For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કચ્છના રાજવી પરિવારના મોભી પ્રાગમલજી ત્રીજાનુ નિધન

કચ્છના રાજવી પરિવારના મોભી પ્રાગમલજી ત્રીજાનુ 28 મેના રોજ નિધન થઈ ગયુ.

|
Google Oneindia Gujarati News

કચ્છના રાજવી પરિવારના મોભી પ્રાગમલજી ત્રીજાનુ 28 મેના રોજ વહેલી સવારે ભુજમાં તેમના નિવાસ સ્થાન રણજિત વિલા પેલેસમાં નિધન થઈ ગયુ છે. તેમણે બે દિવસ પહેલા જ ગુજરાતી તિથિ મુજબ 85 વર્ષ પૂર્ણ કર્યા હતા. કચ્છના અંતિમ મહારાવ મદન સિંહજીના અવસાન પછી રાજવી પરંપરાના ભાગ રૂપે 1991ની 17મી ઓક્ટોબરના રોજ તેમની તિલક વિધિ થઈ હતી. તેમની અંતિમ યાત્રામાં કોવિડ ગાઈડલાઈન મુજબ અગ્રણીઓ જોડાયા હતા. વિવિધ ક્ષેત્રે ઘણા અગ્રણીઓ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. પ્રાગમલજીના નિધનથી સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રવર્તી ગઈ છે.

pragmalji trija

ઉલ્લેખનીય છે કે પ્રાગમલજી છેલ્લા ઘણા સમયથી પ્રોસ્ટેટ કેન્સરથી પીડિત હતા. કેન્સરની દવાઓની આડ અસરના કારણે તેમનુ નિધન થયુ હોવાની તેમના વારસદાર કુંવર ઈન્દ્રજીત સિંહે માહિતી આપી છે. થોડા સમય પહેલા તેઓ કોરોનાથી સંક્રમિત થયા હતા અને તેમની તબિયત વધુ બગડી હતી. મહારાજાના અંતિમ સંસ્કાર રાજ પરંપરા અનુસાર કરવામાં આવ્યા. તેઓ જાડેજા વંશજના વારસદાર હતા. મોટાભાગે તેઓ મુંબઈ અને લંડનમાં રહેતા હતા. તેમણે કચ્છને અલગ રાજ માટે માંગણી કરી હતી. કચ્છના વિકાસ, ઈતિહાસ અને સંસ્કૃતિ માટે તેઓ જીવનભર પ્રયાસરત રહ્યા. તેઓ લોકસભાની ચૂંટણી પણ લડ્યા હતા.

English summary
Pragmalji III of the royal family of Kutch passed away.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X