For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ? અમિત શાહ બાદ હવે પીએમ મોદી ગુજરાતના પ્રવાસે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 જૂલાઈએ ગુજરાત આવશે. વડાપ્રધાન કેટલાક નવા કામોનું ઉદઘાટન કરશે. પીએમ મોદી અમદાવાદ સાયન્સ સિટી ખાતે એક્વાટિક, રોબોટિક ગેલેરી અને નેચર પાર્કનું લોકાર્પણ કરશે.

|
Google Oneindia Gujarati News

કોરોનાની બીજી લહેરમાં મોદી સરકારને મોટી આલોચનાનો સામનો કરવો પડ્યો છે. એક બાજુ કોરોના અને બીજી બાજુ આગામી વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપે અત્યારથી જ કમર કસવાની શરૂઆત કરી દીધી હોય એવુ લાગે છે. હજુ અમિત શાહ ગુજરાતથી રવાના થયા જ છે ત્યા હવે પીએમ મોદીના ગુજરાત પ્રવાસના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં આમ આદમી પાર્ટીની સક્રિયતા જોતા ભાજપે મહેનત શરૂ કરી છે.

Prime Minister Modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 જૂલાઈએ ગુજરાત આવશે. વડાપ્રધાન કેટલાક નવા કામોનું ઉદઘાટન કરશે. પીએમ મોદી અમદાવાદ સાયન્સ સિટી ખાતે એક્વાટિક, રોબોટિક ગેલેરી અને નેચર પાર્કનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત ગાંધીનગર રેલવે સ્ટેશન અને નવનિર્મિત હોટલ ખુલ્લા મુકશે. એપ્રિલમાં કોરોનાની લહેર બાદ વડાપ્રધાનનો આ પ્રથમ પ્રવાસ છે.

ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં 2022 માં વિધાનસભાની ચૂંટણી યોજાશે. જેન લઈને રાજ્યમાં અત્યારથી જ ભાજપ કામે લાગ્યુ છે. હજુ અમિત શાહનો ત્રણ દિવસનો ગુજરાત પ્રવાસ પુરો થયો જ છે ત્યા હવે પીએમ મોદીની ગુજરાત આગમનની જાહેરાત થઈ છે. એક બાજુ રાજ્યમાં આમ આદમી પાર્ટી પગપેસારો કરવા મહેનત કરી રહી છે ત્યારે આવનારી ચૂંટણી ભાજપ માટે અઘરી થઈ શકે છે.

English summary
Prime Minister Modi will inaugurate new railway stations in Science City and Gandhinagar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X