For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં 12 ડિસેમ્બરે શપથગ્રહણની તૈયારી, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાઈ શકે

ગુજરાતમાં બીજેપી ધમાકેદાર જીત તરફ આગળ વધી રહી છે ત્યારે હવે શપથ ગ્રહણ સમારોહને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી વિગતો અનુસાર, નવી સરકાર 12 ડિસેમ્બરે શપથ લઈ શકે છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં બીજેપી ધમાકેદાર જીત તરફ આગળ વધી રહી છે ત્યારે હવે શપથ ગ્રહણ સમારોહને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી વિગતો અનુસાર, નવી સરકાર 12 ડિસેમ્બરે શપથ લઈ શકે છે. આ માટે બીજેપીએ તૈયારી શરૂ કરી છે.

bhupendra patel

ગુજરાતમાં બીજેપી 150થી વધુ સીટો પર જીત મેળવી રહી છે ત્યારે હવે ધમાકેદાર જીત બાદ ધમાકેદાર શપથ ગ્રહણ સમારોહની તૈયારી કરી રહી છે. સમાચારોનું માનીએ તો ગુજરાતમાં નવી સરકાર 12 ડિસેમ્બરે શપથ લઈ શકે છે. આ શપથ ગ્રહણ સમારોહ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાઈ શકે છે.

અહીં તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં બીજેપીને 150થી વધુ સીટો મળવાની સંભાવના છે ત્યારે આ શપથ ગ્રહણ સમારોહમાં બીજેપીના તમામ મોટા નેતાઓ હાજર રહે તેવી સંભાવનાઓ છે. બીજેપી અહીંથી 2024 લોકસભા ચૂંટણી માટે મેદાન તૈયાર કરવાની શરૂઆત પણ કરશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીજેપીની મોટી જીતે કોંગ્રેસને વિચારવા માટે મજબુર કરી દીધી છે. કેજરીવાલની એન્ટ્રીએ બીજેપીને મોટો ફાયદો કરાવી કોંગ્રેસને મોટુ નુકસાન કરાવ્યુ છે.

English summary
Preparations for swearing in Gujarat on December 12, may be held at the Narendra Modi Stadium
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X