For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંચમહાલના જાંબુઘોડા માં ₹885.42 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 1 નવેમ્બરે તેઓ પંચમહાલના આદિવાસી વિસ્તાર જાંબુઘોડાની મુલાકાત લઈ જનસભાને સંબોધન કરશે. આ આદિવાસી વિસ્તારમાં તેઓ ₹858 કરોડના વિવિધ વિકાસકાર્યોની

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 1 નવેમ્બરે તેઓ પંચમહાલના આદિવાસી વિસ્તાર જાંબુઘોડાની મુલાકાત લઈ જનસભાને સંબોધન કરશે. આ આદિવાસી વિસ્તારમાં તેઓ ₹858 કરોડના વિવિધ વિકાસકાર્યોની ભેટ આપશે. વડાપ્રધાન આ મુલાકાત દરમિયાન શિક્ષણ, શ્રમ અને રોજગાર, તેમજ આરોગ્ય વિભાગ સંબંધિત વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે.

NARMADA MODI

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીના ગ્રામીણ વિકાસ અને આત્મનિર્ભર ગામડાઓનું સ્વપ્ન સાકાર કરવા હાકલ કરી છે, સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ ક્ષેત્રે સુવિધાઓ વિકસિત કરવા માટે જરૂરી આધાર નિર્માણ કર્યો છે. જેના લીધે વિવિધ ગામો અને જિલ્લાઓમાં વિકાસકાર્યોને વેગ મળ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાંબુઘોડામાં ₹52.61 કરોડના ખર્ચે બનેલા ગોવિંદગુરુ યુનિવર્સિટી બિલ્ડીંગના એડમિનિસ્ટ્રેટીવ બ્લોક અને બે પ્રાથમિક શાળાઓનું લોકાર્પણ કરશે. આ સાથે જ તેઓ ગોધરા મેડિકલ કોલેજ અને કૌશલ્યા- ધ સ્કિલ યુનિવર્સિટીના ₹686 કરોડના પ્રોજેક્ટનું સાથે ગોધરા કેન્દ્રિય વિદ્યાલયના બિલ્ડિંગના વિકાસકાર્યોનું ખાતમુહુર્ત કરશે. સાથે જ ₹122.18 કરોડના GGUના વિવિધ એકેડેમિક બ્લોક બિલ્ડિંગનો શિલાન્યાસ કરશે.

ગ્રીન એડમિનિસ્ટ્રેટિવ બ્લોક ધરાવતી ગુજરાત રાજ્યની પ્રથમ સ્ટેટ યુનિવર્સિટી બનશે ગોવિંદગુરુ યુનિવર્સિટી

પર્યાવરણના રક્ષણ અને જાળવણી માટે વડાપ્રધાને ગત વર્ષે ગ્લાસગોમાં યોજાયેલા COP26 સંમેલનમાં લાઈફસ્ટાઈલ ફોર એનવાયર્મેન્ટ (LiFE) ના વૈશ્વિક આંદોલનની જાહેરાત કરી હતી અને આંતરરાષ્ટ્રીય જન સમુદાયને LiFE ને આંતરરાષ્ટ્રીય આંદોલન તરીકે દોરી જવાની હાકલ કરી હતી. આ ઉપરાંત, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં પૃથ્વીને બચાવવા માટે રિડ્યુસ, રિયુઝ અને રિસાઈકલના સિદ્ધાંત પર પણ ભાર મૂક્યો હતો. આ બાબતને ધ્યાનમાં રાખીને ગોવિંદગુરુ યુનિવર્સિટીએ તેના કેમ્પસમાં ગ્રીન બિલ્ડીંગ બનાવવાનો નિર્ણય લીધો છે.

