ગુજરાતમાં પોસ્ટર વોર પછી કાર્ટૂન વોર શરૂ, રાહુલનું કાર્ટૂન ટ્વિટ

Written By:
Subscribe to Oneindia News

સોશ્યલ મીડિયાના આ સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સોશ્યલ મીડિયામાં જોરશોરથી બંન્ને પાર્ટીઓ પ્રચાર કરી રહી છે. ભાજપ વિવિધ વીડિયો દ્વારા લોકો સુધી પોતાનો અવાજ પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે. સાથે જ કોંગ્રેસ અને ભાજપ બન્ને તરફથી રસપ્રદ ટ્વિટ દ્વારા પણ લોકોનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ થઇ રહ્યો છે. ત્યારે હાલમાં જ સોશ્યલ મીડિયામાં રાહુલના બે કાર્ટૂન વાયરલ થઇ રહ્યા છે. આ કાર્ટૂનમાં ગુજરાતના ત્રણ યુવા નેતા જીજ્ઞેશ મેવાણી, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને એક સર્કસમાં કામ કરતા દેખાડવામાં આવ્યા છે. જીજ્ઞેશ જાતિવાદ, અલ્પેશ સંપ્રદાયવાદ અને હાર્દિકને આરક્ષણની રીતે દેખાડવામાં આવ્યા છે. અને આ ત્રણેય એક ઝૂલતા હિંચલા પર એકબીજાને પકડીને ઊભા છે. અને તે તમામને પકડી રાહુલ ગાંધી લટકીને ઊભેલા દેખાય છે. સાથે જ આ કાર્ટૂનમાં લખ્યું છે કે પકડી જ રાખજો સાથીઓ હવે તમારો જ સહારો છે.

Rahul Gandhi

તો બીજા કાર્ટૂનમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને પીએમ મોદી વચ્ચેની લડાઇ બતાવવામાં આવી છે. આ કાર્ટૂનમાં જ્યારે રાહુલ નોટબંધી બોલે છે તો લોકો મોદી મોદી બોલી તેમની પાછળ પડે છે. સાથે જ આ કાર્ટૂનમાં એક કૂતરું પણ પીડી સાથે જોવા મળી રહ્યું છે.

Rahul

નોંધનીય છે કે આ પહેલા કોંગ્રેસ પણ કેટલાક પોસ્ટર જાહેર કરી ચૂકી છે. કોંગ્રેસને વિકાસ ગાંડો થયો છે તે અભિયાન હેઠળ સોશ્યલ મીડિયામાં શરૂઆતમાં ખૂબ જ લોકપ્રિયતા મળી હતી. સાથે જ જીએસટીને રાહુલ ગાંધી દ્વારા ગબ્બર સિંહ ટેક્સ કહેવામાં આવતા તેવા કાર્ટૂન પણ સોશ્યલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા હતા. જો કે સોશ્યલ મીડિયાના પ્રચારમાં જ્યાં કોંગ્રેસ હજી પણ થોડું પાછું પડતું દેખાઇ રહ્યું છે ત્યાં જ ભાજપ સોશ્યલ મીડિયાનો સારો એવો યુઝ કરી રહ્યું છે. પાટીદારો પણ સોશ્યલ મીડિયાના સહારે યુવા લોકોને પોતાની તરફ આકર્ષી રહ્યા છે. આમ જોવા જઇએ તો સોશ્યલ મીડિયામાં પણ હવે ગુજરાતની ચૂંટણીની અસર ફૂલ ફોમમાં દેખાઇ રહી છે.

English summary
poster war between congress and bjp in gujarat assembly election 2017.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.