પાટણ જિલ્લાની ચાણસ્મા બેઠકના રાજકીય ગણીત

ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં વિધાનસભાની ચાર બેઠકોનો સમાવેશ થાય છે. જેમાં પાટણ, રાધનપુર, ચાણસ્મા અને સિદ્ધપુર વિધાનસભા બેઠકો. રાજ્યમાં હાલમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે. ત્યારે, પાટણ જિલ્લાની આ બેઠકો પર બીજા તબક્કામાં મતદાન યોજાનાર છે. હાલમાં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે, ત્યારે, પાટણ જિલ્લાની ચાણસ્મા બેઠકના રાજકીય અને સામાજિક જાતિવાદી ગણીતની ચર્ચા કરીએ તો..

congress

પાટણ જિલ્લાની ચાણસ્મા વિધાનસભા બેઠક બીજેપી તરફી સેઇફ બેઠક માનવામાં આવે છે. આ વિધાનસભા બેઠકમાં ચાણસ્મા, સમી અને હારીજ તાલુકાના ગામોનો સમાવેશ થાય છે. સમી તાલુકાના 51 ગામ, હારીજ તાલુકાના 40 ગામ અને ચાણસ્મા તાલુકાના 60 ગામો મળીને આ વિધાનસભા મતવિસ્તારમાં કૂલ 151 ગામોનો સમાવેશ થાય છે. ચાણસ્મા વિધાનસભા મતવિસ્તારમાં કૂલ 2.92 લાખ મતદારોનો સમાવેશ થાય છે. જેમાં, 1.51 લાખ પુરુષ મતદારો અને 1.42 લાખ સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. ચાણસ્મા મતવિસ્તારમાં કૂલ 318 મતદાન મથકોનો સમાવેશ થાય છે.

ચાણસ્મા વિધાનસભા બેઠકના જાતિગત ગણિતની ચર્ચા કરવામાં આવે તો, આ બેઠકમાં ઠાકોર મતદારોનું વર્ચસ્વ રહેલુ છે. 30 ટકા જેટલા ઠાકોર મતદારો ધરાવતી આ બેઠક પર અન્ય મતદારોમાં પટેલ મતદારો 15 ટકા, દલિત મતદારો 8 ટકા, ક્ષત્રિય મતદારો 7 ટકા તેમજ મુસ્લિમ અને માલધારી મતદારોનો સમાવેશ થાય છે.

ગત 2017ની વિધાનસભા ચૂંટણીમાં આ ચાણસ્મા બેઠક પરથી ભાજપના દિલિપ ઠાકોરે કોંગ્રેસના રઘુ દેસાઇને પરાસ્ત કર્યા હતા. ત્યારે 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપમાંથી દિલિપ ઠાકોરને રિપિટ કર્યા છે. કોંગ્રેસમાંથી દિનેશ ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે, આમ આદમી પાર્ટીમાંથી વિષ્ણુ ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X