For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભરૂચમાં PM: પહેલાની સરકારમાં યુરિયાની સબસીડીમાં પણ ભ્રષ્ટાચાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની ગુજરાત મુલાકાતના બીજા દિવસે વડનગર બાદ ભરૂચની મુલાકાત લેશે.

By Shachi
|
Google Oneindia Gujarati News

વડપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની બે દિવસીય ગુજરાત મુલાકાતના બીજે દિવસે એટલે કે રવિવારે સૌ પ્રથમ પોતાના વતન વડનગરની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ તેઓ ભરૂચની મુલાકાત પહોંચ્યા હતા. તેઓ અહીં નર્મદા નદી પરના ભડભૂત બેરેજનું ખાતમુહૂર્ત કરશે, સાથે જ અંત્યોદય એક્સપ્રેસની પણ શરૂઆત કરશે. અંત્યોદય એક્સપ્રેસ સુરતના ઉધનાથી બિહારના જયનગર સુધી જતી ટ્રેન છે. આ સિવાય તેઓ ગુજરાત નર્મદા ફર્ટિલાઇઝર કોર્પોરેશનની વિવિધ યોજનાઓના ઉદઘાટન અને શિલાન્યાસમાં પણ ભાગ લેનાર છે.

PM modi Bharuch

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાતની તમામ અપડેટ્સ મેળવો અહીં....

3.12 - માં નર્મદા વિના ગુજરાતની કલ્પના શક્ય નથી. સરકાર બ્લૂ રિવોલ્યુશન માટે તત્પર છે.

3.10 - ગુજરાત એક એવું રાજ્ય છે, જ્યાં પશુપાલન અંગે જેટલો વિચાર થયો છે, એટલો બીજા કોઇ રાજ્યમાં નથી થયો. પશુ આહાર માટે જેટલા પ્રયોગો ગુજરાતમાં થયા છે, એટલા બીજા ક્યાંય નથી થયા. હું મુખ્યમંત્રી હતો ત્યારે મેં પશુ મેળાની શરૂઆત કરી હતી. ગુજરાતના ખેડૂતોને પશુપાલનથી તાકાત મળી.

3.08 - હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો, ત્યારે ખેડૂતોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વડાપ્રધાનને અનેક પત્રો લખ્યા છે. યુરિયા અંગે યોગ્ય નિર્ણય લેવાયા બાદ હવે મને કોઇ મુખ્યમંત્રીના યુરિયાને લગતા પત્રો નથી આવતા.

3.05 - દેશને લૂંટવાવાળા ભલે ગમે એટલા લોકો ઊભા થાય, અંતે જીત પ્રમાણિકતાની થશે. યુરિયા માટે ખેડૂતોએ ભારે મુસીબત ભોગવી. પહેલાં યુરિયા કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં જતું હતું. અમારી સરકારે યુરિયાની નીમ કોટિંગ કરવાનું શરૂ કર્યું, ખેડૂતોની યુરિયા મળતું થયું. નીમ કોટેડ યુરિયાને કારણે ખેડૂતોને મોટો ફાયદો. પહેલા યુરિયાની સબસીડીમાં ભ્રષ્ટાચાર થતો હતો. અમારી સરકારે આ અંગે યોગ્ય નિર્ણય લીધો. નીમ કોટિંગથી યુરિયાની ચોરી અટકી, ભ્રષ્ટાચાર અટક્યો.

2.55 - પીએમ મોદીનું સંબોધન: સામાન્ય માણસ પોતાના માતા-પિતાને મૂકી રોજગાર મેળવવા ગુજરાત આવતા હોય છે. પરંતુ તેમને તહેવારોમાં કે અન્ય દિવસોએ જ્યારે વતન જવાની ઇચ્છા થાય ત્યારે ત્યાં પહોંચવા માટે તેમણે ક્યારેક હેરાનગતિ ભોગવવી પડે છે. ખાસ કરીને બિહાર-ઉત્તર પ્રદેશના લોકોને આ મુશ્કેલી ભોગવવી પડે છે. હવે અંત્યોદય એક્સપ્રેસ દ્વારા તેઓ પશ્ચિમ ભારત સાથે સરળતાથી જોડાઇ શકશે.

pm modi bharuch

2.51 - પીએમ મોદીના હસ્તે નર્મદા નદી પર બંધાનાર ભડભૂત બેરેજનો શિલાન્યાસ

2.50 - પીએમ મોદીના હસ્તે અંત્યોદય એક્સપ્રેસનો પ્રારંભ. પીએમ મોદી અને સીએમ રૂપાણીએ સુરતના ઉધનાથી બિહારના જયનગર જતી અંત્યોદય એક્સપ્રેસને બતાવી લીલી ઝંડી.

pm modi bharuch

2.40 - મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સંબોધન: પીએમ મોદીના હસ્તે વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ થયું છે. વિકાસ, ગુજરાત અને પીએમ મોદી એકબીજાના પર્યાય છે. વિકાસ અમારો મિજાજ છે. આ જ વિકાસ કોંગ્રેસના મૂળિયા ઉખાડી ફેંકશે.

2.15 - ભરૂચમાં પીએમ મોદી, સભાસ્થળે પહોંચ્યા. સભામાં લાગ્યા મોદી-મોદીના નારા

English summary
Prime Minister Narendra Modi on his 2 days Gujarat Visit. He visited Vadnagar and after that he will visit Bharuch.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X