VHP અધ્યક્ષપદની ચૂંટણીમાં તોગડિયા ગ્રુપને મળી હાર, જીતી ગયા આ...
ગુરુગ્રામમાં વિશ્વ હિંદુ પરિષદના અધ્યક્ષ પદ માટે થઇ ચૂંટણી. જો કે ચૂંટણીના પરિણામોએ પ્રવિણ તોગડિયાને કર્યા નાખુશ. જાણો વધુ અહીં.
52 વર્ષ પછી પહેલી વાર વિશ્વ હિંદુ પરિષદના અધ્યક્ષપદ માટે વોટિંગથી ચૂંટણી થઇ. દુનિયાભરમાં હિંદુત્વ વિચારો માટે જાણીતી વિશ્વ હિંદુ પરિષદની આ ચૂંટણીમાં વિષ્ણુ સદાશિવ કોકજેની જીત થઇ છે. ત્યારે પ્રવીણ તોગડિયા ગ્રુપના રાધવ રેડ્ડીની હાર થઇ છે. આ સાથે જ પ્રવીણ તોગડિયાનું એકચક્રી શાસન અને વિશ્વ હિંદુ પરિષદ પર તેમની લાંબી પકડ પણ ધીમી થઇ છે તેવું દેખાય છે. નોંધનીય છે કે વીએસપીની સ્થાપના 1964માં થઇ હતી. અને ધણા લાંબા સમયથી આનું મોટાભાગનું કામકાજ પ્રવીણ તોગડિયા સંભાળતા હતા. ત્યારે પ્રવીણ તોગડિયા ગ્રુપની હાર પાછળ ભાજપના ટોચના નેતાઓ સાથે તેમનો 36નો આંકડો જવાબદાર હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. નોંધનીય છે કે પીએમ મોદીથી લઇને અનેક લોકો તોગડિયાથી નારાજ છે અને તોગડિયા પણ હાલમાં જ મોદી સમેત ભાજપના કેટલાક નેતાઓ વિરુદ્ધ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

નોંધનીય છે કે આ ચૂંટણીમાં જીતનાર વિષ્ણુ સદાશિવ કોકજે હિમાચલ પ્રદેશના ગવર્નર પણ રહી ચૂક્યા છે. અને કોકજેએ પહેલા પણ વીએચપીના આંતરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જેવી મહત્વની જવાબદારીઓ સ્વીકારી છે. જો કે ચૂંટણી પહેલા જ પ્રવીણ તોગડિયા કહ્યું હતું કે મને હારજીતથી ફરક નથી પડતો અને હું રામ મંદિરના નિર્માણ માટે સંધર્ષ કરતો રહીશ. ઉલ્લેખનીય છે કે શનિવારે ગુડગાંવના ગુરુગ્રામ ખાતે આ અધ્યક્ષ પદ માટે ચૂંટણી માટે વોટિંગ કરવામાં આવ્યું હતું. અને વિષ્ણુ સદાશિવને આ વોટિંગમાં 131 જેટલા વોટ મળ્યા હતા. ત્યારે તોગડિયાના સમર્થક રાધવ રેડ્ડીને ખાલી 60 વોટ જ મળ્યા હતા. મધ્યપ્રદેશના રહેવાસી તેવા વિષ્ણુ સદાશિવ કોકજે લોની પ્રેક્ટિસ કરી ચૂક્યા છે. આ ચૂંટણીમાં ભારતમાંથી 209 લોકો અને ભારત બહારથી 64 જેટલા પ્રતિનિધિઓના વોટિંગ પરથી નક્કી કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
