રાજકોટમાં પોલીસે બે હજારની 400 નોટો સાથે બે ની કરી ધરપકડ

Subscribe to Oneindia News

રાજકોટ બી ડિવિઝન પોલીસે આજે સવારે બે શખ્સોની ધરપકડ કરી હતી. આ શખ્સો પાસેથી 2000 રુપિયાના દરની 8 લાખ અને 100 રુપિયાના દરની 35 હજારની એમ કુલ મળી 8.35 લાખની રોકડ રકમ મળી આવી છે.

rajkot

પોલીસે ઝડપેલી રકમમાં બે હજારની 400 નોટ અને 100 ના દરની 350 નોટો જપ્ત કરવામાં આવી છે. મોટર સાઇકલની ડેકીમાં આ રૂપિયા રાખવામાં આવ્યા હતા તેવું પોલીસે જણાવ્યું હતું. પોલીસ આ લોકો પાસેથી વધુ માહિતી મેળવવા માટે પૂછપરછ શરુ કરી છે.

રાજકોટના પેડક રોડ ગેટ પાસે બે શખ્સો સફેદ રંગની મોટર સાઇકલમાં કાળા રંગની થેલીમાં 2000 ની 400 નોટ અને 100 ની 350 નોટ સાથે પોલિસના હાથે ઝડપાઇ ગયા હતા. પોલિસે બંનેની વધુ તપાસ હાથ ધરી છે તેમજ આઇટી વિભાગને પણ જાણ કરી છે.

English summary
police arrested two people with 400 notes of 2000 rupees in rajkot
Please Wait while comments are loading...