For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાઇબ્રન્ટ ગુજરાત 2015 : પોલેન્ડ અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનો ગુજરાતના CMને મળ્યા

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 10 જાન્યુઆરી : ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં સાતમી વાઇબ્રન્ટ ગુજરાત 2015 સમિટ શરૂ થાય તેના એક દિવસ પહેલા ઓસ્ટ્રેલિયા અને પોલેન્ડના પ્રધાનોએ ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલની મુલાકાત લઇને સંબંધોને મજબૂત બનાવવા માટે કેટલાક કરારો પણ કર્યા હતા.

વાયબ્રન્ટ સમિટ સંદર્ભે પોલેન્ડના ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર શ્રીયુત યાનુઝ પીસ્ચોન્સ્કીની અધ્યક્ષતામાં ગુજરાત આવેલા ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી. તેમણે એનર્જી, એગ્રો પ્રોસેસીંગ અને ફાર્મા જેવા ક્ષેત્રોમાં ગુજરાત સાથે સહભાગિતા વિકસાવવા તત્પરતા દર્શાવી હતી.

બીજા વિશ્વયુધ્ધ દરમ્યાન ક્રિકેટર રાજવી રણજીતસિંહજીના દત્તક પુત્ર અને કાઠિયાવાડના નવાનગરના જામસાહેબ દિગ્વીજયસિંહજીએ યુધ્ધના કારણે નિરાશ્રિત થયેલા પોલેન્ડના ૬૦૦ મહિલાઓ અને બાળકોને આશ્રય આપ્યો હતો.

gujarat-cm-anandiben-patel-1

શ્રીયુત પીસ્ચોન્સ્કીએ આ ઘટનાને યાદ કરીને ગુજરાત અને તેના લોકોનો આ માનવીય અભિગમ બદલ આભાર માન્યો. તેમણે મહાત્મા ગાંધીજીને 20મી સદીના સાચા વૈશ્વિક નાયક તરીકે ઓળખાવીને મહાત્માની ભૂમિ પર આવવાનો અત્યંત હર્ષ વ્યક્ત કર્યો.

વાયબ્રન્ટ સમિટ સંદર્ભે ગુજરાત આવેલા ઓસ્ટ્રેલિયાના ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ મિનિસ્ટર શ્રીયુત એન્ડ્ર્યુ રોબ સાથે આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સાથે મુલાકાત કરી હતી. તેઓ 450 સભ્યોના પ્રતિનિધિમંડળ સાથે વાઈબ્રન્ટ સમિટમાં સહભાગી બનવાના છે.

તેમની સાથે આવેલા ન્યુ સાઉથ વેલ્સના પ્રિમિયર શ્રીયુત માઈક બેર્ડ સાથે પણ મુલાકાત કરી હતી. શ્રીયુત માઈક બર્ડે ગુજરાત સરકાર દ્વારા નિર્માણાધીન GIFT સીટી પ્રોજેક્ટ અંગે જાણવામાં ઘણો રસ દાખવ્યો.

ઘણી ખુશીની વાત છે કે ગુજરાત સરકારે આજે ન્યુ સાઉથ વેલ્સ સાથે શિક્ષણ, સ્કીલ ડેવલપમેન્ટ, વોટર સિક્યોરીટી, સાતત્યપૂર્ણ શહેરી વિકાસ અને ક્લીન ટેક્નોલોજી ક્ષેત્રે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબુત બનાવવાના સમજૂતી કરાર પણ કર્યા છે.

English summary
Poland and Australian representatives met Gujarat CM Anandiben Patel ahead of Vibrant Gujarat 2015.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X