For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપ સરકારે દેશમાં સૌથી પહેલા આદિવાસી બહેનને રાષ્ટ્રપતી બનાવ્યા આ કોંગ્રેસ વાળાને સુજ્યુ જ ન હતું: નરેન્દ્રભાઇ

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વિજય સંકલ્પ સંમેલન થકી ભરૂચના નેત્રંગ ખાતે જાહેરસભા સંબોધી હતી. આ જાહેરસભામાં ઉમેદવારો પણ ઉપસ્થિત રહ્યા હતા. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબે જનસભાને સંબોધતા જણાવ્યું કે, મારા જીવનના પ્

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વિજય સંકલ્પ સંમેલન થકી ભરૂચના નેત્રંગ ખાતે જાહેરસભા સંબોધી હતી. આ જાહેરસભામાં ઉમેદવારો પણ ઉપસ્થિત રહ્યા હતા. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબે જનસભાને સંબોધતા જણાવ્યું કે, મારા જીવનના પ્રારંભીક વર્ષોમાં અને સામાજીક જીવવની શરૂઆતમાં આદિવાસી ક્ષેત્રમાં કામ કરવાનું સૌભાગ્ય મળ્યું છે. અંહી વિશાળ સંખ્યામાં જનતા જનાર્દન ન માત્ર ચૂંટણી માટે આશિર્વાદ આપવા આવ્યા છે પરંતુ વિકસિત ગુજરાત બનાવવાનો સંકલ્પ બતાવે છે. આ વખતની ચૂંટણી જનતા જનાર્દન લડી રહી છે.

Bhupendra patel

મોદી સાહેબે વધુમાં જણાવ્યું કે, ગઇકાલે ગુજરાત ભાજપે સંકલ્પ પત્ર જાહેર કર્યો છે આ સંકલ્પ પત્રમાં ગુજરાતની આર્થિક વ્યવસ્થાને ગતી માટે, વેપાર ધંધા વધે, આદિવાસી વિસ્તારો વિકસે, ગરિબોનું કલ્યાણ થાય અને મધ્યમ વર્ગના સપના સાકાર કરવાનો પ્રયાસ કર્યો છે અને બાળકથી લઇ વડિલ સુધી સૌની ચિંતા કરવામાં આવી છે. ગુજરાત વિકસિત થવાની દિશામાં નક્કર, મક્કમ સાચા અને સારા પગલા સાથે આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં ભુપેન્દ્રની સરકાર તો ગુજરાતમાં વિકાસની ગતી આગળ લઇ જવા પાંચ વર્ષ કામ કરશે પરંતુ દિલ્હીમાં બેઠેલો આ મોદી પણ પુરી તાકાત લગાવશે.

મોદી સાહેબે વધુમાં જણાવ્યું કે, હું જ્યારે વર્ષ 2001માં મુખ્યમંત્રી બન્યો ત્યારે ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ અંત્યત કથળેલી હતી.દિકરીઓ ભણે તે માટે ઘરે ઘરે જઇ ભિક્ષા માંગવાનું કામ કર્યુ અને સૌથી પહેલા આ વિસ્તારમાં હું ત્રણ દિવસ રોકાઇ દિકરીઓ ભણે તે માટે વચન લેવા આવ્યો હતો.

આજે ગુજરાતમાં દિકરી ભણતી થઇ તેમને આધુનિક સુવિધાઓ મળી રહી છે. 20 વર્ષ પહેલા ગુજરાતમાં બાળક શાળામાં દાખલ તો થાય પરંતુ ચોથા ઘોરણમાં આવતા દિકરીઓ નિશાળમાંથી નામ કઠાવી લેતા. આઝાદીના 75 વર્ષ થયા તો પણ કોઇ ગરીબ બાળકને ડોકટર કે એન્જિનયર બનવું હોય તો અંગ્રેજીમાં ભણવું પડતું આજે માતૃભાષામાં ભણી શકાય છે આ કોંગ્રેસને સુજ્યુ નહી પણ તમારો મોદી દિલ્હી ગયો અને માતૃભાષામાં ડોકટર અને એન્જિનયર બનવાની શરૂઆત કરી.

મોદી સાહેબે વધુમાં જણાવ્યું કે, ગુજરાતે જે મને શિક્ષણ આપ્યું , જે સંસ્કાર આપ્યા તે આજે પણ મને લેખે લાગે છે. દિલ્હી મોકલ્યો છે તો પણ હયૈ તો મારા ગુજરાતીઓ જ હોય. શૌચાલય,ગેસ કનેકશન,નળ થી જળ સહિતના અનેક કામો કર્યા છે. દસ લાખ થી વઘારે પાકા ઘરો એકલા ગુજરાતમાં બન્યા છે તેમાથી 7 લાખ ઘરોમાં લોકો રહેવા ગયા છે.

આદિવાસી વિસ્તારમાં પીએમ આવાસ યોજના અંતર્ગત અંદાજે 20 હજાર ગરીબ પરિવારોને પાકા ઘર મળ્યા છે. કોરોના મહામારીમાં 80 કરોડ લોકોને મફત અનાજ આપ્યું છે. કોરોનામાં દેશની જનતાને ફ્રીમાં રસી આપી છે દેશમાં 200 કરોડ કરતા વધુ રસીના ડોઝ આપી દીધા છે. આજે ભારતમાં મોબાઇલ ફોન ડેટા સસ્તા છે. આવનાર દિવસોમાં મોબાઇલ ફોનથી શહેરમાં બેઠેલા ડોકટરોની સેવા મળશે. જો કોંગ્રેસની સરકાર હોત તો મોબાઇલ ફોનનું બીલ ચાર થી પાંચ હજાર આવત.ખેડૂત ભાઇઓના ખાતામાં દર વર્ષ પીએમ કિસાન સન્માન નિધીના ત્રણ વખત બે-બે હજાર રૂપિયા સિધા ખાતામાં જમા થાય છે.

આજ વિસ્તારમાં 2 લાખ ખેડૂતોના ખાતમાં સિધા રૂપિયા જમા થયા છે ખાતામાં સિધા જાય એટલે કોઇ ખાતુ નથી. અંદાજે 400 કરોડ રૂપિયા આજે આ વિસ્તારના ખેડૂતોના ખીસ્સામાં ગયા છે. ભાજપ સરકારે દેશમાં સૌથી પહેલા આદિવાસી બહેનને રાષ્ટ્રપતી બનાવ્યા આ કોંગ્રેસ વાળાને સુજ્યુ જ ન હતું. આજે જંગલોમાં પેદા થતી 90 જેટલી વસ્તુઓ આપણી ખરીદી શકીએ છે જેનાથી આદિવાસીઓની રોજગારી મળી રહે છે. આજે આઝાદીને 75 વર્ષ થયા તો પણ જંગલમાંથી વાંસની ખેતી કરવા નિયોમ હતા કે તમે વાંસ કાપી ન શકો, ઉગાડી ન શકો , વહેચી ન શકાય આવા નિયમો બદલી આજે વાંસ વહેચી શકે છે અને ખેતી પણ થાય છે. આ વખતની ચૂંટણીમાં પોલીગં બુથમાં પહેલા કરતા સૌથી વધુ મતદાન કરવાજો તેવી વિનંતી કરી.

English summary
Prime Minister Narendra Modi addresses a public meeting in Netrang
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X