For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજ્યમાં ડ્રોનની મદદથી રાખવામાં કરાઇ રહ્યુ છે લોકડાઉન સર્વેલાન્સ

રાજ્યમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યુ છે. ડ્રોનથી સર્વેલાન્સ કરવામાં આવી રહ્યુ છે. પોલીસ ચાંપતી નજર રાખીને લોકોને પોતાના ઘરમાં રહેવાના પ્રયાસ કરી રહી છે. ગ્

|
Google Oneindia Gujarati News

રાજ્યમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યુ છે. ડ્રોનથી સર્વેલાન્સ કરવામાં આવી રહ્યુ છે. પોલીસ ચાંપતી નજર રાખીને લોકોને પોતાના ઘરમાં રહેવાના પ્રયાસ કરી રહી છે. ગ્રામ્ય સ્તરે લોકડાઉનનો જડબેસલાક પાલન કરી શકાય તે માટે ગામડાઓમાં સ્થાનિક આગેવાનો અને સરપંચ, તલાટીનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. પોલીસનો ઉપયોગ થાય તે માટે સૂચના આપી છે. ખોટું કારણ બતાવશો તો પોલીસ કડક કાર્યવાહી કરશે. રાજ્યમાં અત્યાર સુધી 54 રાહત કેમ્પો પણ શરૂ કરવામાં આવ્યા છે. ગુજરાતમાંથી બહાર 18 હજાર લોકોને બહાર અન્યત્ર રાજ્યમાં જતાં રોકવામાં આવ્યા છે.

locksown

Recommended Video

બહાર નીકળતા લોકો પર અમદાવાદ પોલીસ આકાશમાંથી રાખશે નજર

રાજ્યના સેંકડો ઘરોમાં કરાયો ડોર ટુ ડોર સર્વે

રાજ્યમાં આજે રાહતના સમાચાર છે કે, આજે બાર કલાકમાં કોઇ નવા પોઝિટિવ કેસ સામે આવ્યા નથી. રાજ્યમાં કુલ 44 લોકો કોરોના પોઝિટિવ છે. રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. 11 વ્યક્તિઓના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જે તમામના રીપોર્ટ નેગેટિવ આવ્યા છે. રાજ્યમાં દસ હજારથી વધારે ફિમેલ હેલ્થ વર્કરો ડોર ટૂ ડોર સર્વે કરી રહ્યા છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 3.5 કરોડ લોકોનો સર્વે કરવામાં આવ્યો છે.

ક્યાંક પોલીસ દમન તો ક્યાંક પોલીસે મહેકાવી માનવતા

રાજ્યમાં સેંકડો શ્રમજીવી લોકો પોતાના ધંધા વ્યવસાયના સ્થળથી વતન તરફ જઇ રહ્યા છે. આ લોકો સાથે પોલીસ દમનના બનાવો પણ ઠેર ઠેર બહાર આવ્યા છે. તો ક્યાંક પોલીસની માનવતાં મહેકાવતાં બનાવો પણ પ્રકાશમાં આવ્યા છે. ભુખ્યા લોકોને ભોજન આપતાં પોલીસની તસ્વીરો વાઇરલ થઇ રહી છે. તો, ક્યાંક પોલીસ લાઠીચાર્જ કરતાં વીડિયો અને તસ્વીરો પણ વાઇરલ થઇ રહી છે.

આ પણ વાંચો: રાહુલ ગાંધીએ લોકડાઉન પર ઉઠાવ્યા સવાલ, કહ્યું - ભારત બ્લેક એન્ડ વ્હાઇટ નથી

English summary
police serveliance by dron in gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X