સ્વામીનારાયણના પૂજારી પર BJPનો પ્રચાર કરવા માટે થયો હુમલો

Written By:
Subscribe to Oneindia News

ગુજરાતના જૂનાગઢમાં સ્વામી નારાયણ મંદિરના પુજારી તેવા સ્વામિનારાયણના કથાકાર ભક્તિ સ્વામી પર બે અજ્ઞાત લોકોએ જીવલેણ હુમલો કર્યો છે. આ હુમલામાં સ્વામી ભક્તિપ્રસાદ ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થયા છે. અને તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે તે ભાજપ માટે પ્રચાર કરી રહ્યા હતા. તે સમયે જ તેમની હુમલો થયો. ભાજપનો પ્રચાર કરી પરત ફરી રહેલા ભક્તિ સ્વામી પર હુમલો કરવામાં આવ્યો હતો. અંગ્રજી ચેનલ ટાઇમ્સ નાઉની ખબર મુજબ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે તેમ જણાવવામાં આવી રહ્યું છે. પણ ભાજપે આ હુમલા માટે કોંગ્રેસના કાર્યકર્તાઓનો વાંકી નીકાળ્યો છે.

Gujarat Election

નોંધનીય છે કે ગુજરાતના જૂનાગઢની વિસાવદરની સીટ પર 14 ડિસેમ્બરે ચૂંટણી થવાની છે. આ સીટમાં વર્ષ 1985 થી 2012 સુધી ભાજપના વરિષ્ઠ નેતા કેશુભાઇ પટેલ ધારાસભ્ય રહી ચૂક્યા છે. અને 2014માં કેશુભાઇ આ સીટ પરથી રાજીનામું આપ્યું હતું. જે પછી પેટા ચૂંટણીમાં આ સીટ પરથી કોંગ્રેસ જીત્યું હતું. જો કે પોલીસનું કહેવું છે કે આ મામલે હજી તપાસ થઇ રહી છે. અને અપરાધીની ઓળખ હજી નથી થઇ શકી. પણ પોલીસે જલ્દી જ આરોપીને પકડવાની વાત કરી હતી. ત્યારે સ્વામી ભક્તિ પ્રસાદે આ હુમલા પછી મીડિયા ચેનલને જણાવ્યું કે આ હુમલો મારી પર નથી થયો પણ આપણી સનાતન સંસ્કૃતિ પર છે. આપણે રાષ્ટ્રવાદ અને હિંદુત્વની વાત કરીશું. અને હિંદુ વિરોધી તાકાતને હરાવીશું. સ્વામીએ સાથે તેમ પણ કહ્યું હતું કે હુમલાખોરોએ રાષ્ટ્રવાદ અને હિંદુત્વ પર બોલવાની ના પાડી હતી. અને હુમલો કરતી વખતે પણ તે આવું જ બોલી રહ્યા હતા.

English summary
A priest of the Swaminarayan temple was on Thursday attacked in poll-bound Gujarat. Two unidentified men are believed to be behind the attack which took place just a day before voting in first phase of Gujarat polls.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.