રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 9 થી 11 ઓક્ટોબર દરમિયાન ગુજરાતની મુલાકાતે, જાણો સંપુર્ણ કાર્યક્રમ
ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આગામી 9 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર 2025 દરમિયાન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ સચિવાલય દ્વારા આજે આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
તેમની આ મુલાકાત દરમિયાન તેઓ રાજ્યના મુખ્ય ધાર્મિક સ્થળોની મુલાકાત લેશે અને શૈક્ષણિક કાર્યક્રમમાં હાજરી આપશે.

રાષ્ટ્રપતિનો વિગતવાર ગુજરાત પ્રવાસ કાર્યક્રમ
9 ઓક્ટોબર, 2025 (બુધવાર) - રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 9 ઓક્ટોબરની સાંજે રાજકોટ પહોંચશે.
10 ઓક્ટોબર 2025 (ગુરુવાર) - રાષ્ટ્રપતિ સોમનાથ મંદિરની મુલાકાત લેશે અને ત્યાં દર્શન તેમજ આરતી કરશે. ત્યારબાદ ગીર નેશનલ પાર્કની મુલાકાત લેશે, જે એશિયાટિક સિંહોનું ઘર છે. સાસણ ગીર ખાતે રાષ્ટ્રપતિ સ્થાનિક આદિવાસી સમુદાયના સભ્યો સાથે સંવાદ કરશે.
11 ઓક્ટોબર 2025 (શુક્રવાર) - સવારના ભાગમાં રાષ્ટ્રપતિ દ્વારકા જશે અને ત્યાંના પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરમાં દર્શન અને આરતી કરશે. આ જ દિવસે રાષ્ટ્રપતિ મુર્મુ અમદાવાદની પ્રતિષ્ઠિત ગુજરાત વિદ્યાપીઠના 71મા પદવીદાન સમારોહમાં હાજરી આપશે અને વિદ્યાર્થીઓને સંબોધિત કરશે.












Click it and Unblock the Notifications
