્યું છે.

આ યોજના થકી ડીજીટલ ટ્રાન્ઝેક્શનને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એપ્રિલમાં તેમની મન કી બાત કાર્યક્રમમાં કહ્યું હતું કે દેશમાં 20 હજાર કરોડથી વધુના ડિજીટલ ટ્રાન્ઝેક્શન અત્યારે થઇ રહ્યા છે. ગુજરાતમાં પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત શેરી ફેરીયાઓને માસિક મહત્તમ રૂ.૧૨૦૦/- કેશ બેક મળવા પાત્ર છે. તેમાં ફેરીયાઓએ અત્યાર સુધી કુલ રૂ.૨૯,૦૧,૨૫૯/- નું કેશબેક મેળવ્યું છે.

English summary
PM Swanidhi Yojana in Lockdown became a blessing for small traders
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X