For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Assembly Election: કોંગ્રેસ જયારે ઇવીએમને કોષવાનું ચાલુ કરે એટલે સમજી જવાનું કે કોંગ્રેસે હાર માની લીધ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પાટણ ખાતે ચૂંટણી જાહેરસભાને સંબોધી હતી આ જાહેરસભામાં રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત વિધાનસભાના બીજા તબકકાના ચૂટણી પ્રચાર તેની ચરમસીમાએ છે ત્યારે પીએમ મોદી ઝ

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પાટણ ખાતે ચૂંટણી જાહેરસભાને સંબોધી હતી આ જાહેરસભામાં રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત વિધાનસભાના બીજા તબકકાના ચૂટણી પ્રચાર તેની ચરમસીમાએ છે ત્યારે પીએમ મોદી ઝંઝાવતી ચૂટણી પ્રચાર કરી રહ્યા છે.

NARENDRA MODI

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધન કરતા જણાવ્યું કે, હું જેટલી વાર પાટણ આવ્યો દરેક વખતે જનસાગર મોટી સંખ્યામાં આશિર્વાદ આપવા આવે છે તેથી આપ સૌનો આભાર માનું છું. મારા માટે આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે. કોંગ્રેસ જયારે ઇવીએમને કોષવાનું ચાલુ કરે એટલે સમજી જવાનું કે કોંગ્રેસે હાર માની લીધી છે. કોંગ્રેસની વિશેષતા એ છે કે ચૂંટણી ચાલતી હોય ત્યારે મોદીને ગાળો આપવાની અને ચૂંટણીનું મતદાન આવે એટલે ઇવીએમને ગાળો આપવાની. આ ચૂંટણીમાં કોગ્રેસે હાર સ્વિકારી લીધી છે. કોંગ્રેસને ચૂંટણીમાં બે જ રસ્તા સુજે છે એક તો ચૂંટણી સમયે મોદીને ગાળો બોલવાની અને ઇવીએમ પર દોષ ઠાલવવાનો.

મોદીએ વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસે ગરીબી હટાવવા માટે કોઇ કામ કર્યા નથી,ભાજપે દેશના ગરીબોને પાકી છત મળે તે માટે કામ કર્યુ અને 3 કરોડ ગરીબોને પાકા ઘર આપ્યા છે. આ દેશમાં બહેનોની તકલીફ શું છે તે કોંગ્રેસને ખબર ન હતી, શૌચાલયની વ્યવસ્થા ન હતી, તમારો દિકરો દિલ્હી ગયો અને શૌચાલય બનાવવાનું કામ શરૂ કર્યુ. દેશભરમાં 11 કરોડ કરતા વધુ શૌચાલયો બનાવ્યા છે. દેશ આઝાદ થયાને વર્ષો થયા તો પણ કોંગ્રેસે જનતાને શૌચાલય આપ્યા નથી આ કામ પણ મારે આવીને કરવું પડયું. કોંગ્રેસના સમયમાં ગેસનો બાટલો લેવા સાંસદ અને ધારાસભ્યનો પત્ર લખાવવો પડતો, ભાજપે 9 કરોડ કરતા વધુ લોકોને ફ્રીમાં ગેસ કનેકશન આપ્યા અને માતા-બહેનોને ઘૂમાડાથી બચાવવાનું કામ કર્યુ. ગરીબ માટે સરકાર ખજાનો ખોલી નાખે, કોંગ્રેસ માટે એક રાજકારણ હતું કે અમીર અને ગરીબ વચ્ચે ખાઇ ઉભી કરી દેવી.કોંગ્રસના બધા કાળા કારનામાં પર અમે બુચ મારી દીધુ.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, આ વખતી ચૂંટણીમાં પાટણ જિલ્લાએ કાયમી કમળ ખીલાવવાનો મીજાજ બનાવ્યો છે. પહેલાના સમયમાં ચૂંટણી આવે એટલે સમાજમાં એકતા અને શાંતી ડોહળવાના કાવાદાવા થતા, જ્ઞાતી અને સમાજમાં વૈમનસ્ય ઉભુ કરી ચૂંટણીની રણનીતી બનતી હતી. ગુજરાતમાં નરેન્દ્ર મોદી વિકાસની રાજનીતીથી ચૂંટણી લડવા રાજકીય પાર્ટીઓને મજબૂર કર્યા. ભાજપના કાર્યકરો ચૂંટણી હોય કે ન હોય જનતાની સાથે અને પડખે રહી પ્રજાની સમસ્યામાં સાથે હોય છે.આજે ગુજરાતમાં સોલર પાવરનું કામ વધી રહ્યુ છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતે દરેક ક્ષેત્રે વિકાસ કર્યો છે એટલે જ રાજય અને દેશની જનતાને મોદી સાહેબ પર ભરોસો છે. ભાજપની સરકાર એટલે ગરીબ,વંચીત,પીડિત છેવાડાના માનવીની સરકાર છે,અંત્યોદયના ઉત્થાન અને જરૂરિયાતમંદને લાભ મળે તે રીતે કામકરનારી સરકાર છે. ભાજપ સત્તાને સેવાનું માધ્યમ બનાવી સેવાકીય કાર્ય કરે છે. પાટણ જીલ્લો વિઘાનસભાની દરેક બેઠક પરથી કમળ ખીલવી ગાંઘીનગર અને દિલ્હી મોકલશે તેવો વિશ્વાસ છે.

English summary
Prime Minister Narendra Modi addressed an election rally at Patan today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X