એેક કરોડથી વઘારેની છેતરપીંડી કરનાર પ્રકાશ મોદી ઝડપાયો

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારના બાપા સીતારામ ચોકમાં આવેલી 'વિમલ ગોલ્ડ’ નામની જ્વેલરી શોપના માલિક પ્રકાશ મોદીની કૃષ્ણનગર પોલીસે રૂપિયા એક કરોડની વઘારેની છેતરપીંડીના કેસમાં રાજસ્થાનથી ધકપકડ કરી છે. પ્રકાશ મોદી વિવિધ સ્કીમના નામે લોકો પાસેથી નાણાં ઉધરાવી બે મહિના પહેલા અમદાવાદથી નાસી ચુક્યો હતો. તેની ધરપકડ થતા પોલીસે રાહત અનુભવી છે. પણ લોકોના ફસાયેલા નાણાં પરત મળશે કે કેમ તે અંગે પણ અનેક સવાલ ઉભા થયા છે.

vimal gold

નરોડા વિસ્તારમાં રહેતા અને બાપા સીતારામ ચોકમાં વિમલ ગોલ્ડ નામની દુકાન ધરાવતા પ્રકાશ મોદીએ સરળ હપ્તેથી દાગીના વેચવા માટે ત્રણ સ્કીમ મૂકી હતી જેમાં તેણે ૫૦૦ કરતાં વધુ ગ્રાહકો પાસેથી એક હજાર, બે હજાર અને પાંચ હજાર રૂપિયા દર મહિને ઉધરાવ્યા હતા. જેમાં એક વર્ષથી તે વિવિધ સ્કીમ અંતર્ગત તેણે લકી ડ્રો સિસ્ટમ રાખી હતી. પણ ગત ફેબ્રૂઆરી 2018માં પ્રકાશ મોદીએ એકાએક સ્કીમ બંધ કરીને દુકાન બંધ કરીને ફરાર થઇ ગયો હતો અને બાદમાં જેમના નાણાં ફસાયેલા હતા તે લોકોએ વિમલ ગોલ્ડ ખાતે અને પ્રકાશના ઘરે તપાસ કરી હતી પણ તે મળી આવ્યો નહોતો. જેથી બાદમાં પોલીસે તેના વિરૂધ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.

જો કે પ્રકાશનો મોબાઇલ ફોન પણ બંધ આવતો હોવાથી તેનું લોકેશન મેળવવુ પોલીસ માટે અઘરૂ હતુ આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાનના જયપુરમાં છુપાયેલો છે. જેના આધારે એક ટીમને રાજસ્થાન મોકલીને ખાનગીમાં વોચ ગોઠવીને તેને ઝડપી લેવામાં આવ્યો હતો.

કૃષ્ણનગર પોલીસના જણાવ્યા મુજબ તેની સામે છેતરપીંડીનો ગુનો નોંધવામાં આવ્યો છે અને આ કેસમાં ભોગ બનનાર 200થી વઘારે લોકોના નિવેદનો પણ લેવામાં આવ્યા છે. જો કે છેલ્લાં એક વર્ષમાં લોકો પાસેથી સ્કીમના નામે ઉઘરાવેલા એક કરોડથી વધારેની રકમ પરત મેળવવી તે સૌથી મોટી મુશ્કેલી છે. કારણ કે એક વર્ષથી ઉઘરાવેલા નાણાં સગેવગે કરતો હતો.

English summary
Prakash Modi, who has been fraudulently cheated by Rs 100 crore, has been arrested

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.