ગોવિંદગુરુ યુનિવર્સિટી IGBC પ્રમાણિત ગ્રીન એડમિનિસ્ટ્રેટિવ બ્લોક ધરાવતી ગુજરાતની પ્રથમ સ્ટેટ યુનિવર્સિટી હશે. આ ગ્રીન એડમિનિસ્ટ્રેટિવ બ્લોક વધુ સારી ઈન્ડોર એન્વાયરમેન્ટ ક્વૉલિટી સાથે એનર્જી અને વોટર એફિશિયન્ટ બિલ્ડીંગ હશે જેનાથી, ઓપરેશન ખર્ચમાં 30-40 ટકા સુધીનો ઘટાડો થશે. આ પ્રોજેક્ટ દ્વારા 1.50 લાખ વિદ્યાર્થીઓ, 1500 પ્રોફેસરો, 838 પીએચડી વિદ્યાર્થીઓ, 239 કોલેજો અને 8 ભવનને લાભ થશે.

શહીદોની યાદમાં ગામમાં સ્મારક પ્રતિમા અને પ્રાથમિક શાળાઓનું લોકાર્પણ

સ્વાતંત્ર્ય સંગ્રામના વીર શહીદો રાજા રૂપસિંહ નાયક અને સંત જોરીયા પરમેશ્વરની યાદમાં તેમના વતન દાંડીયાપુરા અને વડેક ગામની પ્રાથમિક શાળાઓને આ શહીદોના નામ સાથે જોડવામાં આવી છે. આ ઉપરાંત, જાંબુઘોડાથી 8 કિમી દૂર વડેક ગામ ખાતે સંત જોરિયા પરમેશ્વરની સ્મારક પ્રતિમા અને જાંબુઘોડાથી 10.5 કિમી દૂર દાંડિયાપુરા ગામમાં શહીદ રૂપસિંહ નાયક સ્મારક પ્રતિમા પણ બનાવવામાં આવી છે. જેનું વડાપ્રધાન લોકાર્પણ કરશે. તાલુકાના પ્રવાસનને વેગ મળે તે માટે શાળાઓના વિકાસ તથા શહીદોની સ્મૃતિમાં ઓડિયો વિઝ્યુઅલ દ્વારા શહીદોની ગાથાનું વર્ણન, ગ્રીન ગ્રાસ પાથ-વે, ઈકો ફ્રેન્ડલી ગાર્ડન, આઉટડોર સિટીંગ ફેસીલીટી વગેરેનું નિર્માણ કરવાના કામોને મંજૂરી આપવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ₹522 કરોડના ગોધરા મેડિકલ કોલેજ અને ₹164 કરોડના કૌશલ્યા- ધ સ્કિલ યુનિવર્સિટીના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરશે*

ઉલ્લેખનીય છે કે કૌશલ્યા- ધ સ્કિલ યુનિવર્સિટીની સ્થાપના ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2021માં યુવાનોને સ્કિલ સ્માર્ટ બનાવવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી. આ યુનિવર્સિટીનું કેમ્પસ શીલજ ખાતે 55,816 ચોરસ મીટરની જમીનમાં વિકસાવવામાં આવશે. વધુમાં, આ યુનિવર્સિટી દ્વારા આગામી 10 વર્ષમાં 3 લાખ યુવાનોને તાલીમ અને કૌશલ્ય પ્રદાન કરવાનું ધ્યેય નિર્ધારિત કરવામાં આવ્યું છે.આ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવનાર તમામ યુવાનોને એપ્રેન્ટિસશીપ, ઓન ધ જોબ તાલીમ અને પ્લેસમેન્ટની તક આપવામાં આવશે.

GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલની સ્થાપનાને કારણે પંચમહાલ જિલ્લાના લોકોને તેમના જ જિલ્લામાં આધુનિક આરોગ્ય સેવાઓ મળી રહેશે. જિલ્લાના યુવાનોને MBBSમાં પ્રવેશ મેળવવાની તક મળશે સાથે જ આધુનિક હોસ્પિટલ સ્થપાવાથી વસ્તીના રેશિયોની સામે ડોક્ટરોની અછત ઘટશે. આ હોસ્પિટલ 20 એકર જમીન પર બંધવામાં આવશે, જેમાં MBBSના વિદ્યાર્થીઓ માટે 100 બેઠકો હશે.

English summary
PM will inaugurate the launch of 825 crores in tribal areas
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X