For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત અને કેનેડા વચ્ચે સંબંધોને મળશે મજબૂતી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 8 જાન્યુઆરી: ગાંધીનગરમાં બુધવારથી શરૂ થયેલા પ્રવાસી ભારતીય દિવસ સંમેલન અને વાઇબ્રન્ટ ગુજરાત વૈશ્વિક ઇન્વેસ્ટમેંટ સંમેલનમાં ભાગ લેવા માટે કેનેડાથી 150 લોકોનું શિષ્ટમંડળ આવશે.

કેનેડાના સિટીજનશિપ તથા ઇમિગ્રેશન મંત્રી ક્રિસ અલેક્ઝેંડરના અનુસાર કેનેડાઇ સરકાર સાતમા વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લઇને ગૌરવ અનુભવી રહ્યાં છે. આ સંમેલન વ્યવસાયિક અવસરો, વિચારો તથા અનુભવોના આદાન-પ્રદાનથી ભારત અને કેનેડા વચ્ચે સંબંધોને મજબૂતી મળશે.

india-canada

ગઇ કેટલાક વર્ષોમાં કેનેડાએ લોકશાહી અને સહિષ્ણુતાના આધાર પર વેપાર અને રોકાણમાં વધારા માટે કેનેડાએ ભારત પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ત્રણ સોથી વધુ કેનેડાઇ કંપનીઓ અને દસ લાખથી વધુ ભારતીય પ્રત્યક્ષ રીતે હાજર છે.

ભારતમાં કેનેડાના આઠ કાર્યાલય છે, જેમાં નવી દિલ્હી સ્થિત ઉચ્ચાયુક્ત, મુંબઇ, બેંગ્લોર તથા ચંદીગઢમાં વાણિજ્ય મહાદૂત તથા અમદાવાદ, કલકત્તા, ચેન્નઇ, હૈદરાબાદમાં ટ્રેડ, કાર્યાલય સામેલ છે. આ પ્રતિનિધિ મંડળમાં કેનેડાના હાઇ કમિશનર નાદિર પટેલ અને પાર્લામેંટના સેક્રેટરી (સાંસદ) દિપક ઓબોરોયનું નામ પણ સામેલ છે.

600થી વધુ બિઝનેસ બેઠકો
પ્રવાસી ભારતીયોને ભારતમાં રોકાણ કરવાના ઉદ્દેશ્યથી પ્રવાસી ભારતીય સંમેલન તથા વાઇબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણ સંમેલન દરમિયાન 600થી વધુ બિઝનેસ બેઠકનું આયોજન છે. આ બિઝનેસ બેઠકને બજાર સ્થળ ફોરમનું નામ આપવામાં આવ્યું છે, જેનું ઉદઘાટન બુધવારે વિદેશમંત્રી સુષમા સ્વરાજ કરશે. આ બેઠકનું આયોજન પ્રવાસી ભારતીય કાર્ય મંત્રાલય તથા ભારતીય ઉદ્યોગ પરિસંઘ (સીઆઇઆઇ)ના સંયુક્ત ઉપક્રમે ગઠિત પ્રવાસી ભારતીય સુવિધા કેન્દ્ર (ઓઆઇએફસી) દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે.

English summary
Pravasi Bharatiya Divas 2015 will encourage business between India, Canada.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X