For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાષ્ટ્ર્પતિ રામનાથ કોવિંદ આજે ગુજરાત વિધાનસભાને સંબોધશે, જાણો સમગ્ર કાર્યક્રમ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. જાણો સમગ્ર કાર્યક્રમ.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. આજે 11 વાગે રાષ્ટ્રપતિ ગુજરાત વિધાનસભાને સંબોધિત કરવાના છે. જે એક કલાક સુધી ચાલશે. વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિના કાર્યક્રમને લઈને ગૃહનો એક કલાકનો સમય વધારી દેવામાં આવ્યો છે.

ramnath

રાષ્ટ્રપતિના સંબોધનને લઈને તમામ સભ્યોએ 10.30 કલાકે પોતાની જગ્યા લેવાની સૂચના આપી દેવામાં આવી છે. કાર્યક્રમ મુજબ વિધાનસભા ગૃહમાં પોલિસ રાષ્ટ્રગીત વગાડશે અને રાષ્ટ્રપતિનુ સંબોધન પૂર્ણ થયા બાદ સભ્યો પોતાની બેઠક પરથી ઉભા થશે. સંબોધન પૂર્ણ થયા બાદ બપોરે એક વાગે વિધાનસભા ગૃહ ફરીથી મળશે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો ગુજરાત વિધાનસભા કાર્યક્રમ

સવારે 10.55 વાગે - વિધાનસભા સંકુલમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનુ આગમન
સવારે 11.05 વાગે - રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાષ્ટ્રપતિ આગમનને લઈને સ્પીચ
સવારે 11.15 વાગે - રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગૃહને 30 મિનિટ સંબોધશે.
સવારે 11.45 વાગે - મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા આભાર વિધી કરાશે.
સવારે 11.50 વાગે - રાષ્ટ્રગીત સાથે સમગ્ર કાર્યક્રમનુ સમાપન

25 માર્ચે જામનગરની મુલાકાત

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવતી કાલે એટલે કે 25 માર્ચના રોજ જામનગરની મુલાકાત લેશે. જ્યાં ઈન્ડિયન નવલ શિપ વાસસુરાને 'પ્રેસિડેન્ટસ કલર' અવૉર્ડથી સમ્માનિત કરવામાં આવશે. આ સમ્માનના કાર્યક્રમ દરમિયાન 150 જવાનો દ્વારા ગાર્ડ ઑફ ઑનર સાથે રાષ્ટ્રપતિને માન આપવા માટે ઔપચારિક પરેડ રજૂ કરવામાં આવશે. જ્યાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ચ દેવવ્રત, નૌસેના સ્ટાફના વડા એડમિરલ આર. હરી કુમાર, સધર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઑફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ વાઈસ એડમિરલ એમ. એમ હમ્પિહોલી સહિતના લોકો ઉપસ્થિત રહેશે.

INS વાલસુરાનુ મહત્વ

વાલસુરાને વર્ષ 1942માં રોયલ ઈન્ડિયન નેવીના ટોરપીડો ટ્રેનિંગ સ્કૂલના રૂપમાં કમિશન કરાયુ હતુ.
વાલસુરાનો અર્થ સ્વૉર્ડફીશ થાય છે જે ટોરપીડોને લઈને જનાર વિમાનનુ પણ નામ હતુ.
સ્વતંત્રતા બાદ તેનુ નામ બદલીને ઈન્ડિયન નેવલ શીપ વાલસુરા કરવામાં આવ્યુ.
INS વાલસુરા જામનગરના રોજી દ્વીપના બીચ પર આવેલુ છે.
INS વાલસુરામાં ભારતીય નૌસેના, તટરક્ષક દળના અધિકારીઓને ટ્રેનિંગ આપવામાં આવે છે.
ઈલેક્ટ્રીકલ, ઈલેક્ટ્રોનિક્સ, શસ્ત્ર પ્રણાલીઓ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી અંગે તાલીમ આપવામાં આવે છે.
INS વાલસુરામાં મિત્ર દેશોના અધિકારીઓને પણ ટ્રેનિંગ આપવામાં આવે છે.
લગભગ 80 વર્ષોથી કાર્યરત હોવાથી તેની પોતાની આગવી ઓળખ ઉભી થઈ છે.

રાષ્ટ્રપતિનો દ્વારકાનો 24 માર્ચનો કાર્યક્રમ થયો રદ

તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિના કાર્યક્રમમાં છેલ્લી ઘડીએ ફેરફાર કરીને દ્વારકાનો પ્રવાસ રદ કરવામાં આવ્યો હતો. દ્વારકા પ્રવાસને લઈને જિલ્લા કલેક્ટર દ્વારા માહિતી આપવામાં આવી છે. આ નિર્ણય અગાઉના આયોજન મુજબ રાષ્ટ્રપતિ 24 માર્ચના રોજ દ્વારકાધીશ દર્શન કરવા આવવાના હતા જેના માટે તૈયારીઓ પણ કરી લેવામાં આવી હતી પરંતુ છેલ્લી ઘડીએ આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો.

English summary
President Ramnath Kovind to address Gujarat Assembly today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X