For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેવ ખમણીની લારી ચલાવતા પ્રકાશભાઇ પોતાના સતાને વિદેશ અભ્યાસ માટે મોકલ્યા

ગાંધીનગરમાં સેવખમણીની લારી ચલાવતા પ્રકાશભાઇ પટેલે પોતાના દીકરાના વિદેશ અભ્યાસ કરવાના સ્વપ્નને સાકાર કર્યું છે. તેમનો દીકરો ત્રણ માસ અગાઉ જ કેનડામાં બિઝેનશ મેનેજમેન્ટનો અભ્યાસ કરવા ગયો છે.

|
Google Oneindia Gujarati News

ગાંધીનગરમાં સેવખમણીની લારી ચલાવતા પ્રકાશભાઇ પટેલે પોતાના દીકરાના વિદેશ અભ્યાસ કરવાના સ્વપ્નને સાકાર કર્યું છે. તેમનો દીકરો ત્રણ માસ અગાઉ જ કેનડામાં બિઝેનશ મેનેજમેન્ટનો અભ્યાસ કરવા ગયો છે.

prakashbhai

અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના શિવપુરા ગામના પ્રકાશભાઇ પટેલ મૂળ વતની છે. ઘોરણ- ૮ સુઘી ભણેલા પ્રકાશભાઇ છેલ્લા ૧૭ વર્ષથી ગાંધીનગરમાં ઘંઘા- રોજગાર અર્થે વસવાટ કરી રહ્યા છે. હાલમાં તેઓ વાવોલ ખાતે શિવેશ ફલેટમાં એચ- ૧૦૨માં રહે છે. પોતાની સેવ- ખમણીની લારી સેકટર- ૧૧ આવેલા કોર્મશિયલ કોમ્પ્લેક્ષની સામે ચલાવે છે. તેઓને સંતાનમાં એક દીકરો જ છે. તેનું નામ શાહિલ છે. તેણે બી.એસ.સી સુધીનો અભ્યાસ કર્યો છે.

મારા દીકરા શાહિલને આગળ અભ્યાસ કરવા વિદેશમાં જવાની ઇચ્છા હતી, તેવું કહી પલકવાર માટે તેઓ અટકી ગયા હતા. થોડાક ઘીમા સ્વરે બાલ્યા કે, કોરોનાના કારણે ખાણીપીણીના ઘંઘામાં ભારે મંદી આવી હતી. આર્થિક મંદીનો અનુભવ થતો હતો. એક સમયે આ ઘંઘો હવે, ચાલશે કે નહિ, તેવી પણ ચિંતા થતી હતી. કોરોનાની લહેર વર્ષ- ૨૦૨૧ ના જૂન માસ પછી સરકારના રસીકરણના અભિયાનના કારણે ઘીમી પડી ગઇ હતી. ઘંઘા- રોજગાર ખુલ્લવા માંડયા હતા. તેના સાથે રોજગારની એક નવી આશા જીવંત બની હતી.

છેલ્લા બે વર્ષથી ઘંઘા- રોજગાર નહિવત રહ્યા હોવાના કારણે જીવનની તમામ આંકડાકીય ગણતરી ખોટી પડવા લાગી હતી. આર્થિક ભીડ તો હતી જ. આ સમયે રાજય સરકાર દ્વારા અમારા જેવા લારી - ગલ્લાવાળાઓને મદદ રૂપ થવા માટે પ્રઘાનમંત્રી સ્વનિઘિ યોજના અમલી બનાવી હતી. જે અમારા જેવા નાના વ્યવસાયકારો માટે આર્થિક રીતે તુટેલી કમરને ટેકો આપવાનું કામ આ યોજના થકી સરકારે કર્યું હતું.

આ અંગેની મને જાણ થતાં મે ગાંધીનગર મહાનગરપાલિકાનો સંપર્ક કર્યો હતો. તેમણે માંગેલા યેાગ્ય પુરાવવા મે તેમને આપતાં માત્ર ગણતરીના દિનમાં મને રૂપિયા ૧૦ હજારની લોન મળી ગઇ હતી. તે સમયે આ નજીવી કહી શકાય તે રકમ મારા માટે લાખો રૂપિયા બરાબર હતી. આ લોનની સહાય મળતા અને કોરોનાનો કેર ઘટતા લોકો સામાન્ય જીનજીવન પર આવવા લાગ્યા હતા. મારી ફાસ્ટ ફૂડનો સ્ટોલ પહેલાની જેમ ઘમઘમવા લાગ્યો હતો. જેના પરિણામે આજે હું મારો વ્યવસાય પહેલાની જેમ કરવા લાગ્યો છું

આ સહાયના કારણે મને ઘંઘામાં માલ- સામાન ભરવામાં અનુકુળતા રહી હતી. મારા દીકરાને વિદેશ અભ્યાસ માટે મોકલી શકીશ તેવો આત્મ વિશ્વાસ પણ મને મળ્યો હતો. આજથી ત્રણ માસ પહેલા જ મારો દીકરો કેનેડામાં બિઝનેશ મેનેજમેન્ટ અંગેનું ભણવા ગયો છે.

English summary
Prakashbhai, Save Khamani food stall, sent his son to study in abroad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X